શું આત્મહત્યા યોગ્ય છે?

કેટલીકવાર, જીવન લોકોને એવી ભયંકર પરિસ્થિતિઓમાં નાંખી દે છે કે તે ક્ષણે, તેઓને લાગે છે કે જીવનમાં તેઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેના કરતાં મૃત્યુ ચોક્કસપણે સારું છે. પરંતુ જો તમે આને મંજૂરી આપો છો, તો પછી થોડીક મુશ્કેલીઓ માટે કે જે કઈનો સામનો કરે છે, તેઓ વિચારે છે કે તે સૌથી મુશ્કેલ પરિસ્થિતિ છે અને તેઓ બસ જતા રહેવા ઇચ્છે છે. તેથી તેને મંજૂરી આપવી એ કોઈ વિકલ્પ નથી, કારણ કે જો તમે તે મંજૂરીને સામાજિક રચનામાં અને સામાજિક માનસિકતામાં લાવશો, તો તમે જોશો કે ઘણા બધા લોકો પોતાને મારી નાખવાનું શરૂ કરશે. દરેક વખતે થોડી મુશ્કેલી આવી અને તેઓ પોતાને મારી નાખશે.

તમે જીવન બનાવ્યું નથી, તેથી તમારે તેનો નાશ કરવાનો કોઈ અધિકાર નથી – પછી ભલે તે તમારું હોય અથવા કોઈ બીજાનું હોય. જ્યાં સુધી તમે તેને બનાવવા માટે સમર્થ નથી, ત્યાં સુધી તમારે તેનો નાશ કરવો જોઈએ નહીં. તે આટલું સરળ છે. જીવનની પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે, કેટલીક ઠીક હોય છે, કેટલીક ઠીક નથી હોતી, કેટલીક ભયાનક હોય છે, પરંતુ તે તમને જીવનનો નાશ કરવાનો અધિકાર આપતી નથી કારણ કે તમે બધા કોઈ પણ જીવન બનાવવા માટે અસમર્થ છો.

દરેકનું જીવન તેમના માટે કિંમતી છે; જે સ્વાભાવિક છે. જો કોઈ પરિસ્થિતીથી આગળ નીકળી ગયું હોય અને જો તે હજી જીવે છે અને છત્તા પોતાનો જીવ લેવાનો પ્રયાસ કરે છે, તો હું તેને સંપૂર્ણપણે ના કહીશ. પરંતુ જો તે થઈ ગયું છે, તો તેમના નિર્ણયનો આદર કરો અને તેને ત્યાં છોડી દો. પોતાની પાસેની સૌથી કિંમતી વસ્તુ હોવા છતાં, જો કોઈએ પોતાનું જીવન લેવાનું કઠોર પગલું ભર્યું હોય, તો તે તમને અને મને કેટલું મૂર્ખમીભર્યું લાગે છે તેનાથી કોઈ ફેર પડતો નથી, તેમના નિર્ણયનો આદર કરો કારણ કે જો તે આ રીતે છે, તો એ એજ રીતે છે.

પરંતુ જો તેઓ જીવંત છે, તો તમારે 100 ટકા ના કહેવું જોઈએ કારણ કે તમારી પાસે આવો કોઈ હક નથી. અને કર્મના બંધારણની દ્રષ્ટિએ, કોઈ પ્રાણીના આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ, તેનો જવાબ 100 ટકા ના માં જ છે. તેના વિશે કોઈ પ્રશ્ન જ નથી.

તમારે દરેક પરિસ્થિતિમાં ફસાઇ જવાને બદલે મુક્તિ તરફ આગળ વધવાની સંભાવના તરીકે જોવું જોઈએ. જો તમે દરેક પરિસ્થિતિને પગથિયા તરીકે ઉપયોગ કરો છો, તો પછી આપઘાત કરવાનો કોઈ પ્રશ્ન નથી. જો સમાજમાં આધ્યાત્મિક પ્રક્રિયા સક્રિય થઈ જાય, તો માનસિક રીતે વિકૃત લોકોના કિસ્સા સિવાય આત્મહત્યા લગભગ અદૃશ્ય થઈ શકે છે. તેઓ કંઈક કરી શકે છે કારણ કે તેઓ જે કરે છે તે તેમના નિયંત્રણમાં નથી. પરંતુ જો કોઈના જીવનમાં કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા ચાલુ હોય, તો ઘણા ઓછા લોકો સભાનપણે પોતાના જીવનનો નાશ કરવાનું નક્કી કરશે; આ સંપૂર્ણ રીતે દૂર થઈ શકે છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.