ચિરાગ પાસવાન, પ્રશાંત કિશોર વચ્ચે ગઠબંધન થશે?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આવનારી વિધાનસભા ચૂંટણી માટે ચિરાગ પાસવાન અને પ્રશાંત કિશોર હાથ મિલાવી શકે છે. લોક જનશક્તિ પાર્ટીનાં સૂત્રોએ જણાવ્યું છે કે આ ગઠબંધનને નકારી શકાય તેમ નથી, કારણ કે રાજકારણમાં દરવાજા હંમેશાં ખુલ્લા રહે છે.

ચૂંટણી વ્યૂહરચનાકારથી નેતા બનેલા પ્રશાંત કિશોર પહેલી વાર ચૂંટણી મેદાનમાં ઊતરવાના છે. તેમના અને ચિરાગ પાસવાન વચ્ચે સુમેળની ચર્ચા એટલા માટે વધુ તેજ છે, કારણ કે LJP (રામવિલાસ) અને સત્તારૂઢ BJP વચ્ચે બેઠકોના વહેંચણીને લઈને વાતચીતમાં વિવાદ થવાની શક્યતા છે.

PK ચિરાગનું ગઠબંધન થશે કે નહીં?

પ્રાપ્ત માહિતી મુજબ ચિરાગ પાસવાન બિહારની કુલ 243 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકો માગે છે. તેઓ  કરે છે કે ગઈ લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ પાંચ બેઠકો લડી હતી અને પાંચેય જીતી હતી એટલે 100 ટકા સ્ટ્રાઈક રેટ હતો. જ્યારે ભાજપ તેમને માત્ર 25 બેઠકો આપવા ઈચ્છે છે.  બિહાર વિધાનસભામાં બહુમતીનો આંક 122 છે.

પ્રશાંત કિશોર સાથેના ગઠબંધનની ચર્ચા ભાજપ પર બેઠકોની વહેંચણીને લઈને વધુ દબાણ લાવી શકે છે. LJP માનસિક રીતે સન્માનજનક બેઠકો મેળવવા પર અડગ છે. પાસવાને ગયા મહિને કહ્યું હતું કે મને સારી બેઠકો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે પણ હું આ વાત જાહેરમાં નહીં કહું, કારણ કે એ ગઠબંધન સાથી માટે અનૈતિક હશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ભાજપની આગેવાનીવાળા ગઠબંધન સાથે બેઠકોની ચર્ચા હજુ શરૂ થઈ નથી.

મારે પાસે હંમેશા બહાર નીકળવાનો વિકલ્પ છે: ચિરાગ

ચિરાગ પાસવાને રાજકીય મંચ પર સહયોગીઓને એક પ્રકારની ચેતવણી આપતાં કહ્યું હતું કે હું શાકભાજીમાં મીઠા જેવો છું, હું દરેક બેઠકમાં 20,000–25,000 મતદારોને પ્રભાવિત કરી શકું છું અને કહ્યું હતું કે જયાં સુધી હું ગઠબંધનનો ભાગ છું, “રે પાસે બહાર નીકળવાનો વિકલ્પ હંમેશાં છે.