પ્રેમ અને એકતા

પ્રશ્ન: શું કોઈ વ્યક્તિને પ્રેમ કરવો અને એ કરતાની સાથે સાથે ભગવાનથી એકતાનો અનુભવ કરવો શક્ય છે? કે આ માત્ર રોમેન્ટિક કલ્પના છે?

સદગુરુ: દરેક માણસોમાં વર્તમાનની તુલનામાં કંઇક વધારે બનવાની ઝંખના હોય છે. જો એકમાત્ર વસ્તુ જે તમે જાણો છો તે વસ્તુ તમારું શરીર છે, તો તે જાતીયતા તરીકે અભિવ્યક્તિ મેળવશે. તમે તમારી જાતિયતાને તમામ પ્રકારના રંગો અને નામો આપી શકો છો, પરંતુ મૂળભૂત રીતે, તમે એવા કંઈ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છો જે તમારો ભાગ ન હોય. જો કોઈને શામેલ કરવાની આ જ ઝંખના ભાવનાત્મક અભિવ્યક્તિ શોધે છે, તો તમે કહો છો કે તમે પ્રેમમાં છો.

શારીરિક સંબંધ ફક્ત ક્ષણિક હોય છે, જ્યારે ભાવનાત્મક સ્તરે, તમે ઇચ્છો તો મહિનાઓ કે વર્ષો સુધી એકતાનો અહેસાસ કરી શકો છો. જો તમે વિદ્યા અને સાહિત્યની ઘણી રોમેન્ટિક કથાઓ પર નજર નાખો, તો આપણે કોઈ એવી વ્યક્તિની સ્તુતિ કરીએ છીએ જે લાંબા સમય માટે ભાવનાત્મક જોડાણ રાખે છે, કારણ કે જ્યારે લોકો પ્રેમમાં હોય છે, ત્યારે તેઓ સુંદર હોય છે. લાગણીઓ એ મોટાભાગના લોકોમાં એક મજબૂત શક્તિ છે – એમાં પણ જેઓ માને છે કે તેઓ બૌદ્ધિક છે.

ચાલો આપણે કહીએ કે એક પુરુષ અને સ્ત્રી ગંભીરતાથી એકબીજા સાથે સંકળાયેલા છે. પરંતુ તે પછી, તેમાંના એકને એક અદભૂત પુસ્તક મળી અચાનક, કાલ્પનિક પાત્રો આ સુંદર સ્ત્રી અથવા તેમની બાજુમાં બેઠેલા માણસ કરતાં વધુ આકર્ષક બની ગયા. એકવાર બુદ્ધિ ચોક્કસ રીતે પ્રજ્વલિત થાય છે, પછી ભાવનાઓ ઠંડા પડે છે. બુદ્ધિ શુષ્ક છે, પરંતુ તેમાં એક અલગ પ્રકારની ચમક છે. તે વિશ્વને પારદર્શક બનાવે છે.

જો તમે તમારી બુદ્ધિનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો, તો તે તમને એવી વસ્તુઓની ચાવી આપશે જેની શક્યતા વિશે તમે ક્યારેય વિચાર્યું ન હોય. ભાવનાઓમાં વધુ સુંદરતા અને રંગ હોય છે. તે ભાવનાઓનો સ્વભાવ છે. તે જ સમયે, તમે જે રીતે વિચારો છો તે તમારી અનુભૂતિની રીત છે. તમે એક રીતે વિચારી શકતા નથી અને બીજી રીતે અનુભવી શકતા નથી.

તો, શું તમારું પ્રેમ સંબંધ તમને બીજા પરિમાણ સ્પર્શ કરાવશે? અનિવાર્યપણે, તે બધું જે તમારો ભાગ નથી એને પોતાનો ભાગ બનાવવાની ઝંખના સુધી ઉતરી જાય છે. તમે તમારા સંવેદનાની સીમામાં જે છે તે “તમે” હોવાનું માનશો.

તેથી, પછી ભલે તે સેક્સ્યુઆલિટી હોય, પ્રેમ સંબંધ, મહત્વાકાંક્ષા, વિજય, આધ્યાત્મિકતા કે ભક્તિ હોય-આવશ્યકપણે, તમે તમારા ભાગ રૂપે કંઈક બીજુ અથવા કોઈ બીજાનો અનુભવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. જો તમે તમારા શરીર દ્વારા કરો છો, તો આપણે તેને કર્મયોગ કહીએ છીએ. જો તમે તમારી બુદ્ધિ દ્વારા કરો છો, તો આપણે તેને જ્ઞાન યોગ કહીએ છીએ. જો તમે તમારી ભાવનાઓ દ્વારા કરો છો, તો આપણે તેને ભક્તિ યોગ કહીએ છીએ. જો તમે તેને તમારી શક્તિ દ્વારા કરો છો, તો આપણે તેને ક્રિયા યોગ કહીએ છીએ. આ એ બધી રીતો છે જેમાં તમે યોગની સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.