Home Blog Page 955

ગરમી માટે શીતળ ઘઉંના લોટના લાડુ

ઘઉંના લોટના લાડુમાં નખાતા ખડીસાકર તેમજ મગજતરીના બીને લીધે અસહ્ય ગરમીના દિવસોમાં તે બાળકો માટે શીતળ તેમજ રાહતભર્યા રહે છે! બાળકોનું વેકેશન પણ ચાલુ છે, તો બનાવી લો આ લાડુ!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1½ કપ
  • ઝીણો રવો ½ કપ
  • ખડીસાકર 1½ કપ
  • ઘી 1 કપ
  • દૂધ ½ કપ
  • એલચી પાઉડર 1 ટે.સ્પૂન

રીતઃ જાડા તળિયાવાળી કઢાઈમાં અડધો કપ ઘી ગરમ કરીને તેમાં ગેસની મધ્યમ આંચે રવો 2 મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરીને ગેસની ધીમી આંચે આ મિશ્રણ સતત હલાવતા રહો. થોડીવાર બાદ તે સૂકું થવા લાગે ત્યારે બીજું થોડું ઘી ઉમેરી દો. દસેક મિનિટ બાદ લોટ શેકાયા બાદ તે થોડો ઢીલો થવા લાગશે. હવે તેમાં 3-4 ટે.સ્પૂન દૂધ મેળવીને હલાવો. થોડીવાર બાદ બાકીનું દૂધ પણ મેળવી દો. આ લોટને ત્યાં સુધી તવેથા વડે સતત હલાવતા રહો. જ્યાં સુધી તે રવા જેવો છૂટ્ટો દાણેદાર ન થઈ જાય. લોટ શેકાઈ જાય એટલે તેને કઢાઈમાંથી એક થાળીમાં કાઢીને ઠંડો થવા દો.

ખાલી થયેલી કઢાઈમાં મગજતરીના બી ગેસની ધીમી આંચે શેકીને તે પણ લોટમાં મેળવી દો.

ખડીસાકરના ટુકડા એક ખાંડણીયામાં ખાંડીને તેને મિક્સીમાં બારીક પીસી લો.

લોટ ઠંડો થાય એટલે ખડીસાકરનો ભૂકો, મગજતરીના બી તેમજ એલચી પાઉડર મેળવી લો. જો લોટ સૂકો લાગે તો તેમાં થોડું ઓગાળેલું ઘી મેળવી લો અને તેમાંથી જોઈતી સાઈઝના લાડુ વાળી લો.

૦૩ મે ૨૦૨૫

‘હમરાઝ’ નું એક ગીત બે અવાજમાં રાખવામાં આવ્યું

નિર્દેશક અબ્બાસ- મસ્તાનની ફિલ્મ ‘હમરાઝ’ (2002) માં એક જ ગીત બે વખત તૈયાર કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ એવી બની હતી કે એક જ ગીતને બે ગાયક પાસે ગવડાવવામાં આવ્યું હતું. અને આવી ઘટના પહેલી વખત બની હતી. સંગીતકાર હિમેશ રેશમિયા અને ગીતકાર સુધાકર શર્માને સારી મિત્રતા હતી. કોઈપણ નિર્માતા – નિર્દેશકની ફિલ્મ હોય ત્યારે ગાયકની પસંદગી મોટાભાગે એ બંને મળીને જ કરતાં હતા. ત્રીજા કોઈને એમાં સામેલ કરતાં ન હતા. બંને એકબીજા સાથે સંમત થતાં એ ગાયકની પાસે ગીત ગવડાવતા હતા.

ફિલ્મ ‘હમરાઝ’ નું ‘બરદાશ્ત નહીં કર સકતા અબ દૂર નહીં રહ શકતા’ બનાવ્યું ત્યારે એમાં ગાયક તરીકે કે.કે. ને લેવાનું નક્કી કર્યું હતું. કે.કે. ના અવાજને ધ્યાનમાં રાખીને જ ધૂન બનાવી હતી. જ્યારે ગીત માટે હિમેશે સુધાકરને કહ્યું કે કોઈ એવા શબ્દ પર ગીત બનાવો જેનો આજ સુધી બોલિવૂડમાં ઉપયોગ જ ના થયો હોય. સુધાકરે કહ્યું કે એક શબ્દ છે ‘બરદાસ્ત’ જેને સંગીત સાથે કોઈ લેવાદેવા નથી. એનો ઉપયોગ કરી શકાય એમ છે.

