ઘણાં વર્ષો પહેલાં મેં મસિર્ડિઝ ગાડીવાળા લોકો સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે તેઓ તેમની કારની સીટોમાં ચામડાનો ઉપયોગ બંધ કરી દે. તેમણે એનો ઉપયોગ કરવાનું સદંતર બંધ નહોતું કર્યું, પણ તેમણે એને વૈકલ્પિક વપરાશ કરવાનું શરૂ કર્યું હતું. હવે એ જવાબદારી ખરીદનારાઓ પર છે.
એ દુર્ભાગ્યપૂર્ણ છે કે બહુ ઓછા શ્રીમંત લોકો પોતાના નાણાંનો ઉપયોગ વિવકપૂર્ણ રીતે કરે છે, જેવી રીતે તે તેઓ કમાણી કરે છે, એટલું જ તેઓ અન્ય લોકોને દેખાડો કરવા ઇચ્છે છે કે તેઓ અન્ય કરતાં ચઢિયાતા છે અને એને તેઓ વિચિત્ર રીતે વધુ પ્રમાણમાં એને ભોજનમાં સામેલ કરે છે. કેન્સરની જેમ એને પીટ કહેવામાં આવે છે, ગર્ભવતી માછલીનાં ઇંડાં-જેને કેવિયાર કહેવામાં આવે છે ફુગુ જેવી દુર્લભ ઝેરીલી માછલી, સોફા પર બેસીને ઘરડા અને આંધળા જંગલી પ્રાણીઓને મારવા, આફ્રિકામાં એનો ડબ્બાબંધ શિકાર, મગરમચ્છ, સાપ અને ઝેબ્રાની ખાલ પહેરવી. હું હંમેશા કહું છું કે શ્રીમંત લોકો કેવી રીતે નાણાં ખર્ચીને વિશ્વનો વિનાશ કરી શકે છે.
અમેરિકામાં લક્ઝરી કાર માટે 1.2 કરોડ ગાયોને મારવામાં આવે છે
સૌથી સામાન્ય પ્રકારોમાંથી એક તેમની કારમાં ચામડાની સીટો છે. લક્ઝરી કારમાં 75 ટકા ચામડાની સીટો ઉપયોગ થાય છે. PETAએ ગણતરી કરી હતી કે એક વર્ષમાં 15 લાખ કાર ચામડાનો ઇન્ટિરિયર માટે ઉત્પાદન થાય છે. એક કારમાં ઇન્ટિરિયરને બનાવવામાં આઠ ગાયનું ચામડું વપરાય છે. એકલા અમેરિકામાં લક્ઝરી ગાડીઓ માટે 1.2 કરોડ ગાયોને મારવામાં આવે છે. યુરોપની કારની સાથે ભારતમાં કરોડપતિઓ તો જે દેખાડો કરવાનું પસંદ કરે છે. સુબારુ 68 ટકા ચામડું, જો મોડલમાં બધી જગ્યાએ ચામડું ના હોય તો એ સીટો પર કાપીકૂપીને ચામડાનો ઉપયોગ કરે છે અને જીપોમાં 69 ટકા વપરાશ થાય છે.
શેવરોલેટ 70 ટકા ચામડાનો વપરાશ કરે છે, પણ બધાં પ્રીમિયમ મોડલ ચામડાનો ઉપયોગ કરે છે. ફોર્ડ 71 ટકા કાપડની સીટોનો ઉપયોગ કરે છે, પણ ગ્રાહકો વારંવાર ચામડાને અપગ્રેડ કરવા પર ભાર મૂકે છે. જો તમે માગો છો એ લેક્સસ લેધરમાં Nuluxe નામના એક ચામડાનો વિકલ્પ છે. BMW 79 ટકા SesaTec નામનો એક વિકલ્પ છે. વોલ્વોમાં 98 ટકા અને પોર્શ 100 ટકા પૂર્ણપણે ચામડાના સિવાય કોઈ વિકલ્પ નથી. લેન્ડરોવર અને ઓડીમાં માત્ર લેધરનો ઉપયોગ થાય છે.
