હૈદ્રાબાદ: નામપલ્લી વિસ્તારના પ્રદર્શની મેદાનમાં કેટલાંક અજાણ્યા શખ્સોએ દેવી દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી સામે આવી છે. બેગમ બજારમાં પોલીસ કર્મીઓની એક ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને કેસની તપાસ કરી કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તો બીજી તરફ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.