સામાન્ય જીવનમાં લોકો ‘બરદાશ્ત નહીં કર સકતા’ કે ‘બરદાશ્ત નહીં કરુંગા’ કહેતા હોય છે પણ એના પર ગીત બની શકે નહીં. હિમેશે એ જ શબ્દ પર ગીત લખવા કહ્યું અને સુધાકરે ‘બરદાશ્ત નહીં કર સકતા’ ગીત લખી આપ્યું. એ પછી બંનેનો એક જ વિચાર હતો કે કે.કે. અને સુનિધિ પાસે જ ગવડાવીએ. આ અંગે નિર્માતા- નિર્દેશકને પણ જણાવી દીધું હતું. સુનિધિ અને કે.કે. રેકોર્ડિંગ માટે આવ્યા અને ગાઈને નીકળી ગયા.

 

ગીતનું રેકોર્ડિંગ થયા પછી નિર્માતા- નિર્દેશક અને એમની ટીમ ખુશ ના દેખાઈ. પણ સુધાકર અને હિમેશ નીકળી જતાં હતા. ત્યારે નિર્દેશકે એમને બોલાવ્યા અને પૂછ્યું કે ગીત કેવું છે? ત્યારે બંનેએ કહ્યું કે ગીત સુપરહિટ છે. ત્યારે નિર્દેશકે કહ્યું કે ગીતમાં મજા આવી નહીં. બધાએ અલગ- અલગ સૂચન કર્યા. કોઈએ કહ્યું કે ગીતમાંથી ‘બરદાશ્ત’ શબ્દ જ કાઢી નાખો. સુધાકરે કહ્યું કે આખું ગીત જ બદલી નાખો. ‘બરદાશ્ત’ શબ્દ પર જ આ ગીત બન્યું છે એટલે એમાં ફેરફાર થઈ શકે નહીં.

છેલ્લે એવું કહેવામાં આવ્યું કે બીજા કોઈ પુરુષ ગાયક પાસે ગવડાવો. હિમેશ અને સુધાકરને નવાઈ લાગી. પણ એમણે વિકલ્પ પૂછ્યો ત્યારે એક દિવસ પછી એમને કહેવામાં આવ્યું કે સોનૂ નિગમ પાસે ગવડાવો. હિમેશે સોનૂના અવાજમાં રેકોર્ડ કરીને નિર્દેશકને આપ્યું. થોડા દિવસ પછી હિમેશને ખબર પડી કે ‘બરદાશ્ત’ ગીતનું શુટિંગ થઈ રહ્યું છે. હિમેશે સુધાકરને ત્યાં તપાસ કરવા મોકલ્યા. સુધાકરે સાંભળ્યું કે કે.કે. ના અવાજવાળું જ ગીત ચાલી રહ્યું છે. નિર્દેશકે સુધાકરને પૂછ્યું કે ગીત કેવું છે? સુધાકરે કહ્યું કે હું તમને પૂછી રહ્યો છું કે ગીત કેવું છે? કેમકે આ કે.કે. ના અવાજનું છે. ત્યારે નિર્દેશકે ચોંકીને કહ્યું કે ના સોનૂના અવાજમાં છે. ત્યાં હાજર સરોજ ખાને પણ કહ્યું કે કે.કે. નો અવાજ છે. સુધાકર ત્યાંથી નીકળી ગયા અને હિમેશને કહ્યું. સોનૂ સાથે એમને સંબંધ સારો હતો. હવે એમને શું જવાબ આપવો એના વિચારમાં પડી ગયા. આખરે ઉપાય એવો કર્યો કે બંનેનું માન જળવાઈ શકે.

