અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ(SVPI) એરપોર્ટ હવે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ(ACI)માં લેવલ 3 માન્યતામાં અપગ્રેડ થયું છે. SVPI એરપોર્ટને ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા બદલ છેલ્લાં પાંચ વર્ષમાં અનેકવિધ ASQ એવોર્ડ એનાયત થયા છે. ઑક્ટોબર 2022માં SVPIAને આપવામાં આવેલ લેવલ 2માંથી હવે લેવલ 3માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે.એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ એક્રેડિટેશન એ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા ગ્રાહકોના અનુભવ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા વિકસાવવામાં આવેલી બહુસ્તરીય માન્યતા ધરાવતો કાર્યક્રમ છે. લેવલ 3નો દરજ્જો એરપોર્ટ કલ્ચર, ગવર્નન્સ, ઓપરેશનલ ઇમ્પ્રૂવમેન્ટ, મેઝરમેન્ટ, ગ્રાહક વ્યૂહરચના જેવા પરિમાણોના આધારે આપવામાં આવે છે.