અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાવ ગલી સ્તરનું ક્રિકેટ રમ્યા

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે 18 જૂન, મંગળવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને અફઘાનિસ્તાનની બોલિંગના ભૂક્કા બોલાવીને 71 બોલમાં, 17 સિક્સર અને 4 બાઉન્ડરી સાથે 148 રન ઝૂડી કાઢ્યા હતા. એણે સિક્સર ફટકારવાનો નવો ODI વિક્રમ કર્યો છે. એને આઉટ કરવા માટે રઘવાયા થયેલા અફઘાન ખેલાડીઓ કેટલી હદ સુધી નિમ્ન કક્ષાની, તદ્દન બિનઅનુભવી પ્રકારની ગેમ રમ્યા હતા એ આ વિડિયો પરથી માલુમ પડે છે.

httpss://twitter.com/cricketworldcup/status/1140954489781923842