પ્રકૃતિ એટલે સ્વભાવ. આ માટે પહેલા સ્વને જાણવું જરૂરી છે ત્યારબાદ સ્વના ભાવને જાણી શકીશું. જ્યારે આપણને એ સમજમાં આવી જાય છે કે હું આત્મા છું ત્યારે મને એ પણ સમજમાં આવી જાય છે કે મારો સ્વભાવ કેવો છે? આત્માનો સ્વભાવ છે – પ્રેમ, સુખ, શાંતિ, આનંદ, પવિત્રતા, જ્ઞાન અને શક્તિ. આ બધું મેળવવા માટે બહાર પ્રયત્ન નથી કરવાનો પરંતુ આ બધું પહેલેથી જ આત્મામાં છે.
આ જ મારો સ્વભાવ છે. એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે હું પહેલેથી જ સુંદર છું, સંપૂર્ણ છું, નિશ્ચિંત છું. તેના માટે મારે બહારથી કોઈ પણ પ્રયત્ન કરવાની જરૂર નથી. જ્યારે આપણને એ સમજમાં આવી ગયું કે હું શરીર નથી, આત્મા છું. તો પછી હું આત્માની સુંદરતા ઉપર ધ્યાન આપીશ. હું આત્મા શાંત સ્વરૂપ છું, ખુશમિજાજ છું. હંમેશા ખુશ રહેવું એ મારો સ્વભાવ છે મારે તેના માટે બીજા ઉપર આધારિત કહેવાની જરૂર નથી. આખો દિવસ જો આપણે આ પ્રકારના વિચારો સાથે વિતાવીશું તો આપણો દિવસ સારો જશે. તથા તેના માટે કોઈ પણ મહેનત નહીં કરવી પડે.
જેવી રીતે એક પ્રિન્સિપાલને સ્કૂલમાં પણ યાદ રહે છે કે હું સ્કૂલનો પ્રિન્સિપાલ છું. જેથી તે જવાબદારીપૂર્વક વ્યવહાર કરે છે. તેવી જ રીતે જો હું સમજુ કે હું એક શાંત સ્વરૂપ આત્મા છું, શક્તિ સ્વરૂપ આત્મા છું. તો મારે શાંત રહેવા માટે કોઈ મહેનત નહીં કરવી પડે. હું શક્તિ સ્વરૂપ આત્મા છું એ યાદ રહેવાથી મારા ઉપર બીજા કોઈને શક્તિનો પ્રભાવ નહીં પડી શકે. જ્યારે આપણને દુઃખ કે દર્દનો અનુભવ થાય છે ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે હું કોણ છું એ મારો સ્વભાવ કેવો છે? જ્યારે આપણે આ બંને બાબતો સમજી લઈએ છીએ ત્યારે ત્રીજો અગત્યનો સવાલ આપણી સામે આવે છે કે મારી જવાબદારી શું છે? મારી જવાબદારી છે બીજા પાસે કામ કરાવવું. મારા પરિવાર પ્રત્યે મારી જવાબદારી છે.
વાસ્તવમાં આપણી પહેલી જવાબદારી છે ખુશ રહેવું અને બધાને ખુશ રાખવા. જ્યારે આપણે ખુશ રહીને તમામ કાર્ય કરીશું તો જવાબદારી પણ ખુશી પૂર્વક નિભાવીશું. અત્યારે સામાન્ય રીતે અધિકારી પોતાની જવાબદારી નિભાવે છે પરંતુ સાથે સાથે હાથ નીચેના કર્મચારીઓ ને દબાવીને રાખે છે. પરિણામે ઓફિસમાં ડરનું વાતાવરણ ઊભું થાય છે. વાસ્તવમાં પહેલા આપણે સમજવું જોઈએ કે હું પ્રેમ સ્વરૂપ આત્મા છું. હવે આપણે બીજા પાસેથી પ્યારથી કામ કરીશું. પહેલા ઓફિસમાં ડરનો વાતાવરણ હતું હવે પ્રેમ પૂર્વક વાતાવરણ હશે. એક અધિકારીના રૂપમાં મને મારી જવાબદારી તો યાદ રહે છે કે મારે બધા પાસે હું કરાવવું છે. પરંતુ હું કોણ છું તે ભૂલી જાઉં છું. અને હું દુઃખ તથા તણાવનો અનુભવ કરું છું.