ઘરગથ્થુ ઉપાયોથી નિવારો બ્લેકહેડ્સની સમસ્યા

મે તેવા ફેશનેબલ વસ્ત્રો પહેર્યા હોય પણ ચહેરાની ત્વચા ચોખ્ખી ન હોય તો યુવતીનો ચહેરો મૂરઝાઈ જતો હોય છે ત્વચાની સંભાળને લગતી કેટલીક સામગ્રી તો તમને ઘરમાંથી જ મળી રહે છે. વળી હવે નવરાત્રિ પણ નજીક આવી રહી છે, ત્યારે નવરાત્રિના તહેવાર દરમિયાન ચહેરો ચાંદની જેમ ચમકી ઉઠે તે માટે કેટલાક ઘરગથ્થું ઉપચાર કરી શકો છો.  હાલમાં મોટા ભાગની  યુવતીઓ જોબ કરતી હોય છે અને તે બ્લેક હેડ્સથી પરેશાન રહે છે, ત્યારે આપણે તેના ઉપાયો અંગે માહિતી મેળવીશું. ત્વચા ગૌરવર્ણી હોય, ઘંઉવર્ણી હોય કે પછી શ્યામ… આવા નિર્મળ ચહેરા પર જ્યારે બ્લેકહેડ્સ ફૂટી નીકળે છે ત્યારે ચહેરાની સમગ્ર સુંદરતા હણાઈ જાય છે. ત્વચા ચોખ્ખી અને સ્વસ્થ હોય તો ચહેરાનો નિખાર જ કંઈક જુદો આવે છે. અને તમારો આખો ગેટઅપ અનેરો લાગે છે. તમે પણ ચહેરા પર ફૂટી નીકળેલા બ્લેકહેડ્સથી પરેશાન હોવ તો આ પાંચવસ્તુઓનો જાદુ તમારા ચહેરાને ચાંદ સમો બનાવી દેશે.

બેકિંગ સોડા

ત્રણ ચમચી પાણીમાં ત્રણ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બ્લેકહેડ્સ થયા હોય ત્યાં પાંચ સાત મિનિટ માટે લગાવો.  થોડીકવાર રહીને ચહેરાને હૂંફાળા ગરમ પાણીથી ધોઈ નાંખવો.

લીંબુનો રસ

લીંબુ ત્વચાની સુંદરતા માટેનો અક્સીર ઉપાય છે. લીંબુનો રસ લઇને દિવસમાં ત્રણ વાર બ્લેડહેડ્સ થયા હોય ત્યાં લગાવો. આ રીતે નિયમિત કરવાથી પણ બ્લેકહેડ્સ દૂર થશે. લીંબુના રસને ગુલાબજળ સાથે પણ લગાવી શકાય છે.

ઓટમિલ માસ્ક

ઓટ્સ અને ગુલાબજળ મિક્સ કરીને ઘટ્ટ માસ્ક બનાવવો. આ માસ્કને 15 મિનિટ ચહેરા પર લગાવી રાખવો અને ત્યારબાદ ચહેરો પાણીથી સાફ કરી નાંખવો.

બટાટાની સ્લાઇઝ

કાચા બટાકાની સ્લાઇઝને દિવસમાં બે વાર બ્લેક હેડ્સ થયેલી ત્વચા પર ઘસવી. તેની મદદથી બ્લેકહેડ્સ દૂર થઈ જશે અને ત્વચા ચોખ્ખી થશે.

હળદર

હળદર એ સૌથી ઉત્તમ એન્ટિબાયોટિક છે.  થોડીક હળદરમાં ફુદીનાનો રસ મિક્સ કરવો અને આ મિશ્રણને બ્લેકહેડ્સ થયા હોય તે ભાગમાં લગાવવું. દસેક મિનિટ બાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખવો.  તમે હળદરમાં ચંદનનો પાઉડર તથા દૂધ ઉમેરીને પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો.

મેથી

જ્યારે મેથીની ભાજી મળતી હોય ત્યારે તાજી લીલી મેથીના તાજાં પાંદડા લઇને તેને ક્રશ કરીને એ પલ્પને ચહેરા પર લગાવવો જોઈએ. નિયમિત આમ કરવાથી બ્લેકડેહ્સ તો દૂર થાય જ છે, પરંતુ ચહેરા પર કરચલીઓ પણ નથી થતી.