અંબાજીમાં પ્રથમ નોરતે ઘટસ્થાપન વિધિ

0
938

આદ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ અને ખેલૈયાઓ જેની ભારે આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં તે પાવન પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ ગયો છે. આજે નવરાત્રીનાં પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુંઓની ભારે ભીડ ઉમટી હતી. જ્યારે અંબાજી નીજ મંદિરમાં વૈદીક મંત્રોચ્ચારથી ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. જે મંદિરનાં મુખ્ય ભટ્ટજી મહારાજ દ્વારા આ ઘટસ્થાપનની નવ દિવસ અંખડ પુજા કરશે. જોકે આજે ઘટસ્થાપનમાં જવારાનું વાવેતર કરવામાં આવે છે અને તેનાં ઉપરથી વિકાસ કેટલો થશે તેનો અંદાજ પણ નિકળતો હોવાની માન્યતા છે