ગરમીમાં મહેંકવા માટે કેવા પરફ્યૂમ પસંદ કરશો

નાળો આવી રહ્યો છે અને હવે કાળઝાળ ગરમીને લઇને પણ બધા મેન્ટલી તૈયાર છે. ઉનાળો આવે એટલે સૌથી મોટો પ્રશ્ન પરસેવામાં રેબઝેબ થઇ જવાનો. અને પછી એ પરસેવાની ગંધ. આપણે તો ઠીક આપણી આસપાસના લોકોને પણ પરેશાની થાય તેવી વાત છે. કોને ઇચ્છા ન હોય કે પોતે એકદમ ફ્રેશ બીચ જેવી સ્મેલ ધરાવતા હોય. અને એટલે ડીઓ, પર્ફ્યુમ્સ તેમજ સેન્ટ સ્પ્રેની ડીમાન્ડ પણ આ સમય દરમિયાન વધી જાય છે. પણ સ્મેલનો પોતાનો એક ગુણધર્મ હોય છે. શિયાળામાં હૂંફ આપતી સ્મેલ, અને ઉનાળામાં બીચ અથવા ફ્લાવર જેવી ફ્રેશ સ્મેલ આકર્ષક બની રહે છે.ઉનાળામાં સુગંધ એક એવુ પરિબળ છે જે તમને ફ્રેશ ફીલ કરાવી શકે. પણ આ ફ્રેશનેસની સુગંધ હોય કેવી એ કોને ખબર. આપણે માર્કેટમાં જઇએ એટલે સુંગધને લગતા જેટલા પણ પ્રોડક્ટ છે, પછીએ સેન્ટ હોય, અત્તર, પર્ફ્યુમ કે ડીઓ હોય. આ બધા પ્રોડક્ટને બે કેટેગરીમાં વહેંચવામાં આવેલા છે. ફોર મેન એન ફોર વિમેન. ક્યારેક એવો સવાલ પણ તમને થતો હશે કે શા માટે આવી બે કેટગરી રાખવામાં આવી છે. એનુ કારણ છે એ રિસર્ચ, કે જેના તારણ પ્રમાણે પુરુષો માટે સેંટ લગાવવુ એટલે પહાડી ઝરનામાં છલાંગ લગાવવા જેવી ફીલિંગ અને સ્ત્રીઓ માટે ફુલોથી મઘમઘતા બાગમાં ટહેલવા જેવી ફિલિંગ. એટલા માટે જ મહિલાઓના સેન્ટ કે પર્ફ્યુમમાં હંમેશા ફુલોની સુગંધને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.

એક તારણ એવું પણ છે કે સફેદ મુલાયમ ફુલોની સુગંધ સૌથી વધુ આકર્ષક ભુમિકા ભજવે છે. એટલા માટે જ કેટલીય વિદેશી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટમાં મોગરાની સુગંધનો ઉપયોગ કરે છે. મોગરાની સુગંધ મીઠી હોય છે જેમાં તાજગીની સાથે એક અલગ માદકતાનું પણ મિશ્રણ હોય છે.  આ તો થઇ સુગંધની વાત, પણ પર્ફ્યુમને કેટેગરી વાઇસ ડિવાઇડ કરવા માટે તેના નામ પર પણ ધ્યાન આપવામાં આવે છે ખાસ કરીને, જ્યારે ઉનાળાની સિઝન હોય તો એવા સમયે એક્વા નામના પર્ફ્યુમ માર્કેટમાં કંઇક વધારે જ જોવા મળી જાય છે. એક્વાનો મતલબ છે પાણી. જે હંમેશા તાજગીનો અહેસાસ આપે છે. તમે કેટલીય એડ જોઈ હશે જેમાં તાજગીનો અનુભવ કરાવવા માટે પાણીના ઝરણાં, પાણીના મોજાં, બરફના રુપમાં પાણી વગેરેનો ઉપયોગ થાય છે. પણ જ્યારે નામ એક્વા હોય એટલે એવુ નહીં કે અંદર પાણીની સ્મેલ હોય. અફકોર્સ પાણીને પોતાની સ્મેલ નથી, પણ તાજગી છે.  તો સવાલ એ થાય કે એક્વાની સુગંધ કેવી હોય, એક્વાની સુગંધ એટલે પાણીની તાજગી લાગે તેવી રીતે ઠંડકનો અહેસાસ કરાવે એવી સુગંધ. જેમાં ગુલાબ, કમળ, ફુદિનો, લિંબુ, કાકડી, મોગરો વગેરે જેવા શીતળ, ઠંડા અને એનર્જીના ગુણધર્મ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ થાય છે. એટલે એક ફ્લાવરી સ્મેલ અથવા બીચની બ્રીઝ જેવી સુગંધ તમને મળે.  આવી હળવી સુગંધ હંમેશા એક ફ્રેશનેસની ફીલ આપે છે. દુનિયાનો કોઇ પણ ખૂણો હોય, તમામ ગુલાબની સુગંધને ઓળખે છે. અને આ જ સુગંધ પ્રસિદ્ધ પર્ફ્યુમ શનૈલની સીરીઝમાં પણ યુઝ કરવામાં આવી છે.ઉનાળામાં ફુલની સાથે ફળોની સુગંધનો પણ ઉપયોગ થાય છે. રીસર્ચ એવુ કહે છે કે જ્યારે કોઈ ફળની સ્મેલ આવે તો આપણી ઇન્દ્રીયો તેને સીઝન સાથે જોડી દે છે. આજ કારણ છે કે કેટલીય પર્ફ્યુમ બનાવતી કંપનીઓ પોતાના પ્રોડક્ટમાં ચેરી, લેમન જેવા ઉનાળુ ફળની સુગંધનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે ફળ અને ફુલની સુગંધ મહિલાઓ માટેના પ્રોડક્ટમાં હોય છે. પણ પુરુષો માટે 1990માં પહેલીવાર અંતરરાષ્ટ્રીય સ્તરે કૂલ વૉટર માર્કેટમાં આવ્યુ હતુ. જેમાં પાણીની તાજગી દર્શાવવાનો પ્રયાસ થયો હતો. કુલ વૉટરમાં પાણીની તાજગીની સાથે એક પહાડી વાતાવરણનો અહેસાસ થાય છે. પુરુષોની પ્રકૃતિ અનુસાર એડવેન્ચરની ફીલને કારણે જ આજે પણ કેટલાય પુરુષો ઉનાળાની સિઝનમાં ફ્રેશનેસ ફીલ કરવા માટે કૂલ વૉટરને પસંદ કરે છે.

એટલે ફળ, ફુલ અને પાણીની મિશ્ર સુગંધનો ઉપયોગ કરીને આજે પર્ફ્યુમ બનાવતી કંપનીઓ ઠોકબંધ નફો કમાઇ છે. કારણ એક જ કે ઉનાળામાં તેમના પ્રોડક્ટ લોકોને વોટર એનર્જીની સાથે ફ્લાવરી ફ્રેશનેસ ફીલ કરાવે છે. તો તમે પણ પર્ફ્યુમ પસંદ કરો તો આટલુ ધ્યાન રાખજો, કે ઉનાળામાં ફ્રેશ ફીલ કરવા કઈ સુંગધ તમારે પસંદ કરવી.