છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવનારા સૌથી મહત્વના અહેવાલોમાંથી એક ઓગસ્ટ, 2017એ આવેલો CSIR-NEERIનો ભારતમાં પોલ્ટ્રી ફાર્મ પરનો અહેવાલ છે. નેશનલ એનવાયર્ન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (NEERI) એક ઉમદા સાયન્ટિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. જ્યારે હું પર્યાવરણપ્રધાન હતી ત્યારે મેં તેમનો સ્રોતના રૂપમાં ઉપયોગ કર્યો હતો.NEERIના ડિરેક્ટર ડો. રાકેશ કુમાર અને વરિષ્ઠ મુખ્ય સાયન્ટિસ્ટ ડો. એસ. કે. ગોયલની અધ્યક્ષતા આઠ વિજ્ઞાનીઓની ટીમે અહેવાલ તૈયાર કર્યો હતો.
પોલ્ટ્રી ફાર્મિંગનો અર્થ એ છે કે માંસ અને-અથવા ઈંડાંનાં ઉત્પાદન માટે મરઘાં, ટર્કી, ગીઝ અને બતકાં સહિત ઘરેલુ પક્ષીઓને ઉઠાવવાં. ભારતમાં કુલ મરઘાંઓની વસતિ 72.92 કરોડની છે, જે પાછલી ગણતરીની (પશુધન ગણતરી-2012) સંખ્યા કરતાં 12.39 ટકા વધુ છે. ભારતમાં સૌથી સામાન્ય મરઘાં નસલ છે.
બ્રોઇલર્સઃ માંસ માટે લાવવામાં આવેલાં યુવા નર અને માદાનું માંસ. તેઓ છ સપ્તાહની અંદર 40 ગ્રામના વજનથી દોઢથી બે કિલોના વજન સુધીનાં વધી જાય છે.
લેયર્સઃ વેપારી ધોરણે ઈંડાના ઉત્પાદન માટે ઉપયોગ થનારા મરઘાં અને માંસ માટે પછી એમને મારી નાખવામાં આવે છે. લેયર મરઘાંઓને એક દિવસની ઉંમરથી લાવવામાં આવે છે. તેઓ 18-19 સપ્તાહની ઉંમરે ઈંડાં આપવાનું શરૂ કરી દે છે અને 72-78 સપ્તાહ સુધીની વય સુધી ઈંડાં આપવાનું જારી રાખે છે.
કુદરતમાં મરઘાંનો વ્યવહાર એક શૃંખલાનું પ્રદર્શન કરે છે, જેમાં માળો બનાવવો, ધૂળ સ્નાન, ચોક્કસ જગ્યાએ ઊડાઊડ કરવી, સ્ક્રેચિંગ અને ફોર્જિંગ (ચણ શોધવું) સામેલ છે. આમાં ચણ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે મરઘાંઓ ફીડર (ચણ નાખતા માણસ)થી ચણ લેવા કરતાં સ્વયં છોડ, કીડાઓ અને બીજને શોધવાનું પસંદ કરે છે. પોતાની પાંખોમાં તેલના સ્તરને સંતુલિત કરવા માટે મરઘાંઓ એને સ્નાન કરાવે છે. પ્રજનન હોર્મોનમાં અચાનક વધવાને કારણે મરઘાંઓ માળાઓ બનાવવા લાગી જાય છે. મરઘાંઓ એક માળો બનાવવા એક માળાના બોક્સ સુધી પહોંચવા માટે એક ભારે સ્વિંગ દરવાજાના માધ્યમથી ધક્કો મારે છે. એમને સ્વસ્થ રાખવા માટે એમનું હલનચલન અને કસરતની જરૂરત હોય છે.
