મુંબઈના 7/11 ટ્રેન ધડાકાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ…

0
1751
2006ની સાલની 11 જુલાઈની સાંજે મુંબઈમાં અનેક સ્થળે લોકલ ટ્રેનોમાં કરવામાં આવેલા ભયાનક શ્રેણીબદ્ધ આતંકવાદી બોમ્બ વિસ્ફોટોમાં માર્યા ગયેલાઓને 11 જુલાઈ, બુધવારે એ ધડાકાની 12મી વરસીએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 2006ની 11 જુલાઈએ 11 મિનિટના ગાળામાં મુંબઈના ખાર રોડ-સાંતાક્રુઝ, બાન્દ્રા-ખાર રોડ, જોગેશ્વરી પ્લેટફોર્મ નંબર 1, માહિમ જંક્શન સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3, મીરા રોડ-ભાયંદર, માટુંગા રોડ-માહિમ જંક્શન, બોરીવલી સ્ટેશનો ખાતે ટ્રેનોમાં થયેલા એ ધડાકાઓમાં 209 જણ માર્યા ગયા હતા અને બીજાં 700 જણ ઘાયલ થયા હતા. ઉક્ત તસવીરમાં, એક માણસ માહિમ રેલવે સ્ટેશન ખાતે માર્યા ગયેલાઓને પુષ્પાંજલિ અર્પણ કરે છે.