શ્રીમંત લોકો મૃત પ્રાણીઓના ચામડાની ઇચ્છા કેમ દર્શાવે છે? ઉત્પાદકો અને ખરીદદારો દ્વારા દર્શાવવામાં આવેલાં કારણો…
- આ એક સુખદ અને સુંવાળાપનાનો અનુભવ અને દેખાવ આપે છે અને ભવ્ય લાગે છે.
- એનાથી ખરાબ વાસ નથી આવતી અને ગંદી વાસથી બચી શકાય છે.
- એને સાફ રાખવું એકદમ સરળ છે.
સ્પષ્ટ રીતે કહીએ તો આ ત્રણે કારણો સાચાં નથી. સુખદ અને સુંવાળો અહેસાસ સંપૂર્ણ રીતે વ્યતિરેક છે અને મૃત પ્રાણીઓ પર આપણી નીચે આરામ કરવાની તુલના કરવી એ કંઈક વધુપડતું અયોગ્ય છે, એટલે આપણે સત્ય ચકાસીશું.
ચામડાનો (પડતર) ખર્ચ વધુપડતો છે- પ્રતિ સીટ એ 2000 ડોલર સુધી. માત્ર ચામડું જ નહીં કેમ કે એ ગરમીમાંએ ઝડપથી ગરમ થાય છે અને શિયાળામાં એ કડક અને ઠંડું થાય છે, એને એર કન્ડિશનર્સ, હીટર્સ અને સીટ વોર્મર્સની જરૂર પડે છે. કાર ઇન્ટિરિયરનો ખર્ચ એના લીધે વધી જાય છે.
ચામંડામાંથી એક પ્રકારની વાસ આવતી હોય છે. ગાય અને વાછરડાની ત્વચાને ચામડામાં પરાવર્તિત કરવા માટે એને કેટલાંય રસાયણોની એટલી ખતરનાક આવશ્યકતા હોય છે, તેઓ એને (પ્રાણી) પાણીમાં મારી કાઢે છે, જેમાં લેધર કારખાનાં પોતાનો કચરો ફેંકતા હોય છે. આ રસાયણોમાં દુર્ગંધ હવાની સાથે બહાર નીકળે છે અને ફેલાય છે. કારનો ઉપયોગ કરતી વખતે એની ગંધ સિગારેટ કરતાં પણ ખરાબ હોય છે. હકીકતમાં બધાં ચામડાં અત્તર (પરફ્યુમ)થી લથબથ હોય છે (અનેક વર્ષો કિંગ જ્યોર્જ IIIના ગ્લવઝ માટે અંગ્રેજી ચામડા રહિત બનાવવામાં આવ્યાં હતાં.). ભયાનક ગંધ અને એક વાર અત્તરગ્રસ્ત ચામડાની સીટમાંથી ભયાનક સુવાસ આવે છે.
ચામડાને અત્યંત ઉચ્ચ જાળવણીની જરૂર હોય છે. બોડી ઓઇલ અને ગંદગી ચામડાની ઉપરની સર્ફેસ પર એકઠી થાય છે અને એ સેન્ડ પેપરની જેમ કામ કરે છે, જે મૃત ત્વચા પર સુરક્ષાત્મક રસાયણોને તોડે છે, જેથી સર્ફેસ પર તિરાડો વિકસિત થાય. કોઈ ભેજ (મોઇશ્ચર) સહન કરવામાં આવતું નથી, જો વરસાદ આવતો હોય તો તમે ભીનાશ હોય છે એ તમારી સીટોને નુકસાન પહોંચાડી શકે છે અને એનાથી વધુ ગંધ પણ આવી શકે છે. પરસેવો, દારૂ પણ એ જ કરી શકે છે, ચામડું ગંદકી ફેલાવે અને ઊલટી અને ચોકલેટના ધાબા, પસ, નાકનો મળ – મતલબ કે એ દાગ વધુ સરળતાથી અલગથી દેખાઈ આવે છે. ચામડાને ઊતરડવું પણ સરળ છે. જો તમારી પાસે કૂતરા અથવા બિલાડી અથવા બાળકો નથી તો તમારા વાહન (ગાડી) માટે સારો વિકલ્પ નથી, પણ એનાથી બચાવવા માટે ઇન્ટિરિયરને કવર નથી કરતા.