મરઘાંને રાખવા માટે 475 સ્ક્વેર સેન્ટિમીટરથી માંડીને 1150 સ્ક્વેર સેન્ટિમીટર, પાંખો ફેલાવવા માટે 1873 સ્કવેર સેન્ટિમીટરની જરૂરી જગ્યા જરૂરી છે. સરેરાશ રીતે એક તંદુરસ્ત ચિકન જોઈતું હોય તો એને ઓછામાં ઓછું 5000 સ્ક્વેર સેન્ટિમીટરની જરૂર હોય છે.
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો- જે દેશની સૌથી વધુ અવૈજ્ઞાનિક અને જૂની સંસ્થા છે, એણે 450 સ્ક્વેર સેન્ટિમીટરની ભલામણ કરી છે-જે મરઘાંને આરામ કરવા માટે જરાય વ્યવહારુ નથી. દેશમાં પોલ્ટ્રી માટે આ ઉલ્લંઘનકારી અને ગેરકાયદે માપનું અનુસરણ કર્યું છે. આ કારણને લીધે મરઘાંઓ માટે દરેક સમયે એન્ટિબાયોટિક દવાઓની જરૂર પડે છે અને ચિકન ખાનારા લોકો વારંવાર બીમાર પડી જાય છે.
પાંજરામાં પૂરી રાખેલાં મરઘાં પાંજરામુક્ત વાતાવરણમાં રાખવામાં આવેલાં મરઘાં વધુ ભયભીત હોય છે. પાંજરા નાના, ઢાળવાળા ફ્લોરવાળાં, માળાના બોક્સ અથવા ઓછા આરામદાયક અને અન્ય પક્ષીઓની નજીક ચપોચપતા વગેરેને કારણે પક્ષીઓને યાતના ભોગવવી પડે છે. પાંજરા પ્રણાલીની સાથે ગંભીર મુદ્દાઓમાં કેટલાંક ચાંચ ટ્રિમિંગ (ચાંચને નુકસાન), ટ્રાન્સપોર્ટ ફેટી લીવર, રક્તસ્રાવી ડિન્ડ્રોમ, ઓસ્ટિયોપોરોસિસ, પગના વિકાર, જખમી અને પ્રજનન સંબંધી સમસ્યાઓવાળા હોય છે. ટૂંકમાં કહીએ તો કાગળના A4 સાઇઝથી પણ નાની સાઇઝમાં આ મરઘાંઓ કેદ હોય છે, જેને બેટરી કેજ (પાંજરુ) કહેવામાં આવે છે. જેથી આ મરઘાંઓ બીમાર થઈ જાય છે. અભ્યાસ દર્શાવે છે કે આ પ્રતિ પક્ષી (મરઘાં) માટેની જગ્યા 300 સ્કવેર સેન્ટિમીટરથી 650 સ્ક્વેરમીટર સુધીની હોય છે, જેમાં ઈંડાનું ઉત્પાદન, આહારમાં વધારો, શરીરના વજનમાં વધારો થાય છે અને મૃત્યુદરમાં ઘટાડો લાવે છે.
અત્યાર સુધી પોલ્ટ્રીથી પ્રાપ્ત ઈંડાં અને માંસ બહુ બીમાર પક્ષીઓમાંછી મળે છે. આ માટે સરકારે એન્ટિબાયોટિક દવાઓના ઉપયોગથી ત્યાં સુધી જીવિત રાખવાની મંજૂરી છે, જ્યાં સુધી એ જરૂરી ઈંડાં ના આપી દે, ત્યાં સુધી એમને મારતાં પહેલાં તેઓ યોગ્ય વજન સુધી પહોંચી જાય છે.
ઉચિત રેગ્યુલેટરી મર્યાદા વિના પોલ્ટ્રી ઉત્પાદનમાં એન્ટિબાયોટિક્સની દવાઓનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિબાયોટિક દવાઓના અનિયમિત કેવધુપડતો ઉપયોગ ઉપભોક્તાના આરોગ્યને અસર કરે છે, જે ગંભીર જોખમો પેદા કરે છે.
