નદીઓ બધી સંસ્કૃતિઓની જીવનરેખા રહી છે; બધી સંસ્કૃતિઓમાં નદીઓને પવિત્ર માનવામાં આવે છે એમાં કોઈ આશ્ચર્ય નથી. ભારતમાં, ગંગા જ્ઞાનનું પ્રતીક છે, યમુના પ્રેમકથાઓ માટે જાણીતી છે, નર્મદા ભક્તિ, જ્ઞાન અને તર્કનું પ્રતીક છે, સરસ્વતી બુદ્ધિ અને સ્થાપત્યનું પ્રતીક છે અને ભારતનું નામ સિંધુ પરથી ‘હિન્દુસ્તાન’ પડ્યું છે.
આપણા શરીરનો 70% ભાગ જળ તત્વથી બનેલો છે. વાતાવરણમાં પાણીની વરાળની જરૂર છે; વાતાવરણમાં ચોક્કસ માત્રામાં ભેજની જરૂર છે. અને પ્રવાહી તરીકે પીવા માટે પાણીની જરૂર છે. ભલે તમે જમીન ખોદો કે આકાશ તરફ જુઓ, તમને જમીનની અંદર ભૂગર્ભજળ અને આકાશમાં વરસાદ માટે તૈયાર પાણીથી ભરેલા વાદળો મળશે.
એક એવી ભૂમિ જ્યાં પાણી જીવનનો આધાર છે અને નદીઓને પવિત્ર માનવામાં આવે છે. આપણે લાંબા સમયથી નદીઓની પૂજા, આદર અને સંવર્ધન કરીએ છીએ, પરંતુ આજે આપણે તે જ નદીઓને વિવિધ ઝેરી તત્વોથી પ્રદૂષિત કરી છે. ઘણી નદીઓનું પાણી પીવાલાયક નથી અને ઘણી નદીઓ પ્રદૂષિત થઈ છે અથવા સુકાઈ ગઈ છે.
માનવ મનનો પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ છે. ઇતિહાસમાં પ્રકૃતિ, પર્વતો, નદીઓ, વૃક્ષો, સૂર્ય અને ચંદ્રનો હંમેશા આદર કરવામાં આવ્યો છે. જ્યારે આપણે પ્રકૃતિ અને પોતાની જાત સાથેના જોડાણથી દૂર થઈ ગયા ત્યારે આપણે પર્યાવરણને પ્રદૂષિત અને નાશ કરવાનું શરૂ કર્યું.
પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આપણી પાસે પાંચ આવરણ છે – ભૌતિક વાતાવરણ, શરીર, મન, સહજ જ્ઞાન કોષ અને આત્મા. પર્યાવરણ સાથેનો આપણો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ છે. સ્વચ્છ અને સકારાત્મક વાતાવરણ અસ્તિત્વના અન્ય સ્તરોને અસર કરે છે. જ્યારે આ સ્તરોમાં સુમેળ હોય છે, ત્યારે શાંતિ અને સંગતિની ભાવના અપાર હોય છે.
આધ્યાત્મમાં આપણી લાલચને નિયંત્રિત કરવાની શક્તિ છે. તે વ્યક્તિગત ચેતનાને ઉન્નત કરે છે અને સમગ્ર વિશ્વમાં એકબીજા પ્રત્યે કાળજી અને પ્રતિબદ્ધતાની ભાવના વિકસાવે છે. આધ્યાત્મ આપણા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરે છે. તે આંખો ખોલી દે છે જેથી આપણે પ્રકૃતિનું સૌંદર્ય જોઈ શકીએ. તે આપણને પ્રકૃતિ અને જીવનના માન માટે પ્રેરણા આપે છે અને જીવનમાં વધુ આનંદ અને ઉત્સાહ લાવે છે. પર્યાવરણ માટે સંવેદનશીલતા અને આત્મીય દ્રષ્ટિ વિકાસ કરવા માટે આધ્યાત્મ એક આવશ્યક માધ્યમ છે.
ઈશ્વરને આકાશમાં શોધવા નહીં જાઓ પણ તેમને પર્વતોમાં, જળમાં, વૃક્ષોમાં અને જીવ-જંતુઓમાં જુવો. જ્યારે કોઈ સાધક પર્યાવરણની પવિત્રતાનો આદર કરે છે, ત્યારે તે પોતાની અંદર પણ એવી જ પવિત્રતાનો અનુભવ કરે છે. જે સાધક મનથી પરે જઈ શકે છે તે માટે દરેક ક્ષણ, દરેક સ્થાન અને દરેક અવસ્થા પવિત્ર બની જાય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
