હાનિકારક જંતુનાશકોને શાકભાજી-ફળોમાંથી કઈ રીતે દૂર કરવાં?

જકાલ ઘણી જગ્યાએ આપણને ઘરડા લોકો એવી વાત કરતા જોવા મળે છે કે આજકાલ તો શાકભાજી અને ફળોમાં સત્વ રહ્યું જ નથી. એવી મીઠાશ કે એવો મૂળ સ્વાદ રહ્યો જ નથી. આ વાત સાચી છે. ખેડૂતો શાકભાજી અને ફળોને જંતુઓથી બચાવવા જંતુનાશકો છાંટતા હોય છે. ઉપરાંત રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ વધી ગયો છે. શાકભાજી અને ફળોને સમય કરતાં વહેલાપકવવા માટે ઇન્જેક્શન અપાતાં હોય છે.

આના લીધે આપણું શરીર શાકભાજી અને ફળોના વાટે ઝેરને ગ્રહણ કરે છે. આનાથી આપણા શરીર પર અસર પડે છે. કેટલાક રોગો તો આના કારણે જ આપણા શરીરમાં આવે છે. આના ઉપાય તરીકે સામાન્યતઃ આપણે કયો ઉપાય અપનાવીએ છીએ?

આપણે આના ઉપાય તરીકે શાકભાજી અને ફળોને પાણીથી ધોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે ફળોને અને શાકભાજીને પાણીથી ધોવા તે ઉપાય નથી. આનાથી ખરેખર ફળોમાંથી કે શાકભાજીમાંથી જંતુનાશકો દૂર થતાં નથી. વિજ્ઞાન પ્રમાણે, એક માત્ર ઉત્પાદન છે જેના વડે તમે જંતુનાશકોથી પીછો છોડાવી શકો છો. તે છે રાંધવાનો સોડા અર્થાત્ બૅકિંગ સોડા.

એગ્રીકલ્ચરલ એન્ડ ફૂડકેમિસ્ટ્રીની જર્નલમાં એક અભ્યાસ પ્રસિદ્ધ થયો છે. તે મુજબ, દરેક ઘરમાં બૅકિંગ સોડા તો જોવા મળે જ. અને આ વાત સાચી પણ છે. દરેક ઘરમાં રાંધવાનો સોડા હોય જ છે. આ સોડાથી ફળો અને શાકભાજીઓમાંથી યોગ્ય રીતે જંતુનાશકો દૂર કરી શકાય છે. અભ્યાસ કરતી વખતે વૈજ્ઞાનિકોએ સફરજનને ત્રણ અલગ-અલગ ચીજો વડે સાફ કર્યાં. ક્લૉરૉક્સબ્લીચ, બૅકિંગ સોડા અને નળના સાદા પાણીથી. તેમણે આમ કર્યા પછી તેમાં કેટલા જંતુનાશકો રહી ગયા તે તપાસ્યું.

તેમને ખબર પડી કે સફરજનોને એક ટકા બૅકિંગ સોડા અને પાણીમાં આઠ મિનિટ રાખ્યા. અન્ય ઉત્પાદનો વડે સફરજનોનેધોવામાં આવ્યાં તેના કરતાં બૅકિંગ સોડા વડે ધોવાયેલાંસફરજનોમાં નોંધપાત્ર રીતે ઓછાં જંતુનાશકો હતાં. ૧૨થી ૧૫ મિનિટ પછી એવું જણાયું કે સફરજનોમાંથી જંતુનાશકો સંપૂર્ણપણે ધોવાઈ ગયાં હતાં.

તમને પ્રશ્ન એ થતો હશે કે બૅકિંગ સોડા કઈ રીતે જંતુનાશકોને શાકભાજી અને ફળોમાંથી સાફ કરી શકે છે? બૅકિંગ સોડાનું રાસાયણિક નામ છે સૉડિયમબાયકાર્બૉનેટ. તે બે પ્રકારનાં જંતુનાશકોનેતોડવા માટે સારી ચીજ છે- થાયબેન્ડાઝૉલ અને ફૉસ્મેટ. પરંતુ બીજાં પ્રકારનાં જંતુનાશકો પર તેની આટલી સારી અસર હોય તેવો દાવો પણ નથી. જે જંતુનાશકોફળોનીત્વચામાંશોષાઈ ગયાં હોય તેને બૅકિંગ સોડા પણ કાઢી શકતું નથી.

જો તમારી પાસે ફળો કે શાકભાજીને બૅકિંગ સોડામાં શોષવાનો સમય ન હોય તો જ્યારે તમે સામાન્ય પાણીથી તેને ધોવો તે સમયે તેના પર બૅકિંગ સોડા છાંટી દો. બીજો રસ્તો એ છે કે કુદરતી રીતે પકવેલાં શાકભાજી અને ફળો જેને ઑર્ગેનિક ફળો અને શાકભાજી તમે રાંધવા માટે અને ભોજન માટે વાપરો. જોકે એક પ્રશ્ન એ પણ આવે છે કે ઑર્ગેનિક તરીકે વેચાતી ચીજો ખરેખર કેટલી ઑર્ગેનિક હોય છે? ઑર્ગેનિક ચીજોમાં પણ જંતુનાશકો મળી આવતાં હોય તો ક્યાં જવું? બીજો પ્રશ્ન એ પણ આવે છે કે ઑર્ગેનિક ચીજો બધાને પોસાય તેવી નથી હોતી. મોંઘી હોય છે. લગભગ ત્રણ ગણી કિંમત તેની હોય છે.

આવી સ્થિતિમાં એક વિકલ્પ વિનેગારથી ધોવાનો પણ છે. સારો અને જૂનો વિનેગાર આ માટે ઉપયોગમાં લેવો જોઈએ. તેના વડે શાકભાજી અને ફળોમાંથી જંતુનાશકો દૂર થઈ શકે છે. આ માટે મોટા પાત્રમાં ચાર ભાગ પાણીથી ભરી દેવો જોઈએ. એક ભાગ સાદા સફેદ વિનેગારથી ભરી દેવો જોઈએ. હવે તમારે જે શાકભાજી અને ફળોને સાફ કરવાં છે તેને તે પાત્રમાં નાખી દો. તેને તેમાં ૨૦ મિનિટ રાખો. પછી તે ફળો અને શાકભાજીને વિનેગારથીધોવો. કેટલાક નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે કુદરતી વિનેગાર વડે ધોવાથી ફળો તેમજ શાકભાજીઓમાંથી જંતુનાશકો વધુ પ્રમાણમાં સાફ થઈ શકે છે. આની સામે એક શંકા એ પણ થઈ શકે કે વિનેગાર વડે ધોવાથી તે શાકભાજી અને ફળોનો સ્વાદ વિનેગાર જેવો આવશે. પરંતુ એવું થતું નથી. વિનેગારનો સહેજ પણ સ્વાદ આવતો નથી.

કયા નિષ્ણાતોનો દાવો તમારે માનવો તે તમારે જ નક્કી કરવાનું છે.