નાસ્તામાં ઈડલીની વેરાયટી, જે મોઢામાં પાણી લાવે…

ઈડલીના વઘાર માટેની સામગ્રીઃ 5-6 ઈડલી, ½  કપ મેંદો, ¼ કપ કોર્ન ફ્લોર, મીઠું સ્વાદાનુસાર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાં પાવડર, ¼ ચમચી કાળાં મરી પાવડર, 1 ચમચી સોયા સોસ, તળવા માટે તેલ

સોસ માટે સામગ્રીઃ 1 કાંદો, 3 કળી લસણ, 1 ઈંચ અદરખનો ટુકડો, 1 નાનું સિમલા મરચું, 2-3 લીલા કાંદા, પા કપ ટોમેટો સોસ, 2 ચમચી સોયા સોસ,  2 ચમચી તેલ, 1-2 લીલાં મરચાં, મીઠું સ્વાદાનુસાર

રીતઃ બધી ઈડલીના 4 ભાગમાં ટુકડા કરો.

વઘાર માટે આપેલી બધી સામગ્રી ભેગી કરીને પાણી વડે ખીરૂં બનાવી લો. એમાં ઈડલીના ટુકડા બોળીને ગરમ તેલમાં તળી લો. તળેલી બધી ઈડલીને પેપર ટોવેલ પર તેલ નિતારવા મૂકી દો.

સોસ બનાવવા માટેની રીતઃ  એક કઢાઈમાં 2 ચમચા તેલ વઘાર માટે મૂકી દો એમાં ઝીણાં સમારેલાં આદુ, લસણ, લીલાં મરચાં તેમજ કાંદો ગુલાબી રંગ થાય ત્યાં સુધી સાંતડો. હવે એમાં નાનાં ચોરસ સુધારેલાં સિમલા મરચાંને સાંતડો. 5-10 મિનિટ બાદ એમાં ટોમેટો સોસ, સોયા સોસ, મીઠું ઉમેરીને ઝીણો સુધારેલો લીલો કાંદો ઉમેરી દો. 5 મિનિટ બાદ તળેલી ઈડલી આ સોસમાં મિક્સ કરી દો. 2 મિનિટ બાદ ગેસ પરથી ઉતારી દો. આ ઈડલી વેજ ફ્રાઈડ રાઈસ સાથે પીરસો.