ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક (CPI) 2024 રેન્કિંગ જાહેર કર્યું. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક વિશ્વભરના સૌથી ભ્રષ્ટ અને સૌથી પ્રામાણિક દેશોને ક્રમ આપે છે. આ યાદી બહાર પાડવા માટે, CPI જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કથિત સ્તરના આધારે 180 દેશો અને પ્રદેશોને ક્રમ આપે છે. દેશોને 0થી 100ના સ્કેલ પર ગુણ આપવામાં આવે છે, જેમાં સૌથી વધુ ગુણ ધરાવતા દેશને સૌથી ઓછા ભ્રષ્ટાચારવાળો જાહેર કરવામાં આવે છે, જ્યારે સૌથી ઓછા ગુણ ધરાવતા દેશને સૌથી ભ્રષ્ટ જાહેર કરવામાં આવે છે. આ રિપોર્ટ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ બર્લિન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
CPI રિપોર્ટ મુજબ, વૈશ્વિક ભ્રષ્ટાચારનું સ્તર ચિંતાજનક રીતે ઊંચું બની રહેલું છે. બે તૃતીયાંશથી વધુ દેશો 100માંથી 50થી ઓછા સ્કોર કરે છે. આશરે 6.8 અબજ લોકો એવા દેશોમાં રહે છે જ્યાં 50થી ઓછો CPI સ્કોર છે, જે વિશ્વની કુલ વસ્તીના 85 ટકા જેટલો છે.
આ વખતે 2024માં ડેનમાર્કને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભ્રષ્ટ દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એ પછી ફિનલેન્ડ અને ન્યુઝીલેન્ડનો ક્રમ આવે છે. એનાથી વિપરીત, સોમાલિયા સૌથી વધુ ભ્રષ્ટ રહે છે, વેનેઝુએલા અને સીરિયા પણ સૌથી નીચા ક્રમે છે. આ રેન્કિંગ લાંચ અને ઉચાપત સહિતના વિવિધ પરિબળોના આધારે જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની ધારણાને પ્રતિબિંબિત કરે છે.
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે 180 દેશનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. જેમાં ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. 2024ની યાદીમાં એ ત્રીજા સ્થાનને હતું જે ઘટીને 96મા નંબર પર આવી ગયું છે.
આજે એવા દશ દેશો વિશે જાણીશું જે સૌથી ઓછા ભ્રષ્ટ દેશો છે.
ડેનમાર્કે
યુરોપના ઉત્તર ભાગમાં સ્થિત દેશ ડેનમાર્ક વિશ્વનો સૌથી ઓછો ભ્રષ્ટ છે, જેનો ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક (CPI) 90 છે. આ રેન્કિંગ ડેનમાર્કની પારદર્શિતા, જવાબદારી અને તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વિરોધી પગલાં પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અહીંની શાસન પ્રણાલી અત્યંત પારદર્શક છે. સરકાર તમામ નીતિઓ માટે જનતાનો પ્રતિસાદ લે છે અને નાગરિકોને એમના અધિકારો વિશે જાગૃત બનાવે છે. સરકારી અધિકારીઓ પર મજબૂત દેખરેખ રાખવામાં આવે છે, અને રાજકીય પ્રણાલી પણ ક્લીન છે. આ કારણે લોકો પણ ભ્રષ્ટાચાર પ્રત્યે અસમર્થનશીલ છે, જે સમાજમાં ન્યાય અને સમાનતાનું માળખું ઊભું કરે છે.
ફિનલેન્ડ
88ના CPI સ્કોર સાથે ફિનલેન્ડ ડેનમાર્ક પછી બીજા ક્રમે સૌથી ઓછો ભ્રષ્ટ દેશ છે. ફિનલેન્ડનું અસરકારક જાહેર ક્ષેત્રનું સંચાલન અને કડક ભ્રષ્ટાચાર વિરોધી કાયદા ઓછા ભ્રષ્ટાચાર માટે એની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે. ફિનિશ સરકાર સક્રિયપણે પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે, જે જાહેર વિશ્વાસ જાળવવા માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ફિનલેન્ડમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાને મોટી પ્રાથમિકતા અપાય છે. અહીંની સરકાર મજબૂત આચારસંહિતાને અનુસરે છે, જેના કારણે અધિકારીઓ અને રાજકીય નેતાઓ કોઈપણ અનૈતિક પ્રવૃત્તિઓમાં ફસાતા નથી. નાગરિકો ઉચ્ચ શિક્ષિત છે અને એમની પાસે સરકાર સામે અવાજ ઉઠાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, જેના કારણે ભ્રષ્ટાચારની તકો ઘટે છે.
