નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ તણાવપૂર્ણ છે, જેનું મુખ્ય કારણ પાકિસ્તાન તરફથી થનારો આતંકવાદ છે. હવે પાકિસ્તાને PM મોદીને આમંત્રણ મોકલ્યું છે. ઓક્ટોબરમાં ઇસ્લામાબાદમાં આયોજિત થનારું શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન મોદીને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે અનેક વર્ષોથી સંબંધો વણસેલા છે. ભારત સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પોષશે, ત્યાં સુધી બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય નહીં થાય. પાસિતાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મુમતાઝ જહરા બલૂચે કહ્યું હતું કે 15-16 ઓક્ટોબરે થનારા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રાધ્યક્ષોને નિમંત્રણ મોકલવામાં આવ્યાં છે.
SCOના કેટલાક દેશોના રાષ્ટ્રીયધ્યક્ષોએ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પુષ્ટિ કરી દીધી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત તરફથી અત્યાર સુધી ખુલાસો નથી થયો કે આ સંમેલનમાં ભાગ લેવા માટે કોણ જશે.?