ગુજરાતમાં ગરમીનો પારો થોડો નીચે આવ્યો છે, જેના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. પવનની ગતિમાં વધારો થતાં આ રાહત મળી છે. હવામાન વિભાગે આજથી આગામી બે દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની અને ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરી છે. રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, ડિસામાં 37.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.5 ડિગ્રી, વડોદરામાં 38.5 ડિગ્રી, સુરતમાં 34.6 ડિગ્રી, ભુજમાં 40.2 ડિગ્રી, નલિયામાં 35.2 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 41 ડિગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. આજે અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાવાની સક્યતા હવામા વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડે તેવી શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ધૂળની ડમરીઓ સાથે પવનની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 21 એપ્રિલે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41-45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. આ બાજુ ભાવનગરમાં ગત સોમવારે સિઝનનો 42.2 ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. શનિવારે મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી અને લઘુત્તમ 23.3 ડિગ્રી નોંધાયું. જ્યારે રવિવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચ્યું. પવનની ઝડપ 18-30 કિમી પ્રતિ કલાક રહી, જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળી. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ભાવનગરમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની આગાહી કરી છે.
નવી દિલ્હીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તેમના પરિવાર સાથે ભારત પહોંચ્યા છે. તેઓ તેમનાં પત્ની ઉષા વેન્સ અને ત્રણ બાળકો સાથે ભારતમાં ચાર દિવસ રહેશે. જેડી વેન્સની ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી આ ભારતની પહેલી સત્તાવાર મુલાકાત છે.
અહીં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું. એરપોર્ટ પર જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કલાકારોએ વેન્સ, તેની પત્ની અને બાળકોની સામે પરંપરાગત નૃત્યો રજૂ કર્યા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અહીંથી અક્ષરધામ મંદિર જશે.
વેન્સની અક્ષરધામ મંદિરની મુલાકાતની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મંદિરનાં પ્રવક્તા રાધિકા શુક્લાએ જણાવ્યું હતું કે જેડી વેન્સ અને ઉષા વેન્સ 11 વાગ્યા પછી ગમેત્યારે મંદિરમાં આવી શકે છે. તેઓ અહીં ભગવાન સ્વામિનારાયણના મંદિરની મુલાકાત લેશે.
ઉપરાષ્ટ્રપતિ વેન્સ અને તેમનો પરિવાર જયપુર અને આગ્રાની પણ યાત્રા કરશે. એવું કહેવાય છે કે ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે પેન્ટાગોન અને વિદેશ વિભાગના લોકો સહિત ઓછામાં ઓછા પાંચ વરિષ્ઠ અધિકારીઓ પણ ભારત આવ્યા છે.
સદગુરુ: તમામ લાગણીઓ જે તમે તમારી અંદર કેળવી શકો છો તેમા કરુણા સૌથી ઓછી મૂંઝવે તેવી અને સાથે સાથે સૌથી વધારે મુક્તિદાયક લાગણી છે. તમે કરુણા વગર પણ જીવી શકો છો પરંતુ તમે એમ પણ લાગણીઓ ધરાવો છો તેથી એ સારું રહેશે કે બીજી કોઈ વસ્તુ કરવા કરતાં, તમે તમારી લાગણીઓને કરુણામાં ફેરવો. તેના સિવાય દરેક બીજી લાગણી તમને ફસાવવાની ક્ષમતા ધરાવે છે. કરુણા, લાગણીઓનું એક એવું પરિમાણ છે જે તમને મુક્તિ અપાવે છે અને જે બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે મુંઝવણ ઉભી નથી કરતી.
સામાન્ય રીતે તમારો પ્રેમ એ આવેગ વડે બળ મેળવે છે. જેને તમે પ્રેમ કહો છો તે અમુક રૂચી/પસંદ થી શરુ થાય છે, તેથી તે કોઈ વ્યક્તિ કે વસ્તુ જે તમારી સાથે સારો વર્તાવ કરે છે તેના પર આધારિત હોય છે. તમે હંમેશા કોઈ વ્યક્તિ કે વસ્તુની સારા હોવાની ગણતરી પર આધારિત રહો છો. અથવા બીજી રીતે કહીએ તો, તમારી લાગણી સંકુચિત બને છે. જો તમે જેને પ્રેમ કરતા હો તે વ્યક્તિ સારી હોય તો જ તમે તેને પ્રેમ કરવાનું ચાલુ રાખશો. જો તેઓ તમારા વિચાર પ્રમાણે જે ખરાબ હોય, તેવાં નીકળે, તો તમે તેમને પ્રેમ નહીં કરી શકો. પરંતુ કરુણાનો ફાયદો એ છે કે જો કોઈ વ્યક્તિ ખુબ જ ખરાબ છે, દયનીય પરિસ્થિતિમાં છે અથવા તો દુષ્ટ મૂડમાં છે તો તેની ઉપર વધારે કરુણા રાખી શકો છો. તેથી કરુણા, પ્રેમની સરખામણીમાં ચોક્કસપણે એક વધારે મુક્તિદાયક લાગણી છે. તે તમને નિયંત્રિત નથી કરતી. તે સારા અને ખરાબ વચ્ચે ભેદ નથી રાખતી.