સિંગાપોર
સિંગાપોરનો CPI સ્કોર 84 છે, એને કરપ્ટ પ્રેક્ટિસ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (CPIB) દ્વારા કડક અમલીકરણનો લાભ મળે છે. શહેર-રાજ્યનું મજબૂત કાનૂની માળખું અને કડક ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ ભ્રષ્ટાચારને અસરકારક રીતે અટકાવે છે. ઉપરાંત આ દેશ એશિયાના સૌથી ઝડપી વિકસતા દેશોમાંથી એક છે, અને એનું શાસન મોડેલ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) નીતિ છે, કોઈપણ અધિકારી અથવા નેતા ભ્રષ્ટાચારમાં સંડોવાય તો એના પર તરત જ કડક કાર્યવાહી થાય છે. મજબૂત કાયદા અને પારદર્શક વહીવટને કારણે ભ્રષ્ટાચાર માટે સ્થાન નથી.
ન્યુઝીલેન્ડ
83ના CPI સ્કોર સાથે સૌથી ઓછા ભ્રષ્ટ દેશોમાં સતત ક્રમાંકિત છે. આ દેશે વિવિધ લાંચ વિરોધી અને મની લોન્ડરિંગ વિરોધી કાયદાઓ ઘડ્યા છે, જે શાસનમાં નૈતિક ધોરણો જાળવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ન્યુઝીલેન્ડમાં નાગરિકો અને સરકાર વચ્ચે મજબૂત વિશ્વાસ છે. અહીંની રાજકીય પ્રણાલી ખૂબ જ સ્વચ્છ અને લોકશાહી પદ્ધતિઓથી ભરપૂર છે. પત્રકારત્વ અને ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર છે, જેના કારણે ભ્રષ્ટાચાર છુપાવવાની શક્યતાઓ ઓછી રહે છે. સરકાર નાગરિકોના હિત માટે જવાબદાર છે અને કોઈપણ નીતિ માટે ખૂલ્લી ચર્ચા થાય છે.
નોર્વે
નોર્વે એક ઉત્કૃષ્ટ માનવ વિકાસ ધરાવતો દેશ છે, જેને 81 પોઈન્ટ મેળવ્યા છે. એ એના જાહેર ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરની પારદર્શિતા અને પ્રામાણિકતા માટે જાણીતું છે. દેશનું મજબૂત કાનૂની માળખું અને સ્વતંત્ર ન્યાયતંત્ર ભ્રષ્ટાચાર સામે અસરકારક રીતે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યાં સરકાર અને નાગરિકો વચ્ચે મજબૂત સંબંધ છે. અહીં લોકો ઉચ્ચ કર (Tax) ચૂકવે છે, પરંતુ એના વળતર રૂપે સરકાર તમામ નાગરિકોને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. કાયદાઓ અને નીતિઓ અત્યંત પારદર્શક છે, જે ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટાડી દે છે.
લક્ઝમબર્ગ
લક્ઝમબર્ગે પણ 81 સ્કોર કર્યો છે. લક્ઝમબર્ગ એક નાનો પરંતુ સમૃદ્ધ દેશ છે, અને એની નાણાકીય વ્યવસ્થા મજબૂત અને પારદર્શક છે. અહીં કડક નાણાકીય કાયદાઓ અને વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલી વહીવટી પદ્ધતિઓ અમલમાં છે. દેશના નાગરિકો અને ઉદ્યોગો માટે સમાન કાયદા છે, જેના કારણે ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટી જાય છે.
આ બધા દેશોમાં ભ્રષ્ટાચાર ઓછો હોવા પાછળ મુખ્ય કારણો મજબૂત ન્યાય પ્રણાલી, પારદર્શક શાસન, નાગરિકોની જાગૃતિ અને મજબૂત કાયદા છે.