ચામડાને નરમ અને સારા દેખાવા માટે દર બે મહિનમાં સફાઈ અને કન્ડિશનિંગની જરૂર હોય છે. સફાઈ કર્મચારીઓની સીટોની કિંમત જેટલો ખર્ચ આવે છે. કેટલીક સીટોનું ડ્રાય ક્લીનર કરાવવું પડે છે. ચામડાની ઉંમર લાંબી નથી હોતી. ચામડાની સીટ પહેરાવાથી કંઈ પણ ખરાબ નથી લાગતું. જૂનાં જૂતાને જુઓ. જો તમે એને કન્ડિશનિંગમાં નહીં રાખો તો કેટલાંક વર્ષોમાં કે કેટલાક મહિનાઓમાં જાળવણી નહીં કરો તો એ વર્ષો જૂનું લાગશે. ગરમીના દિવસોમાં એ એટલું ગરમ થશે કે એનાથી તમને ઇજા પહોંચશે. જો તમે ગાડીમાં કાચ ખુલ્લા રાખશો તો કારમાં તાપમાન 200 ડિગ્રીથી વધુ હોઈ શકે છે. આવું એટલા માટે થાય છે કે કપડાથી વિપરીત ચામડું ગરમીનો શોષે છે. લેધરના સ્ટિયરિંગ વ્હીલ એટલા ગરમ થઈ શકે છે કે એનાથી દાઝવાનું કારણ બને છે. એના પર બેસવું અસંભવ થઈ જાય છે. એટલે કારમાં બેસતાં પહેલાં એર કન્ડિશનને 10 મિનિટ ચાલુ કરવું જરૂરી છે. ગરમીઓમાં લેધરની સીટની કારના માલિકોએ સીટ પર કવરનો ઉપયોગ કરવો પડે છે. ઠંડીઓમાં લેધર ઠંડું થઈ જાય છે, જેથી ઠંડી કારનું તાપમાન ઓર ઘટાડે છે, જેથી કારમાં બેસતાં પહેલાં હીટિંગનો ઉપયોગ કરવો પડે છે, જ્યારે અન્ય કારોમાં આર્મચેર હોય છે. ઓછું શાનદાર લક્ઝુરિયસ મોડલ હજી પણ તેમને પસંદ નથી. એનો એ અર્થ થયો કે શિયાળામાં તમે ફ્રોઝન આર્મચેર અને ઉનાળામાં તમને દઝાડતી સીટ પર બેસો છો જે તમને સૂર્યની ગરમીમાં કાર ચાલુ થયા પછી બેસવાની હિંમત કરો છો.
જ્યારે તમે પહેલી વાર કાર ખરીદો છો તો નવા લેધરની સીટ બહુ કડક હોય છે. ત્વચાને નરમ અને સુંવાળું તેમ જ આરામદાયક બનાવવામાં કેટલાય મહિનાઓ લાગે છે. ત્યાં સુધી એ ઓઇલ અને પરસેવો શોષી લે છે કે એને રસાયણોથી સાફ કરવાની જરૂર પડે છે અને એ ફરીથી કડક બની જાય છે. એ નિશ્ચિતરૂપે કપડા જેટલું મુલાયમ કે લેધર જેવું કડક રહેતું નથી.
