લખનઉ : આવતીકાલે 19 મે ના રોજ દેશમાં લોકસભા ચૂંટણીનું 7મા અને અંતિમ તબક્કાનું મતદાન છે. 59 સીટો પરનું મતદાન 918 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે. આ અંતિમ ચરણમાં ઉત્તર પ્રદેશની 13, પંજાબની 13, મધ્યપ્રદેશની 8 ઝારખંડની 3 , બિહારની 8 સીટો, હિમાચલ પ્રદેશની 3 અને પશ્ચિમ બંગાળની 13 સીટો માટે મતદાન થશે.
આ તબક્કામાં સૌની નજર વારાણસીની બેઠક પર છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ 25 ઉમેદવાર મેદાનમાં છે. જો કે કોઇ ઉમેવાર તેમાં સીધી ટક્કર લેતા નથી જોવા મળ્યા. અહીંથી પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના લડવાની ચર્ચા હતી. જો કે ત્યાર બાદ કોંગ્રેસે પોતાનાં જુના ઉમેદવાર અજય રાયને ટિકિટ આપી. ગઠબંધનએ બસપાના બર્ખાસ્ત જવાન તેજ બહાદુર યાદવને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમનું ઉમેદવારી પત્ર રદ્દ થયા બાદ અગાઉ જાહેર કરાયેલા શાલિની યાદવ જ ચૂંટણી મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશમાં જ ગોરખપુર લોકસભા સીટને ભાજપનો ગઢ કહેવામાં આવે છે. આ સીટ ગત્ત લગભગ 29 વર્ષોથી ભાજપ પક્ષે રહી છે. જો કે 2018માં યોજાયેલ પેટા ચૂંટણીમાં સમાજવાદી અને બહુજન સમાજપાર્ટી ગઠબંધનના ઉમેદવાર પ્રવીણ નિષાદે આ સીટ પર જીત પ્રાપ્ત કરી હતી. આ વખતે ભાજપ અહીંથી ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિકિશનને ઉમેદવાર બનાવ્યા છે.
ગઠબંધને અહીંથી રામભુઆલ નિષાદને મેદાનમાં ઉતાર્યા છે. રામભુઆલ પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી અને બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. પછાતો વચ્ચે મજબુત પકડ ધરાવતા નેતા રામભુઆલ ભાજપને કડક ટક્કર આપી રહ્યા છે. કોંગ્રેસનાં ટિકિટ પર ચૂંટણી લડી રહેલા મધુસુદન ત્રિપાઠીના ત્રિકોણીય બનાવવાનાં નામ, યોગીનાં કામ અને ગોરખપુરનાં બે વર્ષમાં તરક્કીના પાયા પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ગઠબંધને જાતીગત સમીકરણને મજબુત ગો બિછાવેલી છે. આ સીટ પર મુખ્યમંત્રી યોગીની પ્રતિષ્ઠા દાંવ પર છે.
તો પંજાબની ગુરુદાસપુર સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર સની દેઓલ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી આયોગે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સની દેઓલ વિરુદ્ધ નોટિસ પણ જાહેર કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ પણ શુક્રવારે રાત્રે પઠાણકોટમાં જનસભા કરી હતી. મહત્વનું છે આ પહેલા અહીંયાથી સુપરસ્ટાર વિનોદ ખન્ના ચૂંટણી લડતા આવ્યા છે. એટલે આ બેઠક સ્ટાર બેઠક છે.
અનુપ્રિયા પટેલ મિર્ઝાપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ગઠબંધન સપાની ટિકિટ પર રાજેન્દ્ર એસ. બિંદ ચુંટણી મેદાનમાં છે. કોંગ્રેસ લલિતેશ પતિ ત્રિપાઠીને ઉમેદવાર બનાવ્યા છે. આ તબક્કામાં કુશીનગરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહની કિસ્મતનો નિર્ણય પણ થવાનો છે. અહીંથી ભાજપે વિજય દુબેને ટિકિટ આપી છે, જ્યારે ગઠબંધન તરફથી સપાના નથુની પ્રસાદ કુશવાહા ચુંટણી મેદાનમાં છે.
છેલ્લા તબક્કાની ચૂંટણી માટે પાર્ટીઓના કેમ્પેઈન પણ ખૂબ અલગ પ્રકારના રહ્યા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ બીજેપી પર ગાળીયો કસ્યો. તો કોંગ્રેસના સામ પિત્રોડાનું જો હુઆ સો હુઆ જેવું નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું. તો સાધ્વી પ્રજ્ઞાએ ગાંધીજીની જગ્યાએ જાહેરમાં ગોડસેનો પક્ષ લીધો તેણે પણ ખૂબ ચર્ચા જગાવી. ત્યારે હવે આ તમામ ઘટના ક્રમો બાદ આગામી સમયમાં જોવાનું એ રહેશે કે જનતા આખરે કોના પર પસંદગીનો કળશ ઢોળે છે.