સ્વિટ્ઝર્લૅન્ડ
સ્વિટ્ઝર્લૅન્ડેપણ 81 પોઈન્ટ મેળવ્યા છે, અને એ એના અસરકારક શાસન અને વ્યવસાય અને રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ન્યૂનતમ ભ્રષ્ટાચાર માટે જાણીતું છે. દેશની સ્વતંત્ર ન્યાયતંત્ર ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ લાગુ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલુ જ નહીં સ્વિટ્ઝર્લેન્ડ વિશ્વભરમાં પોતાની મજબૂત બેંકિંગ સિસ્ટમ અને ન્યાયવ્યવસ્થાના કારણે ઓળખાય છે. અહીં પ્રજાને સરકારની નીતિઓમાં સીધો ભાગ લેવા દેવામાં આવે છે અને ઘણા નિર્ણયો માટે જનમત લેવામાં આવે છે. આ કારણે લોકો સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે.
સ્વીડન
સ્વીડને 80 પોઇન્ટ મેળવ્યા, વ્યાપક ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને પારદર્શિતાની સંસ્કૃતિ દ્વારા એના જાહેર ક્ષેત્રને સ્વચ્છ રાખ્યું. સ્વીડિશ સરકાર નૈતિક શાસન પર ભાર મૂકે છે, જેના કારણે ભ્રષ્ટાચારની ધારણા ઓછી થાય છે. સ્વીડન શિક્ષણ, આરોગ્ય અને માનવ અધિકાર ક્ષેત્રે અગ્રેસર છે. સરકાર તમામ નાગરિકો માટે સમાન નીતિઓ અમલમાં મૂકે છે અને કાયદાઓ શિષ્ટાચાર પર આધારિત છે. જો ક્યાંય ભ્રષ્ટાચાર થાય, તો તે સામે તુરંત કાર્યવાહી થાય છે.
નેધરલેન્ડ
નેધરલેન્ડનો CPI સ્કોર 78 છે, જે શાસન અને જાહેર વહીવટમાં એના મજબૂત પાયાને દર્શાવે છે. આ દેશ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં પારદર્શિતા અને ઉચ્ચ નૈતિક ધોરણો માટે જાણીતો છે. નેધરલેન્ડ યુરોપના સૌથી મહત્વના વેપારી કેન્દ્રો પૈકી પણ એક છે. અહીં પારદર્શક શાસન પદ્ધતિ અને પ્રજાની ભાગીદારી એ મુખ્ય મુદ્દાઓ છે. નાગરિકો પોતાના અધિકારો માટે જાગૃત છે અને કોઈપણ ભ્રષ્ટાચાર સામે વાંધો ઉઠાવે છે
ઓસ્ટ્રેલિયા
77 CPI સ્કોર સાથે, ઓસ્ટ્રેલિયા કડક નિયમો અને અસરકારક અમલીકરણ પદ્ધતિઓ દ્વારા ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓસ્ટ્રેલિયામાં Australian Commission for Law Enforcement Integrity (ACLEI) અને Australian Federal Police (AFP) જેવી સંસ્થાઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે, તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદાનું કડક પાલન કરવામાં આવે છે. નાગરિકો પણ ભ્રષ્ટાચાર સામે સજાગ છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે હેલ્પલાઇન અને ઓનલાઈન પોર્ટલ દ્વારા ફરિયાદો નોંધાવી શકે છે. દેશમાં e-Governance અને ડિજિટલ સિસ્ટમોનો વ્યાપક ઉપયોગ થવાને કારણે કાયદેસર પ્રક્રિયાઓ વધુ પારદર્શક અને અસરકારક બને છે.
ભ્રષ્ટાચારમાં ભારતનું સ્થાન
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સમાં ભારત 180 દેશોમાંથી 93મા ક્રમે છે, જે ગયા વર્ષના 40થી નીચે 39ના સ્કોર સાથે છે. ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો છતાં, રાજકીય સમર્થન, અમલદારશાહી અયોગ્યતા અને જવાબદારીના મુદ્દાઓ જેવા પડકારો યથાવત છે. ભારતનો સ્કોર 43ની વૈશ્વિક સરેરાશથી નીચે છે, જે નોંધપાત્ર શાસન સંઘર્ષને દર્શાવે છે.
હેતલ રાવ
