ગુજરાતમાં નવસર્જન ઑલરેડી થઈ ગયું છેઃ પરેશ રાવલની વિડિયો મુલાકાત

અમદાવાદ– લોકસભાના સાંસદ પરેશ રાવલ હાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે રોકાયા છે. તેઓ ગામેગામ ફરીને જાહેર સભામાં સરકારની યોજનાઓ અને વિકાસના કામોને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પરેશ રાવલે chitralekha.com ના ન્યૂઝ એડિટર ભરત પંચાલને એક્સક્લુઝિવ મુલાકાત આપી છે. પરેશભાઈ કહે છે કે ગુજરાતમાં બધે ભાજપ ભાજપ જ છે. અને આ વખતે ફરીથી ભાજપની સરકાર બનશે. ચૂંટણીના મેદાનમાં જે ખોટા લોકો આવ્યા છે, તેઓ જુઠા છે, તેવું સાબિત થઈ ચુકયું છે, અને ગુજરાતની પ્રજા શાણી છે. બીજુ કોંગ્રેસ આવે છે… નવસર્જન લાવે છે, તે લાઈન જ ખોટી છે. 60 વર્ષમાં નવસર્જન ન કરી શક્યા તે હવે શુ કરવાના… નવસર્જન એટલે શું… ગુજરાતમાં નવસર્જન ઑલરેડી થઈ ગયું છે.

સર્વે અનુસાર ભાજપની સરકાર બને છે, પણ પરેશભાઈના મતે ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે… તેના જવાબમાં પરેશભાઈ જણાવ્યું હતું કે સર્વે આવે કે ન આવે, પણ સર્વેસર્વાને પુછો… તો ખબર પડી જશે કે ભાજપ જ સર્વેસર્વા છે. ગુજરાતમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજનું આંદોલન અને ત્યાર પછી દલિતોની માંગ વિગેરે જ્ઞાતિના ભાગલા અંગે પરેશભાઈ કહ્યું હતું કે  કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, જેથી જ્ઞાતિવાદના સમીકરણો ઉભા કરે છે, કોમવાદનું ઝેર ફેલાવાનું કામ કર્યું છે. ગુજરાત ખુબ શાંતિપ્રિય રાજ્ય છે.  લોકોને શાંતિ જ જોઈએ છે. ભાજપ માત્ર વિકાસ ને વિકાસના મુદ્દાનો જ વિચાર કરે છે. પરેશ રાવલ સાથે વિશેષ વિડિયો મુલાકાત જુઓ….