ગુજરાતી રંગમંચની સોનેરી તસવીરો

0
1674

અમદાવાદઃ  વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે અમદાવાદ ના ભો.જે. વિદ્યાભવન ખાતે એક પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ પ્રદર્શનમાં મુંબઇની નાટક મંડળી, નેપોલિયન બોનાપાર્ટ-નાટક અમદાવાદમાં ભજવવાનું હોય એવી જાહેર ખબરની તસવીર થી માંડી ઉત્તર ગુજરાતની નાટક મંડળીઓ, જયશંકર સુંદરી,  મેના ગુર્જરી, રા નવઘણ, પારસી નાટકો જેવી રંગમંચની દુર્લભ તસવીરો મુકવામાં આવી છે. જૂના નાટકો અને મહાન કલાકારોની તસવીરોનું પ્રદર્શન 29મી ને ગુરુવાર સુધી એચ કે. આર્ટસ કેમ્પસના ભો. જે વિદ્યાભવન ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ​)