લેધર બહુ ભારે હોય છે અને ગાડીના વજનમાં વધારો કરે છે. જો તમને પર્ફોર્મન્સ કાર ઇચ્છો છો- અને મને લાગે છે કે શ્રીમંત લોકો કાર તેજ ચલાવવાના શોખીન હોય છે- જેથી આ વધુ વજનની તમારે જરૂર નથી. કારોમાં ઉપયોગમાં લેવાતા લેધર મોટા ભાગે સારી ગુણવત્તાના નથી હોતા. એમાં બહુ ઓછા નેચરલ ગ્રેન હોય છે. વળી, જે રીતે સારવાર કરવામાં આવી હોય છે એનાથી ગાયનું મૂળ ચામડું તહસનહસ થઈ ગયું હોય છે અને એને ડાઘમુક્ત કરવા માટે ટેનરને ત્વચાની નીચે લગાવવું પડે છે. ચામડાની ગુણવત્તા જુદી-જુદી હોય છે, એ પ્રત્યેક ઓટોઉત્પાદક પર નિર્ભર કરે છે કે એ કયા સ્રોતનો ઉપયોગ કરે છે, જેથી એ કેટલું ટકાઉ છે.
લેધર એ બહુ લપસણું હોય છે, જ્યારે તમે અચાનક કારનો વળાંક લો કે રેડ સિગ્નલ પર કાર ઊભી રાખો ત્યારે તમે આગળ સરકી જાઓ છો, પણ ફેબ્રિકની પકડ સારી હોય છે, જેમાં તમે સરકતા નથી.
લેધરની ચામડી જેમ દેખાય છે (જો તમે મૃત ત્વચાને જોઈ હોય તો), કેમ કે એ વિનાઇલથી બન્યું છે અને એમાં છિદ્રો નથી હોતાં, જેથી મસાલેદાર ભોજન અથવા લિક્વિડને સરળતાથી લૂછી કાઢી શકાય છે. એનાથી મોંઘાં અને હાનિકારક રસાયણોનો ઉપયોગ કર્યા વિના સાફ અને સુઘડ દેખાવ સરળ થઈ જાય છે. મર્સિડિઝ બેન્ઝ અને BMWએ અશુદ્ધ લેધરનો સારી રીતે વિકાસ કર્યો છે, જે અસલી લેધરથી અલગ તારવવું મુશ્કેલ છે. અલકેન્ટારા- જે એક લક્ઝરી વાહનોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. એક પ્રકારનો અલ્ટ્રાસાઉન્ડ છે, જે પોલિયેસ્ટરથી બનેલો છે. નિસાનની લક્ઝરી રેન્જમાં સોફીલેઝ નામના સોફ્ટ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લેધર કરતાં સારું છે.
દુઃખનું કારણ જુઓ. જે ગાયો અને વાછરડાંઓને કારોની સીટ માટે મારીને નાખી દેવામાં આવે છે એને ગરમ બ્રાન્ડિંગ લોખંડ સાથે ચહેરા પર બ્રાન્ડેડ કરવામાં આવે છે. યુ ટ્યૂબમાં PETAનો વિડિયો જુઓ- બ્રાઝિલના ખેતરમાં શું થઈ રહ્યું છે- કાર સીટ કવરના મુખ્ય સપ્લાયર્સ. આ વિડિયોમાં કામદારોના ચહેરા અને ઇલેક્ટ્રોશોકિંગ પર વાછરડાની બ્રાન્ડિંગ કરતાં બતાવવામાં આવ્યું છે અને ગાયો અને બળદોને માર મારતાં દર્શાવવામાં આવ્યું છે. તેમના ગળાં કાપવામાં આવે છે અને તેઓ હજી જીવિત હોય અને કણસતાં હોય ત્યારે જ તેમની ચામડી ઊતરડી લેવામાં આવે છે. શ્રીમંતો માટે એક નવું પ્રાણીનો પ્રવેશ થયો છે, જે ઘેટાનું બચ્ચું છે. શું આ દર્દ એક જેગુઆર, ટોયોટા, વોક્સવેગન અને વોલ્વોમાં તમારી નીચે આરામ કરવા માટે છે?
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)