કૃષિ મંત્રાલયે બધા ડિરેક્ટરોને-રાજ્યોના પશુપાલન વિભાગોના કમિશનરોને એક પત્ર લખ્યો હતો, જેમાં ખાદ્ય ઉત્પાદક પશુઓની સારવારમાં એન્ટિબાયોટિક્સનો નિયંત્રિત ઉપયોગ અને પશુઆહારમાં પણ એનો વાજબી ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. આનાથી કોઈ ફરક નથી પડ્યો. વાસ્તવમાં પોલ્ટ્રીમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ વધી ગયો છે.
NEERIનું રહેવું છે કે આર્સેનિકને ઓછા આહાર સાથે વિકાસ અને વજન વધારવામાં માટે મરઘાંઓને ખવડાવવામાં આવે છે. આર્સેનિકના લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી કેન્સર થઈ શકે છે. પક્ષીઓને આપવામાં આવેલા ગ્રોથ હોર્મોનથી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે અને આ વધુ એક મુદ્દો છે.
NEERI એ વાયુ, જળ અને માટી પ્રદૂષણ સંબંધમાં પોલ્ટ્રી ફાર્મિંગથી સંબંધિત પર્યાવર્ણીય સમસ્યાઓની તપાસ કરી હતી. પોલ્ટ્રી ઉત્પાદન એમોનિયા, નક્કર, પોષક તત્વો (વિશેષરૂપે નાઇટ્રોજન અને ફોસ્ફરસ), રોગજનકો, ટ્રેસ તત્ત્વો, એન્ટિબાયોટિક દવાઓ, કીટનાશકો, હોર્મોન અને હવામાંના બેક્ટેરિયા જેવા પર્યાવરણ પ્રદૂષણના વિભિન્ન પ્રકારની સાથે જોડાયેલા છે. આ સિવાય પોલ્ટ્રી માખીઓ, ઉંદરો અને અન્ય કીટકોને આકર્ષિત કરે છે, જે બીમારીઓને લાવે છે.
ખાતર, કચરો અને દૂષિત પાણીના ખરાબ સંચાલનથી પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે. આ સિવાય તાજા અને વિઘટિત નકામા પદાર્થો જેવા કે ખાતર, શબ, પાંખો અને અન્ય કચરો અને સંક્રમણથી ઉત્પન્ન પોલ્ટ્રી ફાર્મોથી દુર્ગંધ ઉત્સર્જન આસપાસના ક્ષેત્રમાં રહેતા લોકોના જીવનને પ્રતિકૂળ અસર કરે છે. આ સિવાય વધુપડતું પોલ્ટ્રી ઉત્પાદન ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જન, એસિડિફિકેશન અને યુટ્રોફિકેશન માટે જવાબદાર હોઈ શકે છે.
વૈજ્ઞાનિકો અને સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ફેબ્રુઆરીથી મે, 2017 સુધી છ પાંજરાવાળાં મરઘાંના ફાર્મ અને એક પાંજરામુક્ત ફાર્મની મુલાકાત લીધી હતી. આ જગ્યાઓથી તે બોરવેલના પાણીના નમૂના લીધા હતા. ખેતરોમાં ખાતરના રૂપમાં ઉપયોગમાં લેવાતા મળમૂત્રના નમૂના એકત્ર કર્યા હતા. વાયુના નમૂના પોલ્ટ્રીની અંદર ઘરની અંદર અને બહારથી એકત્ર કર્યાં હતાં. આ સાથે ચારા માટેના અનાજના નમૂના પણ લીધા હતા. આ બધાં પાંજરામાં કેદ બધાં ફાર્મોમાં એકસમાન પોલ્ટ્રી પ્રેક્ટિસિસ જોવા મળી હતી, જેમાં નીચે પ્રકારનાં તારણો નીકળ્યાં હતાં:
પ્રત્યેક ફાર્મમાં આશરે 60,000થી 70,000 પક્ષીઓ છે. પ્રત્યેક ફાર્માં 3.8 શેડ છે અને પ્રત્યેક શેડમાં 3-4 રેક છે. પ્રત્યેક રેકની લંબાઈ 180 અથવા 200 ફૂટ છે અને પ્રત્યેક પાંજરું 14’’x 18’’x 15’’નું છે. પ્રત્યેક પાંજરામાં 3-4 મરઘાં હોય છે, જે તેમના માટે અપર્યાપ્ત અને અસુવિધાજનક હતી. આ મરઘાંઓ યોગ્ય રીતે ઊભાં પણ નહોતાં થઈ શકતાં અને પોતાની પાંખોને ફેલાવી પણ નહોતાં શકતાં.
