અમે બતાવીશું કે ભારતીય ટેલિવિઝન હજુ પણ મહાન છે: સ્મૃતિ ઈરાની

પ્રખ્યાત ટીવી શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ તમારા મનોરંજન માટે પાછો આવી રહ્યો છે. આ શો દ્વારા જ સ્મૃતિ ઈરાની તુલસીની ભૂમિકાથી દરેક ઘરમાં પ્રખ્યાત થયા હતાં. શો વિશે સ્મૃતિ કહે છે કે આ શો પાછો લાવવાનો હેતુ દર્શકોનો પ્રેમ પાછો મેળવવાનો અને જૂની લાગણીઓને પુનર્જીવિત કરવાનો છે.

 

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ સ્મૃતિ ઈરાનીએ,’ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ વિશે કહ્યું,”આપણે બધાએ છેલ્લા 25 વર્ષમાં આપણા જીવનમાં ઘણું બધું જોયું છે. આ શો આપણી વાર્તા અને સંબંધોને એક નવી રીતે બતાવશે.” સ્મૃતિ માટે આ શો ઐતિહાસિક છે, પરંતુ તે TRP ના દબાણ હેઠળ નથી. તે કહે છે, “અમે પહેલાથી જ ખૂબ જ ઉચ્ચ ધોરણ સ્થાપિત કરી દીધું છે. હવે અમે ફક્ત દર્શકો માટે કંઈક ખાસ કરવા માંગીએ છીએ.” શોના પ્રોમોને લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને તેણે ઓનલાઈન ધૂમ મચાવી.

સ્મૃતિએ નિર્માતા એકતા કપૂરની પ્રશંસા કરી કે તેમણે એવા સમયે મહિલા મુખ્ય પાત્રને કાસ્ટ કરીને પરિવર્તન લાવ્યું જ્યારે તે સામાન્ય નહોતું.”એકતાએ મહિલા શક્તિ બતાવી અને અન્ય લોકો માટે માર્ગ મોકળો કર્યો,” સ્મૃતિએ કહ્યું. વધુમાં તે કહે છે કે KSBKBT એ 25 વર્ષ પહેલાં જ વેતન સમાનતા અને મહિલાઓ માટે વધુ સારા કાર્યકારી વાતાવરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સ્મૃતિએ કહ્યું કે તે આ શો દ્વારા વિશ્વને ભારતીય ટેલિવિઝનની શક્તિ દર્શાવવા માંગે છે. “અમે બતાવીશું કે ભારતીય ટેલિવિઝન હજુ પણ મહાન છે,” તેવું પણ સમ્તિ ઈરાને કહ્યું હતું.