લુહાર-સુથાર જ્ઞાતિનો સમુહ લગ્નોત્સવ

0
1508

શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા નિકોલના બેટી બચાવો મેદાન પર 44મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 24 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. વિશ્વંભર ભારતી બાપુએ તમામને વરવધુને આર્શીવચન આપ્યા હતા. સમાજ દ્વારા તમામ કન્યાઓને કરિયાવર અપાયો હતો. તેમજ સમુહ લગ્નોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. 153 બોટલ લોહી એક્ત્રિત કરીને માનવાતનું કામ કર્યું હતું, તેમજ આ જ સ્થળે પોલીયો રસીકરણનું પણ આયોજન કરાયું હતું.