કેરળમાં પૂરથી વિનાશ; હોસ્પિટલ, એરપોર્ટ જળબંબાકાર…

કેરળમાં પૂર, વરસાદી દુર્ઘટનાઓને કારણએ હાહાકાર મચી ગયો છે. મરણાંક વધીને 87 થયો છે. 1.5 લાખ લોકોને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. કેરળના તમામ 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. નીચેની તસવીરો કાલિકટ શહેરની હોસ્પિટલ અને કોચી એરપોર્ટની છે. આ એરપોર્ટને 26 ઓગસ્ટ સુધી બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.