રિદ્ધિ ઘરનું કામ પરવારી ઓફિસ જવા માટે સ્કુટરની ચાવી શોધી રહી હતી. એટલામાં એના સાસુ લલિતાબહેન અને પાડોશી જયાબહેન ઘરમાં પ્રવેશ્યા. રિદ્ધિ ચાવી લઈને ઉતાવળે સાસુને બાય કહીને નીકળી ગઈ. આ જોઈ જયાબહેન તરત બોલ્યા, અલી લલિતા, તારી વહુ પર તો તારો જરાય કંટ્રોલ નથી. હજુ પૈણીને આવે છ મહિના પણ નથી થયા, અને આ કેવા ફાટેલા કપડા પહેરીને ઓફિસ હાલી નીકળે છે? તું એને કશુ કહેતી નથી? લલિતાબહેન જરા હસીને બોલ્યા, તારી પંચાત કરવાની આદત ક્યારે જશે? કાલે પણ તું તારી બાજુમાં રહેતા સરલાબહેનની દીકરી નિધિના વસ્ત્રોની ટીકા કરતી હતી અને આજે મારી વહુ હાથમાં આવી, સુધરી જા..મર્યાદા કપડામાં નહીં આંખોમાં હોવી જોઈએ સમજી? જયાબહેન મોં મચકોડી ઘરે જવા નીકળ્યા.
પણ અહીં સવાલ તો એ જ છે કે શું સાડી પહેરતી કે પછી ડ્રેસ પહેરતી કે હંમેશા ટ્રેડિશનલ વસ્ત્રો પહેરતી સ્ત્રી જ સંસ્કારી કહેવાય? કેમ વારંવાર મહિલાને એના પરિધાનથી જજ કરવામાં આવે છે? ઘર હોય કે ઓફિસ, સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક, તહેવાર હોય કે પ્રવાસ દરેક જગ્યાએ મહિલાના વસ્ત્રોને લઈને એની ઇમેજનો દાયરો નક્કી કરી દેવામાં આવે છે. શું આ યોગ્ય છે?
અમદાવાદના પોશ ગણાતા વિસ્તારમાં રહેતા 70 વર્ષિય અનિકેતભાઈ (નામ બદલ્યું છે)શાહ પોતાની એસી કેબિનમાં બેઠા બેઠા એમને મળવા આવેલા મિત્રો સમક્ષ પોતાની આસપાસ પીજી(પેઈન્ગ ગેસ્ટ) તરીકે રહેતી કોલેજીયન યુવતીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. એમ કહી શકાય કે પોતાની વિકૃત માનસિક્તાને મિત્રો સમક્ષ ખુલ્લી મુકી રહ્યા હતા. હસતા હસતા અનિકેતભાઈએ કહ્યું કે અમારી આસપાસ તો સવાર પડે ત્યારથી અડધા વસ્ત્રો પહેરેલી યુવતીઓ આંટા મારતી જોવા મળે, કેપ્રીના નામે તો સાવ શોર્ટી પહેરે છે. મા-બાપને થતું હશે કે શહેરમાં અમારી દીકરી કમાતી કે અભ્યાસ કરતી હશે. પરંતુ અહીં તો આવા ટૂંકા કપડા પહેરીને યુવાનોને આમંત્રણ આપે છે. અનિકેતભાઈની આ વાતથી અમુક લોકો સહમત થશે અને અન્યનેને ગુસ્સો પણ આવશે. કારણ કે માત્ર વસ્ત્રોના આધારે મહિલાનું ચારિત્ર કોઈ કેવી રીતે નક્કી કરી શકે?
વસ્ત્રોની પસંદગી એ મહિલાની સ્વતંત્રતા
વસ્ત્રોના મામલે આપણે ત્યાં વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. મુંબઇની સરકારી કચેરીઓથી લઇને મંદિરમાં પણ મહિલાને કેવા પરિધાન પહેરવા એના માટે બોર્ડ લટકાવવામાં આવ્યા છે.
મહિલાના અધિકારો પર સીધો પ્રહાર
મહિલાઓના વસ્ત્રો પર ટિપ્પણીઓ કરવી એ સમાજમાં એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા છે. આ પ્રકારની ટિપ્પણીઓ વ્યક્તિગત સ્વાતંત્ર્ય, શારીરિક સ્વાધીનતા અને
મહિલાના કપડાંને એની નૈતિકતા સાથે જોડવામાં આવે છે
સમાજમાં મહિલાઓ માટે “યોગ્ય” કપડાં અને વર્તનની નિર્ધારિત રૂપરેખા છે. જો કોઈ મહિલા આ ધારણોને ઓળંગે છે, તો એમને વ્યંગ, ટીકા-ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. તો વળી ઘણી વાર મહિલાના કપડાંને એમની નૈતિકતા સાથે જોડવામાં આવે છે.
મહિલાઓના કપડાં અંગેની ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર વધુ ખુલ્લી રીતે જોવા મળે છે, જ્યાં ટ્રોલિંગ અને ઓનલાઈન શેમિંગથી એમને હેરાન કરવામાં આવે છે. કોઈ સ્ત્રીના કપડાને લક્ષ્ય બનાવીને કરવામાં આવતી ટિપ્પણીઓ સામે કાનૂની પગલાં લેવામાં આડંબર થાય છે અથવા જાગૃતિની ઉણપ હોય છે. આ સમસ્યા માટે સભાનતા સમાજમાં લોકોના અભિગમમાં પરિવર્તન લાવવા માટે શૈક્ષણિક અને નીતિગત અભિગમ પણ જરૂરી છે.
હેતલ રાવ