દક્ષિણ કોરિયા: રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ઓફિસ પર પોલીસે દરોડા પાડ્યાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા 9મી ડિસેમ્બરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દેશના ન્યાય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ યૂનને માર્શલ લો જાહેર કરવા બદલ તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. જેના કારણે તેમને વિદેશ પ્રવાસ કે દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.દક્ષિણ કોરિયાની સ્થાનિક સમાચાર એજન્સી યોનહાપના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિની ઓફિસમાં દરોડાનો હેતુ માર્શલ લો જાહેર કરવામાં યુન સુક યેઓલની ભૂમિકા નક્કી કરવાનો છે. જો તેમનો નિર્ણય બળવા સમાન સાબિત થશે તો આ ગુનામાં તેમને મૃત્યુ દંડની પણ થઈ શકે છે. દક્ષિણ કોરિયા પોલીસના વિશેષ તપાસ એકમે રાષ્ટ્રપતિ કાર્યાલય અને અન્ય એજન્સીઓ સાથે મળીને આ દરોડા પાડ્યા હતા.