આ મરઘાંને અનાજ અને સંગેમરમરની ધૂળનું મિશ્રણ ખવડાવવામાં આવતું હતું. પ્રત્યેક ફાર્મમાં મળમૂત્ર, પાંખો, દૂષિત જળ, ચારાનો કચરો, મૃત મરઘાં હોવાને કારણે એક ખરાબ દુર્ગંધ હતી. ગેર વ્યવસ્થા, વેન્ટિલેશન અને એક ખરાબ વાસ આવતી હતી. કર્મચારીઓ અનુસાર મળમૂત્રનો જથ્થો 4-5 પાંચ મહિનામાં સ્થાનિક ખેડૂતોને વેચવામાં આવતો હતો. આ શેડોમાં ભારે પ્રમાણમાં કરોળિયાનાં જાળાં બાઝેલાં હતાં.
આ મરઘાંની ડોકમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી, કેમ કે મરઘાંઓને ખવડાવવા માટે એમનાં માથાં અને ડોકના ભાગને બહાર રાખવા પડતા હતા અને તાર એમની ડોકને ઘસાતાં જખમ કરી દેતો હતો, જેનાથી કર્મચારીઓ અજાણ હતાં. ઈંડાંના છોતરાં પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. વળી, મૃત મરઘાંઓને 20 ફૂટ ખાડામાં ફેંકી દેવામાં આવતાં હતાં અને એમના પર એસિડ અથવા મીઠું ભભરાવવામાં આવતું હતું.
ત્યાર બાદ તેમણે પાંજરા મુક્ત મરઘાંના ફાર્મની મુલાકાત લીધી. ઉનાળામાં તાપમાનમાં સ્થિતિને નિયંત્રિત કરવા પર્યાપ્ત સ્થાન, ઉચિત વેન્ટિલેશન, યોગ્ય તડકો, પંખાઓ અને પાણી છાંટવાની વ્યવસ્થાની સાથે ઊંડા ખાડાઓમાં કચરા નાખવાની જગ્યાવાળા આવાસમાં 30,000-35,000 પક્ષી હતાં. આ પક્ષીઓ કુદરતી વ્યવહાર વ્યક્ત કરવામાં સક્ષમ હતાં, જેમાં એમને થતા નાના-મોટા જખમ, પર્કિંગ, ધૂળમાં રમવાનું વગેરે.. ફાર્મ સ્વચ્છ અને સફાઈવાળાં હતાં. બેટરીના પાંજરાથી વિપરીત આ ફાર્મોમાં કોઈ ગંધ નહીં અને કચરાની સમસ્યા ના જોવા મળી તેમ જ કોઈ બાવાં-જાળાં ના જોવા મળ્યાં.
પ્રત્યેક મરઘા માટે 464 સેમી. સ્ક્વેર જગ્યા હતી. વયસ્ક પક્ષીઓને માટે 2.5-3 સ્ક્વેર ફૂટ (2322 સેમી સ્ક્વેર) જગ્યા ફાળવવામાં આવી હતી. પ્લાસ્ટિક ફીડર અને પાણીને ઘરોમાં રાખવામાં આવતાં હતાં અને ફ્લોર પર 1.5 ઇંચ જાડા ધૂળના થર અથવા ચોખાની ભૂસી રાખવામાં આવતી હતી.
