દત્તોપંત ઠંગડીની જન્મ જયંતિ નિમિત્તે સ્વદેશી સ્વાવલંબન દિવસની ઉજવણી
અમદાવાદ: આર.એસ.એસ.ના પ્રચારક દત્તોપંત ઠેંગડી સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘ, અને ભારતીય મજદૂર સંઘના સ્થાપક હતા. તેમની સ્મૃતિમાં સ્વદેશી જાગરણ મંચ અને ભારતીય કિસાન સંઘના સંયુક્ત ઉપક્રમે ૧૦મી નવેમ્બર ૨૦૨૪ના રોજ સ્વાવલંબન દિવસ આયોજિત કરવામાં આવ્યો છે. જે ગાંધીનગર સ્થિત બલરામ ભવન ખાતે યોજાવાનો છે.દત્તોપંત ઠેંગડીના વારસાને સ્વદેશી મૂલ્યો, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવના ઝળહળતા ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત હર્ષદભાઈ પટેલ, વિવેકભાઈ કાપડિયા, હાર્દિકભાઈ વાચ્છાણી, કૌશિકભાઈ સપોવડિયા અને ઘનશ્યામભાઈ પટેલ એ દીપ પ્રાગટ્ય કરી કરી હતી. મંચ સંચાલન ગુંજનભાઈ બુચ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા સ્વદેશી જાગરણના પૂર્વ સંયોજક વિવેક ભાઈ કાપડિયા એ દત્તોપંત ઠેંગડીના જીવન અને સ્વાવલંબન ઉપર ખૂબ જ રસપ્રદ માહિતી આપી. R.S.S. ગાંધીનગરના પૂર્વ જિલ્લા સંઘ ચાલક હર્ષદ ભાઈએ દત્તોપંત ઠેંગડીના જીવન મૂલ્યો વિશે વાત કરી. સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત સમન્વ્યક હાર્દિકભાઈ વાચ્છાણી એ સ્વાવલંબન અને સ્વાવલંબન કેન્દ્ર અંગે માહિતી આપી.કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વાવલંબી ભારત અભિયાન, ગુજરાત પ્રદેશ સંરક્ષક ડો .મયુરભાઈ જોષીના માર્ગદર્શનમાં સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગરના સહ સંયોજક જાગૃતભાઈ દવે, સમન્વયક ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને જૈમિન ભાઈ વૈદ્યએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમને સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરીને સ્વદેશી જાગરણ મંચ અખિલ ભારતીય ટીમ દ્વારા સમગ્ર દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દેશભરના 500થી વધુ જિલ્લાઓમાંથી અને વિશ્વના ૧૮ દેશોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ (સ્થાપક – આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન), શ્રી વી. ભગૈયાજી (ઓલ ઈન્ડિયા એક્ઝિક્યુટિવ મેમ્બર, આરએસએસ), અને ડૉ. ચિન્મય પંડ્યા (વાઈસ ચાન્સેલર, દેવ સંસ્કૃતિ વિદ્યાલય, હરિદ્વાર) જેવા નામાંકિત વક્તાઓએ સ્વદેશી વિષય પર માર્ગદર્શન આપ્યું. માનનીય આર. સુંદરમજી (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ), ડૉ. ભગવતી પ્રસાદ શર્મા (અખિલ ભારતીય સંયોજક, સ્વાવલંબી ભારત અભિયાન) અને કાશ્મીરીલાલ (અખિલ ભારતીય સંયોજક, સ્વદેશી જાગરણ મંચ) આ સમારોહમાં હાજર હતા.