ફિલ્મમાં કે.કે.ના અવાજમાંવાળું ગીત રાખવામાં આવ્યું હતું જ્યારે કેસેટમાં સોનૂએ ગાયેલા ગીતને રિમિક્સ બનાવીને મૂકવામાં આવ્યું હતું. આમ એક જ ગીત ‘બરદાશ્ત નહીં કર સકતા’ સુનિધિ- કે.કે. અને સુનિધિ-સોનૂના અવાજમાં સાંભળવા મળે છે. એની પાછળની આ રસપ્રદ વાત ગીતકાર સુધાકર શર્માએ એક મુલાકાતમાં કરી હતી. જ્યારે ‘હમરાઝ’ ની તમિલ ભાષામાં રિમેક ‘ગિરિવલમ’ (૨૦૦૫) બની ત્યારે એમાં માત્ર આ એક ગીતની જ ધૂન લેવામાં આવી હતી. અને એના પર શબ્દો ‘ની યારો નૈન યારો’ હતા. એનો અર્થ ‘તું કૌન હો? મૈં કૌન હૂં’ થાય છે. એ ઉપરાંત ‘હમરાઝ’ પછી ઇ. નિવાસના નિર્દેશનમાં ‘બરદાશ્ત’ (૨૦૦૪) નામથી જ બોબી દેઓલ સાથે ફિલ્મ બની હતી.

પંચાંગ 03/05/2025

બેંગલુરુ કોન્સર્ટ દરમિયાન સોનુ નિગમ ભડક્યા, પહેલગામ હુમલાનું કારણ કહેવા લાગ્યા

બોલિવૂડના પ્લેબેક સિંગર સોનુ નિગમનો તાજેતરનો એક કોન્સર્ટ ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ તે બેંગલુરુની ઈસ્ટ પોઈન્ટ કોલેજમાં પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે એક વિદ્યાર્થીએ તેને ‘અભદ્ર રીતે’ કન્નડમાં ગાવાનું કહ્યું, જેના કારણે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગાયકે પોતાનું પરફોર્મન્સ અધવચ્ચે જ બંધ કરી દીધું અને પોતાના દિલની વાત કહી દીધી. તે રાજ્યની ભાષા અને લોકો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા સોનુએ વિદ્યાર્થીઓના ગુસ્સાને પહેલગામ હુમલા સાથે જોડ્યો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ફાઈલ ફોટો

સોનુ નિગમે શું કહ્યું?
વાયરલ વીડિયોમાં, સોનુ નિગમ કહેતા જોવા મળે છે કે,’મેં મારા કરિયરમાં ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે, પરંતુ મેં જે શ્રેષ્ઠ ગીતો ગાયા છે તે કન્નડ ભાષામાં છે. જ્યારે પણ હું તમારા શહેરમાં આવું છું, ત્યારે હું ઘણો પ્રેમ લઈને આવું છું. અમે ઘણી જગ્યાએ ઘણા શો કરીએ છીએ, પરંતુ જ્યારે પણ અમે કર્ણાટકમાં કોઈ શો કરીએ છીએ, ત્યારે અમે તમારા માટે ઘણો આદર લાવીએ છીએ. તમે મને તમારા પરિવાર જેવો ગણ્યો છે, પણ મને એ પસંદ નથી કે ત્યાંનો એક છોકરો, જે મારા કરિયર જેટલો મોટો પણ નથી, મને કન્નડમાં ગાવાની ધમકી આપી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Namma Bengaluru (@nammabengaluroo)

ગાયકે આ કહ્યું
વિદ્યાર્થીના ‘અતાર્કિક’ ગુસ્સાની સરખામણી પહેલગામની ઘટના સાથે કરતા ગાયકે કહ્યું,’આ પહેલગામની ઘટના પાછળનું કારણ છે. કૃપા કરીને તમારી સામે કોણ ઊભું છે તે જુઓ. હું તમને બધાને પ્રેમ કરું છું. હું દુનિયાભરમાં ઘણા બધા શો કરું છું જ્યાં હજારો લોકો ભેગા થાય છે, અને મને જ્યારે પણ કોઈ એક વ્યક્તિને ‘કન્નડ’ એવું બોલતો સંભળાય છે, હું હંમેશા તેમના માટે કન્નડમાં ઓછામાં ઓછી એક પંક્તિ ગાઉં છું. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું અને તમારો ખૂબ આદર કરું છું. તો કૃપા કરીને દયાળુ બનો.’

