Syed Mushtaq Ali Trophy: શમીના જોરદાર પ્રદર્શનને કારણે બંગાળ જીત્યું

બેંગલુરુ: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની પ્રથમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પશ્ચિમ બંગાળે ચંદીગઢને 3 રનેહરાવ્યું છે. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. બંગાળ તરફથી છેલ્લી ઓવર સયાન ઘોષે ફેંકી હતી. તેની આ ઓવર ગેમ ચેન્જર સાબિત થઈ. બંગાળ માટે મોહમ્મદ શમીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગ બાદ તેણે બોલિંગમાં પણ તાકાત બતાવી.પ્રથમ બેટિંગ કરતા બંગાળે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચંદીગઢની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન જ બનાવી શકી હતી. તેના માટે રાજ બાવાએ સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. 20 બોલનો સામનો કરીને તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પ્રદીપ યાદવે 19 બોલનો સામનો કરીને 27 રન બનાવ્યા હતા. કેપ્ટન મનન વોહરાએ 23 રનની ઇનિંગ રમી હતી. અંતમાં સંદીપ શર્મા અને નિશંક બિરલા અણનમ રહ્યા હતા.પ્રથમ બેટિંગ કરતા બંગાળે 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. આ દરમિયાન મોહમ્મદ શમીએ ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 બોલનો સામનો કર્યો અને અણનમ 32 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બંગાળ માટે કરણ લાલાએ પણ સારી ઇનિંગ રમી હતી. બંગાળ તરફથી શમીએ અણનમ 32 રન બનાવ્યા હતા. આ પછી તેણે બોલિંગમાં પણ શાનદાર ટેલેન્ટ બતાવ્યું. તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.