સહેવાગે પત્નીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી, છૂટાછેડાની અફવા તેજ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ લગ્નના 20 વર્ષ પછી પત્ની આરતી અહલાવતથી છૂટાછેડા લે એવી શક્યતા છે. તેઓ બંને જણ છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ-અલગ રહી રહ્યાં છે. હવે બંનેએ એકમેકને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. જેથી તેમની છૂટાછેડાની અફવાને બળ મળ્યું છે. તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલ છે.

વીરેન્દ્ર સહેવાગે પરિવારનો છેલ્લો ફોટો દિવાળી 2024એ પોસ્ટ કર્યો હતો. એ ફોટોમાં સહેવાગ સિવાય તેમનો દીકરો અને મા દેખાય છે, પરંતુ પત્ની આરતી અહલાવત નહોતી દેખાતી. લાંબા સમયથી અટકળો ચાલી રહી છે કે આ કપલની ભાગીદારી હવે તૂટવાના આરે છે.

સહેવાગે પણ આ મામલે મૌન ધારણ કર્યું છે. એવામાં આરતી અને સહેવાગના અલગ થવાની અફવાઓને વધુ બળ મળ્યું છે. બે અઠવાડિયા પહેલાં સહેવાગ પલક્કડમાં વિશ્વ નાગયક્ષી મંદિર ગયો હતો. એની તસવીરો તેને સોશિયલ મિડિયા પર શેર કરી હતી, તેમાં પણ આરતી ક્યાંય નહોતી. આનાથી પણ તેમના સંબંધોમાં આવેલી તિરાડો વિશે સંકેત મળે છે.

નવી દિલ્હીની રહેવાસી આરતી અહલાવતે વધુપડતો સમય પોતાની ઓળખને એક સામાન્ય વ્યક્તિના રૂપે જ રાખી છે. 16 ડિસેમ્બર 1980એ જન્મેલી આરતીને લેડી ઇરવિન સેકેન્ડરી સ્કૂલ અને ભારતીય વિદ્યા ભવનથી ભણતર મેળવ્યું અને પછી દિલ્હી વિશ્વવિદ્યાલયના મૈત્રેયી કોલેજથી કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કર્યું છો. વર્ષ 2000 આસપાસ સહેવાગ અને તેમની વચ્ચે પ્રેમ ચાલ્યો અને એ પછી બંનેએ 2004માં લગ્ન કર્યાં હતાં.