ભારત અને અમેરિકા વચ્ચે ડિફેન્સ વ્યાપાર વધારાશે

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા વચ્ચે આવતા સપ્તાહે નવી દિલ્હીમાં થનારી ડિફેન્સ ટેક્નોલોજી એન્ડ ટ્રેડ ઈનિશિએટિવની બેઠક પહેલા પેંટાગને આજે કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં બંન્ને દેશો વચ્ચે ડિફેન્સ ડીલ 18 બિલિયન ડોલર સુધી પહોંચી જશે. અમેરિકાની ડિફેન્સ અંડર સેક્રેટરી એલેન એમ લોર્ડે કહ્યું છે કે અમેરિકા ભારત સાથે મિલિટ્રી ટૂ મિલિટ્રી સંબંધ અને સહયોગ વધારવાની દિશામાં કાર્ય કરી રહ્યું છે. તેમણે કહ્યું છે કે આ જ કારણ છે કે પેંટાગને ભારત સાથે પોતાની ડિફન્સ ડિલ આ વર્ષના અંત સુધીમાં 18 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. લોર્ડે કહ્યું કે અમેરિકા DTTI માં આવવા અને પોતાના ભારતીય સમકક્ષથી મળવા અને સાથે કામ કરવા માટે ઉત્સુક છું.

ગત વર્ષે ભારતે અમેરિકાથી 24 મલ્ટી રોલ MH 60 રોમિયો એન્ટી સબમરીન હેલિકોપ્ટરની માંગ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર હેલિકોપ્ટરની અનુમાનિત કીંમત 2 બિલિયન ડોલર છે. વિશેષજ્ઞોનું માનીએ તો ભારતને આ ખાસ હેલિકોપ્ટરની જરુરિયાત હતી. ગત દિવસોમાં સિંગાપુરમાં સમ્મેલનથી અલગ વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસની સફળ મુલાકાત બાદ આ મામલા સાથે જોડાયેલા લોકોએ કહ્યું હતું કે થોડા મહીનાઓમાં ડીલ ફાઈનલ થવાની અપેક્ષા છે. સુત્રોએ એપણ જણાવ્યું હતું કે ભારતે અમેરિકાને એક પત્ર મોકલ્યો છે, જેમાં તાત્કાલિક 24 મલ્ટી રોલ MH 60 રોમિયો સી-હોક હેલિકોપ્ટરની જરુરિયાત જણાવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના દિવસોમાં બંન્ને દેશો વચ્ચે રક્ષા સંબંધોમાં વધારે મજબૂતી આવી છે અને ટ્રમ્પ પ્રશાસન દ્વારા અમેરિકાની હાઈટેક મિલિટ્રી હાર્ડવેરના દરવાજા ભારત માટે ખોલવાના નિર્ણય બાદ આને વધારે બળ મળ્યું હતું.

સિંગાપુરમાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ વચ્ચે મુલાકાત દરમિયાન પણ દ્વિપક્ષીય રક્ષા સંબંધ ટોચના એજન્ડામાં શામિલ હતું. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર MH 60 હેલિકોપ્ટરની ડીલમાં ઓફસેટની જરુરિયાત શામિલ છે. સુત્રોએ સંકેત આપ્યા છે કે ભારત આ ડીલર પર લોંગ ટર્મ પ્લાન સાથે આગળ વધવા માંગે છે. આ પ્લાનમાં 123 હેલીકોપ્ટરોનું ભારતમાં મેન્યુફેક્ચરિંગ પણ શામિલ છે. અત્યારે અમેરિકી નેવીના બેડામાં સમાવિષ્ટ એમએચ 60 રોમિયો સી-હોક હેલીકોપ્ટરની ગણતરી દુનિયાના સૌથી અત્યાધુનિક હેલિકોપ્ટર્સમાં થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]