ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન સાથે એની 2025 સીઝનની શરૂઆત કરશે. ઈન્ડિયા ઓપન સુપર 750 ની ત્રીજી સીઝન 14 જાન્યુઆરીથી ઈન્દિરા ગાંધી સ્ટેડિયમના કેડી જાધવ હોલમાં શરૂ થશે, જ્યાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લેશે.
ગત વર્ષે લગ્ન કરનાર સિંધુ આ વખતે સુપર 750 ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ રમતી જોવા મળી શકે છે. પીવી સિંધુએ છેલ્લે સૈયદ મોદી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ 2024માં ભાગ લીધો હતો, જ્યાં તેણે ચીનની લુઓ યુ વુને સીધા સેટમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બેડમિન્ટનની છે આ મુખ્ય સ્પર્ધા
સુપર 750 એ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત મુખ્ય સ્પર્ધા રહી છે, ટૂર્નામેન્ટની આ સીઝનમાં, ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસન, એન સે યંગ અને વિશ્વના નંબર વન શી યુકી મેદાન પર ચાહકોમાં પોતાનો જાદુ ફેલાવતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ એની શરૂઆતથી જ BWF વર્લ્ડ ટુરનો એક ભાગ છે, જ્યાં વિજેતાને US$9,50,000 અને 11,000 પોઈન્ટ્સની ઈનામી રકમ મળે છે. ટૂર્નામેન્ટની ત્રીજી સીઝનમાં યજમાન ભારતના 21 ખેલાડીઓ ભાગ લેશે. ભારત માટે, 3 ખેલાડીઓ મેન્સ સિંગલ્સમાં, 4 મહિલા સિંગલ્સમાં, 2 મેન્સ ડબલ્સમાં, 8 વિમેન્સ ડબલ્સમાં અને 4 મિક્સ્ડ ડબલ્સમાં પોતાનો દાવો રજૂ કરશે. છેલ્લી બે આવૃત્તિઓમાં ભારતમાંથી 14 ખેલાડીઓએ પ્રવેશ કર્યો હતો.
આ ખેલાડીઓ પર બધાની નજર..
આ સીઝનમાં, બધાની નજર મેન્સ ડબલ્સમાં એશિયન ગોલ્ડ મેડલ વિજેતા સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા એચએસ પ્રણય પર રહેશે. સાત્વિક અને ચિરાગની જોડીએ છેલ્લી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે પ્રણોયની સફર છેલ્લી ચારમાં સમાપ્ત થઈ હતી. આ સાથે, 2022 ઈન્ડિયા ઓપન સુપર 750 મેન્સ સિંગલ્સ ચેમ્પિયન અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ ટાઈટલ માટે પોતાનો દાવો રજૂ કરશે.
ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ
- પુરૂષ સિંગલ્સ- લક્ષ્ય સેન, એચએસ પ્રણય, પ્રિયાંશુ રાજાવત
- મહિલા સિંગલ્સ- પીવી સિંધુ, માલવિકા બંસોડ, અનુપમા ઉપાધ્યાય, અક્ષર્શી કશ્યપ
- મેન્સ ડબલ્સ- ચિરાગ શેટ્ટી/સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, કે સાઈ પ્રતિક/પૃથ્વી કે રોય
- મહિલા ડબલ્સ- ત્રિસા જોલી/ગાયત્રી ગોપીચંદ, અશ્વિની પોનપ્પા/તનિષા ક્રેસ્ટો, રુતુપર્ણા પાંડા/શ્વેતાપર્ણા પાંડા, માનસી રાવત/ગાયત્રી રાવત, અશ્વિની ભટ/શિખા ગૌતમ, સાક્ષી ગેહલાવત/અપૂર્વા ગેહલાવત, સાનિયા સિકન્દેર/અપૂર્વ ગહેલાવત, સાનિયા સિકન્દર, સાનિયા, એમ.આર.
- મિક્સ્ડ ડબલ્સ- ધ્રુવ કપિલા/તનિષા ક્રેસ્ટો, કે સતીશ કુમાર/આદ્યા વરિયાથ, રોહન કપૂર/જી રૂત્વિકા શિવાની, આસિથ સૂર્યા/અમૃતા પ્રમુતેશ.