અંબાજી– પાસ કન્વીનર હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પત્યાંના બીજા દિવસે અંબાજી દર્શન કરવા ગયા હતાં. અંબાજીમાં મા અંબાના દર્શન કરીને તેમણે ગુજરાતમાં પરિવર્તન માટે પ્રાર્થના કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી એક્ઝિટ પોલ સાચાં પડ્યાં નથી. સાથે ઈવીએમ પર પણ આંગળી ચીંધી હતી.હાર્દિક પટેલે કહ્યું હતું કે અહંકારીઓ અને ઘમંડીઓ હારશે, યુવાનો અને સારા લોકોની સરકાર આવશે. ફરીથી જો ભાજપ જીતશે તો ગુજરાતભરમાં ગામડે ગામડે ફરીશ. અત્યાર સુધીમાં એક્ઝિટ પોલ એક જ વખત સાચો પડ્યો છે. હવે એક્ઝિટ પોલ પર ભરોસો ન કરાય અને છેલ્લે ઈવીએમ વીવીપેટ પર આંગળી ચીંધી હતી.સવારે હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે સત્યની જીત થશે. (અહેવાલ અને તસ્વીર- ચિરાગ અગ્રવાલ)