‘કોમિકસ્તાન 2’નું ટ્રેલર રિલીઝ કરાયું… રમૂજી જોક્સનો ખજાનો…

0
878
એમેઝોન પ્રાઈમ વિડિયો દ્વારા 'કોમિકસ્તાન'ની બીજી આવૃત્તિ 'કોમિકસ્તાન સીઝન 2'નું ટ્રેલર 26 જૂન, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે જાણીતા કોમેડિયનો ઉપસ્થિત રહ્યાં હતાં જેમ કે, ઝાકીર ખાન, બિશ્વા કલ્યાણ રથ, કનન ગિલ, કેની સેબેસ્ટિયન, કનીઝ સુરકા, નીતિ પલ્ટા, સુમુખી સુરેશ, અબીશ મેથ્યૂ, ઉરૂઝ અશફાક. ટ્રેલર જોઈને એવું લાગે છે કે નવી આવૃત્તિનો શો કોમેડીના નવા એંગલને દર્શકો સમક્ષ રજૂ કરશે. 'કોમિકસ્તાન 2'ના પહેલા ત્રણ એપિસોડ 12 જુલાઈ, 2019 તારીખે રિલીઝ કરાશે ત્યારબાદ માત્ર પ્રાઈમ વિડિયો પર જ દર અઠવાડિયે એક એપિસોડ રજૂ કરાશે. (તસવીરોઃ દીપક ધુરી)