તમે અહીં નિર્મળ મને માત્ર બેસો અને તમારી જાતને જુવો, જે તમારા માતા-પિતાએ શીખવ્યું હોય તેને બાજુ પર મૂકો; એ પ્રમાણે તમે મનુષ્ય અને તેમાં પણ પુરુષ કે સ્ત્રીનો ભેદ સમજી શકો છો, જે તમને કોઇની સાથેની તુલના કરીને શીખવવામાં આવ્યું છે. આ બધુ ભૂલી તમે ફક્ત નિર્મળ મને બેસો, ના તમે કોઈના પુત્રી, ના પત્ની કે ના પતિ છો; અને એક ક્ષણ માટે તમારી ઓળખ ભુલવા તૈયાર થાવ, જો આમ કરશો તો, તમે શુદ્ધ ઊર્જાથી છલકાઈ જશો. એ વાત તો સ્પષ્ટ છે કે, દરેક મનુષ્ય માટે આ વિશિષ્ટ અનુભવ છે અને એજ જીવન છે.
આ ઊર્જા તમારા પર શું પ્રભાવ પાડે છે. એ વ્યક્તિગત બાબત છે. તમારા જીવનમાં તમારી માતા, ફિલ્મસ્ટાર કે કોઈ પુસ્તક તમારા પર ઊંડો પ્રભાવ પાડી શકે તેની અનુમતિ તમે આપી છે. આ પ્રભાવ સારો કે પેલો પ્રભાવ સારો છે, હું તેને જજ નથી કરતો. અમુક પ્રભાવો તમને ખુશ અથવા તમને દુ:ખી કરી શકે છે. પણ રાજી કે દુઃખી થવાની ચોક્કસ પ્રકારની મર્યાદા છે. જેના કારણે તમે એક સુંદર જેલમાં કેદ હોવ તેમ અનુભવો છો. જ્યારે તમે તેમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમે જુઓ છો કે તેમાં કેટલી મર્યાદા છે. શક્ય છે તેના કારણે તમે તેમાંથી બહાર આવવા માંગતા નથી અને મર્યાદામાં રહીને અત્યંત ખુશ રહો છો.
હું ઘણા એવા લોકોને જોઉં છું કે જેઓ માત્ર ઢોસા ખાઈને, કૉફી પીને, અડધા તંદ્રામાં રહે છે. તેમના માટે આજ સુખ છે. પણ મર્યાદામાં રહીને ક્યારે તેઓ સંતુષ્ટ થતા નથી. અમુક સમય પછી, આ ઢોસા ખાઈ ખાઈને કંટાળી જાય છે. બસ જીવનનો આ જ કંટાળો માણસને ખાઈ રહ્યો છે.
ગરીબ કરતાં અમીર વધુ પીડાતા હોય છે. કારણ કે જીવનના સુખ તેમને ડંખતા હોય છે. જો તમે કોઈ મર્યાદામાં ફસાઈ ગયા તો, તમે તેમાંથી ક્યારે મુક્ત નહીં થાવ. આથી મર્યાદાઓને તોડી આગળ વધો. અમે આ સભાનપણે થતી અભિવ્યક્તિને આધ્યાત્મિક પ્રક્રિયા કહીએ છીએ. દરેક વ્યક્તિને તેની મર્યાદાઓ તોડી મુક્ત થવાની ઇચ્છા હોય છે. આ માટે જે માર્ગ મળે તેના પર આગળ વધી તેઓ મુક્ત થવાનો પ્રયાસ કરતા હોય છે.
કોઈ એવું વિચારે કે તેને 1 કરોડ મળી જાય એટલે શાંતિ. અને તે મેળવવા તે પ્રયત્નશીલ રહે છે. જ્યારે કોઈ પોતાના પૈસા દાન કરી મુક્તિ મળે તેના માટે પ્રયાસ કરે છે. આ વિચારોને આધિન તેઓ કાર્યશીલ રહે છે. આમ મુક્તિના વિવિધ માર્ગો છે, પરંતુ જાણે અજાણે તમામ લોકો એક પ્રકારના બંધનમાંથી મુક્ત થતા બીજા બંધનમાં ફસાઈ જાય છે, મુક્તિ માટે સૌ કોઈ આતુર છે. તમે જેમાંથી મુક્ત થવા માંગો છો, એ એના પર આધાર રાખે છે કે તમે કઈ વસ્તુથી બંધાયેલા છો. પરંતુ મૂળભૂત રીતે, સૌ કોઈ મુક્ત થવા માંગે છે.
તમે કેટલા મુક્ત થવાં માંગો છો? જો ખરેખર તમે આનો ઉકેલ ઇચ્છતા હોવ, તો તમે સંપૂર્ણપણે મુક્ત થવા માંગશો, છે કે નહીં? સંપૂર્ણ મુક્તિ શું છે? જો તમારે ખરેખર મુક્ત થવું હોય, તો તમારે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું પડશે. તમારે શરીર અને મનથી મુક્ત થવું જ પડશે. અન્યથા કોઈ મુક્તિ નથી.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.