જમીનમાં દાટવામાં આવેલા મરઘાંથી ભૂજળના નમૂના શું કહેતા હતા? નાઇટ્રેટ્સ 45 મિલીગ્રામ પ્રતિ લિટરથી ઓછું હોવું જોઈએ, પણ અહીં એ 60-171 સુધી હતું. નષ્ટ કરવામાં આવેલી માટીમાં કુલ TDS 500 હોવું જોઈએ, પણ અહીં એ 753થી 1150 જેટલું હતું. ઓર્ગેનિક ફોસ્ફેટ બિલકુલ ના હોવું જોઈએ, પણ એ અહીં એ 0.76થી 0.80 સુધી હતું. સલ્ફેટ્સ 200થી નીચે હોવું જોઈએ, પણ એ 286 સુધી હતું.
આર્સેનિક, ક્રોમિયમ, તાબું, લોખંડ, મેન્ગેનીઝ, સીસું અને જસત ભારે ધાતુઓ છે, જે ભોજનમાં ના હોવી જોઈએ. દાખલા તરીકે લીડ માનસિક મંદતાથી માંડીને કેન્સર સુધી બધું થઈ શકે છે. મહત્તમ સહનીય સ્તર 10 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ છે. મરઘાં દાણા 10.1થી 16.8 મિલીગ્રામ/ કિલોગ્રામ અનાજના દાણામાં અને 13-33 મિલીગ્રામ/ કિલોગ્રામ મળમૂત્રમાં જાય છે. એમનાં મળમૂત્રમાં આર્સેનિક ના હોવું જોઈએ, પણ NEERIએને 0.2 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ મળી આવ્યું હતું. ક્રોમિયમનો સ્તર 200-220 મિલીગ્રામ/કિલોગ્રામ હતું. લોખંડનું સ્તર 597 સુધી એટલે કે 500ની મર્યાદાથી વધુ હતું.
માઇક્રોબાયોલોજીમાં એક CFU એક કોલોની (Colony) બનાવતી સંસ્થા છે, જે એક એવી સંસ્થા છે, જે એક નમૂનામાં જરૂરી બેક્ટેરિયા અથવા ફંગલ કોશિકાઓનો અંદાજ લગાવે છે. બેક્ટેરિયાના ભારમાં હવા કેટલી હતી? ભારતમાં કોઈ પેરામીટર નથી બન્યા. યુરોપમાં મહત્તમ 10,000 CFU પ્રતિ ક્યુબિક માટર માટે મંજૂરી આપે છે. શેડનમી અંદર હવા 6,50,000 CFU, અને એનાથી વધુ બહાર હતી. જેનાથી શ્વાસ લેવા માટે ઘાતક થાય છે.
NEERIએ શો નિષ્કર્ષ કાઢ્યો?
પાંજરાથી મુક્ત મરઘાંપાલન પ્રણાલીની તુલનામાં બંધ પાંજરામાં પોલ્ટ્રી ફાર્મોની સ્થિતિ બહુ ખરાબ છે. બંધ પાંજરાવાળા ફાર્મોમાં બે મુખ્ય સમયસ્ઓ હતી, જેમાં એક દુર્ગંધ આવતી હતી અને બીજી પાંજરાથી મુક્ત પ્રણાલી નહોતી દેખાતી. અનહેલ્થી (બિનઆરોગ્યપ્રદ) દૂષિત ભોજનના સેવનથી સાલ્મોનેલા, ઈ. કોલી અને કેમ્પિલોબેક્ટરને કારણે મનુષ્યોમાં અનેક બીમારી થઈ શકે છે. બંને પ્રકારના વિશ્લેષણને આધારે નીચેની ભલામણો કરવામાં આવે છે.
બેટરીવાળા પાંજરાની સિસ્ટમને પાંજરાથી મુક્ત આવાસની સાથે બદલાવવામાં આવવી જોઈએ અને જે ફેરફાર નથી કરતાં એવાં બધાં પોલ્ટ્રી ફાર્મો પર દંડ લગાવવો જોઈએ.