સામાન્ય રીતે, પ્રેમ કોઈક બીજા વિષે હોય છે. તે સુંદર હોય શકે છે પરંતુ તેમાં બધાનો સમાવેશ નથી હોતો. જો બે પ્રેમીઓ સાથે બેઠા હોય, તો બાકીનું વિશ્વ તેમના માટે ગેરહાજર થઈ જાય, તેઓએ પોતાની બનાવટનો જગત સર્જે છે, જેમાં તેઓ એકરૂપ છે. સ્વાભાવિક રીતે આ એક કાવતરા જેવું છે. તમને હંમેશા પોતે સર્જેલા કાવતરાનો ઘણો આનંદ થાય છે કારણકે – તેમાં તમે વિશેષ બની જાઓ છો – અને બીજા કોઈને તેનાં વિષે કંઈ જાણ નથી હોતી. સામાન્ય રીતે, મોટાભાગનાં લોકો માટે પ્રેમનો આનંદ માત્ર એટલો જ છે કે તે એક કાવતરું છે. તેઓ પ્રેમમાં પડીને તેનો ખુબ આનંદ લે છે. પરંતુ જયારે તેમના લગ્ન થાય છે ત્યારે આખા જગતને તેની ખબર પડી જાય છે, અચાનક બધો જ આકર્ષણ જતો રહે છે કારણકે તે હવે એક કાવતરું રહ્યું નથી- બધાને તેની જાણ થઇ ગઈ છે.
એટલે પ્રેમનાં કાવતરામાં લોકોને એક અલગ પ્રકારનો આનંદ મળે છે. પરંતુ આ જ બાદબાકીની પ્રકૃતિ, જેમાં બાકીના વિશ્વને બાકાત રાખવામાં આવે છે, તેનાંથી જ પીડા ઉત્પન્ન થાય છે. પીડા એ નક્કી જ ઉત્પન્ન થશે જો તમે તમારા અનુભવમાંથી આ અસ્તિત્વને બાકાત રાખશો. જો તે એક આવેગ તરીકે શરુ થયાં બાદ વધીને અનંત કરુણા બની જાય તો તે સારું છે. પરંતુ જો તે એક આવેગ તરીકે શરુ થઈને આવેગ તરીકે સમાપ્ત થાય તો પછી તમે ઘણી મુશ્કેલીઓને તમારા જીવનમાં આમંત્રણ આપી રહ્યાં છો. કરુણા એટલે તમામને આવરી લેતું આવેગ! જયારે તે બીજાને બાદ કરે છે ત્યારે આપણે તેને આવેગ કહીએ છીએ. અને જયારે તે સૌનો સમાવેશ કરે છે ત્યારે તે કરુણા બની જાય છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.
આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.
કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે, નવી કાર્યપ્રણાલીથી લાભ થાય.
આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.
તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાં ખરાબ શરૂઆત બાદ વાપસી કરવા માટે જાણીતી છે. આ સિઝનમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. મુંબઈ, જેણે શરૂઆતની 5 મેચમાં ફક્ત 1 જીત નોંધાવી હતી, તેણે હવે જીતની હેટ્રિક હાંસલ કરી છે. IPL 2025 ની 38મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે સરળ જીત નોંધાવી અને CSK સામેની હારનો બદલો લીધો.
A perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳
મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનની પોતાની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી હતી, જ્યાં તેઓ 4 વિકેટથી હારી ગયા હતા. પરંતુ તેણે આ મેચ જીતીને સ્કોર બરાબરી કરી. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. હાઈ સ્કોરિંગ પીચ પર પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં ફક્ત 176 રન જ બનાવી શકી.
