અમદાવાદઃ શાળા બહાર છાશનું વિતરણ

0
1301

અમદાવાદઃ માર્ચ મહિનાની શરુઆત થતાં જ ગરમીની શરૂઆત થઇ જાય છે. સાથે જુદા જુદા ક્ષેત્રના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાની પણ શરુઆત થઇ જાય છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરુ થઇ ગઇ છે. પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પેપર કેવું હશે… પેપર કેવું જશેની મુંઝવણ અને તનાવ અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં સાથે કેટલાક વાલીઓ પરીક્ષા કેન્દ્રની બહાર જ પોતાના પાલ્યની કાળજી રાખવા બહાર જ ઉભા રહી જાય છે. એ પછી પાણી કે પાથરણાંની વ્યવસ્થા હોય કે ન હોય. આજે વાલીઓની રાહત થાય એવું દ્રશ્ય અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલી નવકાર પબ્લિક સ્કૂલની બહાર જોવા મળ્યુ. શાળાની બહાર દુરદુરથી આવેલા વિદ્યાર્થીઓના વાલીઓ સગા-સંબંધીઓ માટે ગરમીનું અમૃત એવું છાશનું વિતરણ થતું જોવા મળ્યું. ટેન્શનભર્યા વાતાવરણમાં ઠંડક આપતું પીણું પીરસવામાં આવે તો અવશ્ય રાહત થાય…. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)