પાંજરામુક્ત આવાસ એવાં હોવા જોઈએ કે આ પક્ષીઓ સીધા ઊભાં રહી શકે, પોતાની પાંખોને પૂરી રીતે ફેલાવી શકે અને યોગ્ય રીતે હલનચલન કરી શકે. આ સિવાય પક્ષીઓને બહાર થોડાક ખુલ્લા વિસ્તારમાં અહીંતહીં ઊડવાની છૂટ હોવી જોઈએ. બધાં નવાં પોલ્ટ્રી ફાર્મોને પાંજરામુક્ત પ્રણાલીનું પાલન કરવું જોઈએ. આ સંબંધમાં લાઇન્સિંગ વિભાગોને નિર્દેશ આપવામાં આવવો જોઈએ.
ફાર્મમાલિકે અથવા ઓપરેટરે એની ખાતરી આપવી પડશે કે મહત્તમ ઘનત્વ (હાઉસિંગ ડેન્સિટી)ને પાર નથી કરવામાં આવી, એમાં મરઘાં માટે ઉપલબ્ધ ફ્લોર એરિયાનો રેકોર્ડ, શેડમાં પક્ષીઓની સંખ્યા અને દૈનિક મૃત્યુદરને યોગ્ય રીતે બનાવવામાં આવવો જોઈએ. આ સાથે સ્વચ્છતાની જાળવણી યોગ્ય રીતે કરવાની રહેશે. મોટાં કરોળિયાનાં જાળા, ઘરમાં આવતી વાસ, ઢાંક્યા વિનાનું ખાતર, શેડોમાં આ ખાતરથી ગંધ અને પોલ્ટ્રી ફાર્મોના ગોદામોમાં ખવડાવવાની ક્રિયા ખરાબ સ્વચ્છતાના સંકેત આપે છે અનમે આંતરડા અને ત્વચાના ચેપ અનેક જીવજંતુઓને આકર્ષિત કરે છે. એવિયન ઇન્ફ્લુએન્ઝા, પોક્સ, પેસ્ટેરેલા, કોરિજા, એસ્પિગિલોસિસ જેવા બેક્ટેરિયા, વાઇરલ, ફંગલ અને અન્ય રોગોના પ્રકોપને કારણે એ આહારયોગ્ય નથી હોતાં.
કૃષિ ક્ષેત્રમાં ખેડૂતો મળમૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરે છે. આ ઉફયોગ પહેલાં એ ખાતરમાં કેટલા ઝેરીલા તત્ત્વો છે એનું પરીક્ષણ કરવામાં આવવું જોઈએ.
આ સાથે પોલ્ટ્રી ફાર્મોની આસપાસ રહેતા નિવાસીઓને જીવાણુ અને વાઇરલ ચેપ લાગવાનું જોખમ છે. જેથી એ ભલામણ કરવામાં આવે છે કે પોલ્ટ્રી ફાર્મોના પ્લેસમેન્ટ માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે.
પશુ-પક્ષી ક્રૂરતાની સામે હાલના કાયદાઓ અને નીતિઓનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે અને એનો અમલ સખતાઈથી કરાવવામાં આવે. એન્યિબાયોટિક્સના ઉપયોગના સંબંધમાં નિયમ બનાવવામાં આવવા જોઈએ અને એના ચુસ્ત અમલીકરણની ખાતરી કરવી જોઈએ.
પોલ્ટ્રી ફાર્મોમાં સારા મેનેજમેન્ટ માટે કેન્દ્રીય એવિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચર રિસર્ચ દ્વારા પોલ્ટ્રી મેનેજર્સ, કર્મચારીઓને વાર્ષિક અથવા અર્ધવાર્ષિક ટ્રેનિંગ આપવામાં આવવી જોઈએ. આ અહેવાલ પર્યાવરણ મંત્રાલય અને કૃષિ મંત્રાલય પાસે છે. એમના કોઈ પણ અધિકારીને મનુષ્યો અથવા પ્રાણીઓના આરોગ્યની પરવા નથી.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)