Back to form 🔢
Back making an impact 👊
Rohit Sharma wins the Player of the Match award for his match-winning knock 🔥
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રથમ 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 73 રન જ બનાવી શકી હતી. આ પછી, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેએ અડધી સદી ફટકારી અને પોતાની ટીમને આ સ્કોર સુધી પહોંચાડી. શિવમ દુબેએ 32 બોલમાં 50 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજા 35 બોલમાં 53 રન બનાવીને અણનમ રહ્યો. આ ઉપરાંત 17 વર્ષીય આયુષ મ્હાત્રેએ 15 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. ઓપનર શેખ રશીદે પણ 19 રનનું યોગદાન આપ્યું. બીજી તરફ, મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ લીધી. દીપક ચહર, અશ્વિની કુમાર અને સેન્ટનર પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા.
રોહિત શર્માના બેટથી અડધી સદી આવી
આ મેચમાં રોહિત શર્માએ જોરદાર ઇનિંગ્સ રમી અને પોતાની ટીમ માટે રન ચેઝને એકદમ સરળ બનાવી દીધો. તે આ સિઝનમાં પોતાની પહેલી અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો. તેનું ફોર્મમાં વાપસી મુંબઈ માટે સારા સંકેત છે. રોહિત શર્મા ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ અડધી સદીની ઇનિંગ રમી હતી. રોહિતે અણનમ 76 અને સૂર્યાએ અણનમ 68 રન બનાવ્યા, જેના કારણે મુંબઈએ 9 વિકેટે મેચ જીતી લીધી.
જમ્મુ કાશ્મીરનો રામબન જિલ્લો હાલમાં ભયંકર કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે. સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદ અને વારંવાર ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, જેના કારણે લોકો વ્યથિત અને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. રવિવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના એક ગામમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યા બાદ 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
रामबन, जम्मू कश्मीर: चिनाब ब्रिज के पास भारी बारिश के कारण बाढ़ आई, जिससे एक गांव में 10 घर पूरी तरह और 25 से 30 घर आंशिक रूप से क्षतिग्रस्त हो गए। धरमकुंड पुलिस ने लगभग 90 से 100 फंसे हुए लोगों को सुरक्षित बचा लिया। pic.twitter.com/iX2JtyT9uM
માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર નાશરી અને બનિહાલ વચ્ચે લગભગ એક ડઝન સ્થળોએ ભૂસ્ખલન અને ધસી પડવાની ઘટનાઓ બની હતી, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રામબનના સેરી બાગના ગામમાં વાદળ ફાટવાથી બે ભાઈઓ આકિબ અહમદ અને મોહમ્મદ સાકિબ સહિત ત્રણ લોકોના મોત થયા હતા.
किश्तवाड़, जम्मू कश्मीर: किश्तवाड़ की नागसिनी तहसील के पाथर निकी में भारी बारिश के दौरान भूस्खलन। pic.twitter.com/dA926f7Uko
તાજેતરના મૃત્યુ સાથે, જમ્મુ ક્ષેત્રમાં બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. શનિવારે મોડી રાત્રે રિયાસી જિલ્લાના અર્નાસ વિસ્તારમાં વીજળી પડતાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરમ કુંડ ગામમાં અચાનક આવેલા પૂરને કારણે લગભગ 40 રહેણાંક મકાનોને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અવિરત વરસાદ અને વાદળ ફાટવા છતાં, ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મીઓએ ૧૦૦ થી વધુ ફસાયેલા ગ્રામજનોને બચાવ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત ખેલાડી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ઘણીવાર કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. આ સમયે સારા અને શુભમન ગિલ ફરી એકવાર સમાચારમાં છે. હા, સોશિયલ મીડિયાથી લઈને ગોસિપ ટાઉન સુધી, એવી ચર્ચા છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે અને તેઓ અલગ થઈ ગયા છે. આનો પુરાવો ઇન્સ્ટાગ્રામ પર પણ મળી ગયો છે.
એકબીજાને અનફૉલો કર્યા
નોંધનીય છે કે સારા અને શુભમને ક્યારેય તેમના સંબંધો પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. આ કારણે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે અચાનક બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે, ત્યારબાદ તેમના બ્રેકઅપની ચર્ચા થઈ રહી છે. જોકે, સત્ય શું છે તે ફક્ત સારા અને શુભમન જ જાણે છે. વધુ માહિતી માટે તમે આપેલ વિડિઓ જોઈ શકો છો.