મુંબઈના ગોરેગાંવ-પૂર્વ વિસ્તારમાં મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગોરેગાંવ-પૂર્વમાં રહેજા બિલ્ડિંગ પાસે ખડકપાડા ફર્નિચર માર્કેટમાં આજે આગ લાગી હતી. આ આગમાં 50 ગોડાઉન બળીને ખાક થઈ ગયાં છે. આગ સવારે લાગી હતી. આ ઘટનાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના મલાડ-પૂર્વના ખડગપાડામાં થઈ હતી. પોલીસે આસપાસની દુકાનો ખાલી કરાવી દીધી છે. ફાયરબ્રિગેડની 15 ગાડી આગ ઓલવવામાં લાગી છે. ઘટનાસ્થળે 5 એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સાંકડી ગલીઓના કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. કેમિકલ ફેક્ટરી, લાકડાં, રબર અને કપડાના ગોદામમાં આગ લાગી છે. એક કેમિકલ ફેક્ટરી, લાકડાં, રબર અને કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ બુઝાવવામાં આવી રહી છે, લોકોને નજીકના ગોડાઉનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતની તપાસ કરવામાં આવશે. આગ શોર્ટસર્કિટના કારણે લાગી કે જાણીજોઈને લાગાવાઈ એ અંગે તપાસ ચાલી રહી છે. આગના કારણે થયેલા નુકસાનનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક વેપારીઓના મતે કરોડોનું નુકસાન થયું છે.