પરમપિતા પરમાત્મા શિવના કહ્યા અનુસાર સૃષ્ટિની શરૂઆતમાં દૈવી ગુણવાળા મનુષ્ય (દેવતાઓ)ની ઉંમર આશરે 150 વર્ષની હતી. તે સમયે વૃદ્ધાવસ્થા, રોગ કે અકાળે મૃત્યુનું નામ-નિશાન ન હતું. ત્યારબાદ ત્રેતાયુગમાં સરેરાશ આયુષ્ય 100 થી 125 વર્ષનું રહેતું હતું. ત્રેતાયુગમાં પણ વૃદ્ધાવસ્થા, રોગ કે અકાળે મૃત્યુ નતા થતાં. દ્વાપરયુગ આવતા જ મનુષ્ય દેહ અભિમાનમાં ફસાઈ ગયો. કામ-ક્રોધ વિગેરે વિકારો યુક્ત વર્તન કરવા લાગ્યા. વિકર્મ કરવા લાગ્યા. જેના પરિણામે પાપોનું ખાતું ભરાવા લાગ્યું. જમા પુણ્યનું ખાતું ધીરે-ધીરે ઘટતું ગયું. પરિણામે રોગ, અકાળે મૃત્યુ તથા વૃદ્ધાવસ્થા એ ત્રણેનો હુમલો મનુષ્ય પર થવા લાગ્યો. કળિયુગ આવતા તે વધુ ગાઢ બનતો ગયો.
આજે તો મોટા ભાગના મનુષ્ય આત્માઓ ભય તથા ચિંતાથી દુઃખી જોવા મળે છે. જેવી રીતે પવન કે સમુદ્રના તોફાનની એક શક્તિશાળી લહેર દૂર-દૂર સુધી ઘણા ગામડાઓને અસર કરે છે. તેવી જ રીતે અકાળે મૃત્યુ એક સાથે ઘણાને ખતમ કરી દે છે. અકાળે મૃત્યુનું તોફાન તો હજુ શરૂ થયું છે. વિશેષ ભારતમાં ગૃહ યુદ્ધ તથા તથા પ્રાકૃતિક આપત્તિઓ જ યુગ પરિવર્તન માટે નિમિત્ત બને છે. બંને એક સાથે પોતાનો ભાગ ભજવી રહેલ છે.
વર્તમાન સમયે સૃષ્ટિ નાટકનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. અર્થત કલિયુગના અંત અને સતયુગની શરૂઆતનો સંગમ યુગ છે. સંગમયુગમાં આ સૃષ્ટિ નાટકના ડાયરેક્ટર પરમપિતા પરમાત્મા અવતરીત થઈ ચુક્યા છે. માટે આ સમય બધા પાર્ટ ધારીઓએ પાછા ઘેર જવાનો સમય છે. પરંતુ ઘેર પાછા જવા માટે જરૂરી છે વિકેર્મોના ખાતાને ચૂકતું કરવું. પાપોના પોટલા સાથે કોઈપણ પાવન પરમધામમાં પ્રવેશ નથી કરી શકતું.
દ્વાપરયુગથી લઈને કળિયુગના અંત સુધીના દરેક આત્માના પાપોનું ખાતું હવે ચૂકતે થવાનું જ છે. પરંતુ હવે સમય થોડો છે, પાપોનો હિસાબ વધુ છે. માટે જ જલ્દી-જલ્દી દુ:ખ યુક્ત જન્મ તથા કષ્ટદાયક મૃત્યુ જોવા મળે છે. ચરિત્ર બગડવાના કારણે આજે મનુષ્યની કિંમત કોડી સમાન બની ગઈ છે. મનુષ્યનું જીવન જીવજંતુ સમાન બની ગયું છે. આજનો મનુષ્ય પ્રાણીઓથી સંબંધ જોડીને ખુશ થાય છે, પરંતુ તે બીજા મનુષ્ય સાથે સંબંધ નિભાવી શકતો નથી.
વર્તમાન સમયે મનુષ્ય જીવનનો વિનાશ મચ્છરની જેમ થઈ રાહ્યો છે. જેવી રીતે મચ્છરોને મારવા માટે જંતુનાશકનો પ્રયોગ થાય છે તેવીજ રીત મનુષ્યોના સામુહિક સંહાર માટે હથિયારોની નવી-નવી શોધો થઈ રહી છે. મચ્છરોના મૃત્યુની સમાન મનુષ્યના પણ મૃત્યુ થઈ રહ્યા છે જે અન્ય મનુષ્યને સંવેદન વગરના બનાવી દે છે. કર્મોના હિસાબ-કિતાબ ચૂકતુ કરવા માટે સૃષ્ટિમાં ત્રણ પ્રકારની સજાઓ છે.
(1) શરીરના રોગ, મનની આશાંતિ, બીજી આત્માની શરીરમાં પ્રવેશતા.
(2) સંબંધ સંપર્ક દ્વારા દુઃખની અનુભૂતિ.
(3) પ્રાકૃતિક આપદાઓ દ્વારા હિસાબ-કિતાબ ચૂકતે થવો.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)