આપણે પહેલા પોતાનું ધ્યાન રાખીએ

હું કોણ છું એ ભૂલી જવાના કારણે આપણે દિવસ દરમિયાન પોતાને પણ દુઃખી કરીએ છીએ બીજાને પણ દુઃખ આપીએ છીએ. તેમ કરતા કરતા દિવસ પૂરો થતા આપણે સંતોષ માનીએ છીએ કે ચલો આપણી જવાબદારી પૂરી કરી. પરંતુ કામ પૂરું થવું તે આપણી જવાબદારી નથી. આપણી જવાબદારી એ છે કે કામ કરતા કરતા મારી અવસ્થા કેવી રહી તથા મારી સાથે જે કર્મચારીઓ હતા તેઓએ કેવો અનુભવ કર્યો! દરેક આત્માની જવાબદારી છે કે પોતાને મજબૂત રાખવા. પરિણામે તે વ્યક્તિ જેના પણ સંપર્કમાં આવશે તેઓને મજબૂત કરશે. જો હું પોતે જ નિર્બળ બની રહી છું તો મારા કારણે બીજા પણ નિર્બળ બની રહ્યા છે, આ પરિસ્થિતિમાં હું એમ સમજુ છું કે આ તો તમારી જવાબદારી છે.

આપના ઘરમાં બાળકો છે તેઓને સંભાળવાની જવાબદારી પણ આપણી જ છે. જો મારા વિચારોના કારણે ઘરનું વાતાવરણ તંગ બને છે જે કારણે બાળકો માનસિક રીતે કમજોર બનતા જાય છે. મારી જવાબદારી ઉપર પ્રશ્ન ચિન્હ છે. જો હું એમ વિચારું કે બાળકોને મજબૂત કરીને આગળ વધારવાની જવાબદારી મારી છે તો બાળકો બહુજ જલ્દી આગળ વધશે સ્વસ્થ રહેશે તથા શક્તિશાળી બનશે. પહેલા આપણે પોતાનું ધ્યાન રાખીએ તો પછી બીજાનું ધ્યાન રાખવું સહેલું બની જશે. પોતાનો (આત્માનો) સ્વભાવ ખબર હશે, પોતાની સાચી ઓળખ હશે તો પોતાની જવાબદારી પણ નિભાવી શકીશું.

આ માટે સૌથી પહેલા એ જાગૃતિ રાખીયે કે મારી આજુબાજુ ભલે કાંઈ પણ બને પરંતુ મારે હંમેશા સ્થિર રહેવું છે. મારી પહેલી જવાબદારી મારું પોતાનું ધ્યાન રાખવાની છે. પરિણામે પરિસ્થિતિ તેની જાતેજ ઠીક થઈ જશે. દરેક વ્યક્તિ પોતાના માટે અમુક માન્યતાઓ બનાવી લે છે. આપણે પોતાના માટે એવું નક્કી કરી લઇએ છીએ કે આ કામ તો મારાથી નહીં થઈ શકે, મારા માટે આ કામ કરવું અસંભવ છે. અને આપણે નુકસાનકારક માન્યતા ગણીશું. આના માટે એક વાર્તા છે.

એક છોકરા પાસે માછલીઓની પેટી હતી તેણે પેટીની વચ્ચે એક પારદર્શક કાચની સ્લાઇડ નાખી દીધી. પરિણામે માછલીઓની પેટી બે ભાગોમાં વેચાઈ ગઈ. હવે માછલીઓ કાચની જમણી બાજુ છે અને છોકરો કાચની ડાબી બાજુ દાણા નાખતો હતો. માછલીઓ દાણા ખાવા માટે જતી હતી અને કાચ સાથે અથડાઈને પાછી જતી રહેતી હતી એવું તેણે ચાર પાંચ વાર કર્યું. ત્યારબાદ માછલીઓએ પ્રયત્ન કરવો બંધ કરી દીધો. પછી છોકરાએ કાચની સાઈડ કાઢી નાંખી. હવે ખાવા માટેના દાણા માછલીઓ વચ્ચે કોઈ અડચણ ન હતું. છતાં પણ માછલીઓ દાણા ખાવા માટે ન ગઈ અને મરી ગઈ. કારણ કે માછલીઓની એવી માન્યતા બની ગઈ હતી કે હું સામેની બાજુ નહીં જઈ શકું. આ માન્યતાએ જ માછલીઓને ખતમ કરી દીધી.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]