મુંબઈ: ફેનવ્યુ વર્લ્ડ એઆઈ ક્રિએટર એવોર્ડ્સે તેની પ્રથમ મિસ એઆઈ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધાના વિજેતાની પસંદગી કરી છે. મોરોક્કોની કેન્ઝા લાયલી આ એવોર્ડની વિજેતા બની છે. કેન્ઝાએ કુલ 1,500 કમ્પ્યુટર જનરેટેડ મહિલાઓને હરાવીને આ તાજ જીત્યો છે. કેન્ઝા લાયલીને કાસાબ્લાન્કાની 40 વર્ષીય મરિયમ બેસાએ બનાવી હતી.
કોણ છે કેન્ઝા લાયલી?
કેન્ઝા લાયલી, એ કમ્પ્યુટર જનરેટેડ મોરોક્કન ઈન્ફ્લુએન્સર છે. તેને ફેનવ્યુ વર્લ્ડ એઆઈ ક્રિએટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય તેને 20,000 ડોલર એટલે કે 16 લાખનું રોકડ ઇનામ પણ મળ્યું હતું. ‘ધ મેલ’ સાથે વાત કરતી વખતે જજે કહ્યું કે તેઓ કેન્ઝાની અદ્યતન ટેક્નોલોજી અને આકર્ષક વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થયા છે. આ પુરસ્કાર સ્વીકારતા કિન્ઝાના નિર્માતાએ કહ્યું,’મિસ AI એવોર્ડ જીતવાથી મને AI ટેક્નોલોજીને આગળ વધારવામાં મારું કામ ચાલુ રાખવા માટે વધુ પ્રેરણા મળી છે.
કેન્ઝા 7 ભાષાઓ બોલી શકે છે
અદ્યતન ટેકનોલોજીથી ભરપૂર કેન્ઝાના Instagram પર લગભગ 190,000 ફોલોઅર્સ છે. તે 7 ભાષાઓ બોલી શકે છે અને તેના ચાહકોને રીઅલ ટાઇમમાં જવાબ આપવા દે છે. તેની જીતની ઉજવણી કરવા માટે કેન્ઝાના નિર્માતાએ AI જનરેટેડ સ્વીકૃતિ વીડિયો પણ બહાર પાડ્યો છે.કેન્ઝા વિડિયોમાં કહે છે ‘એઆઈ સર્જકોનો આભાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સકારાત્મક અસરની હિમાયત કરવાની આ તક માટે હું ખૂબ જ આભારી છું.’
ઝરા શતાવરી ભારતની હતી
ભારતની AI જનરેટેડ મોડલ ઝરા શતવારીએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે સ્પર્ધામાં ટોપ 10 ફાઇનલિસ્ટની યાદીમાં સ્થાન બનાવવામાં સફળ રહી હતી. ઝારાને ભારતીય મોબાઇલ એડવર્ટાઇઝિંગ એજન્સીના સહ-સ્થાપક રાહુલ ચૌધરીએ બનાવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 7,500 થી વધુ ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે મિસ એઆઈનો ઉદ્દેશ્ય ટેકનિકલ કૌશલ્ય પ્રદર્શિત કરવાનો અને વિશ્વભરના ડિજિટલ પ્રભાવકોની પાછળ કામ કરવાનો છે.