સોનુ નિગમે ઘણી ભાષાઓમાં કામ કર્યું છે
ઉલ્લેખનીય છે કે હિન્દી ગીતો ઉપરાંત, સોનુ નિગમ 32 ભાષાઓમાં ગાવા માટે જાણીતા છે. ઉદ્યોગમાં તેમની લાંબી કારકિર્દી રહી છે. હિન્દી ઉપરાંત, તેમાં કન્નડ, બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, ઓડિયા, અંગ્રેજી, આસામી, મલયાલમ, ગુજરાતી, ભોજપુરી, નેપાળી, તુલુ, મૈથિલી અને મણિપુરી ભાષાઓનો સમાવેશ થાય છે.

ભરૂચ ઝઘડિયા દુષ્કર્મ કેસ, 10 વર્ષની બાળકીની હત્યાના આરોપીને ફાંસીની સજા

ભરૂચના ઝઘડિયામાં 16 ડિસેમ્બર, 2024ના રોજ એક શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી પર નરાધમ વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું. આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ગંભીર ઈજાઓ પહોંચાડી, જેના કારણે 8 દિવસની સારવાર બાદ વડોદરાની SSG હોસ્પિટલમાં બાળકીનું મોત થયું. અંકલેશ્વર પોલીસે આરોપીની ધરપકડ કરી, અને પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો. આરોપીએ જણાવ્યું કે તેણે દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. તપાસમાં ખુલાસો થયો કે આરોપી, મૂળ ઝારખંડનો, ગયા મહિને પણ બાળકી પર દુષ્કર્મ આચરી ચૂક્યો હતો, પરંતુ બદનામીના ડરે પરિવારે ફરિયાદ નહોતી કરી.

આ ઘટનાએ સમાજને હચમચાવી દીધો અને નિર્ભયા કેસની યાદ અપાવી. પોલીસે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી, ઝડપી તપાસ કરી. કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ગયો, અને 72 દિવસમાં કોર્ટે વિજય પાસવાનને ફાંસીની સજા સંભળાવી. કોર્ટે પીડિત પરિવારને 10 લાખનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો. આ ઘટનાએ બાળ સુરક્ષા અને ઝડપી ન્યાયની જરૂરિયાતને ઉજાગર કરી. સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો, અને આવી ઘટનાઓ રોકવા કડક કાયદાની માંગ ઉઠી. પોલીસે આરોપીની પૂર્વ ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ શરૂ કરી છે.

ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ તોડી પ્રોટેક્શન વૉલનું કામ શરૂ

અમદાવાદના ચંડોળા તળાવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરી, બે દિવસમાં 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરનાં ગેરકાયદે બાંધકામો તોડી ખુલ્લી કરી. પ્રથમ દિવસે 1 લાખ ચો.મી. અને બીજા દિવસે 50,000 ચો.મી. જગ્યા ખાલી કરાઈ. આ ઝુંબેશમાં 4000 જેટલાં ઝૂંપડાં અને નાનાં-મોટાં મકાનો તોડવામાં આવ્યાં.

ફરી દબાણ ન થાય તે માટે AMCએ 3 કરોડના ખર્ચે 5 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વૉલ બનાવવાનું શરૂ કર્યું છે. જોકે, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે તળાવની બાઉન્ડ્રી હજુ નક્કી નથી કરી. ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ રહી, જેમાં મિલ્લતનગરમાં 10 ઓરડીઓ અને એક ગોડાઉન તોડાયા.

ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંધકામો અને બાંગ્લાદેશી વસાહતો માટે કુખ્યાત રહ્યો છે. આ ઓપરેશનમાં 50 જેસીબી મશીનો અને પોલીસની મદદ લેવાઈ.

રાઉઝ એવેન્યુ કોર્ટે સોનિયા, રાહુલ ગાંધીને જારી કરી નોટિસ

નવી દિલ્હીઃ રાઉઝ એવેન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ મામલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગને કહ્યું હતું કે ચાર્જશીટ પર માહિતી લેતાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પોતાનો પક્ષ રાખવાનો અધિકાર છે.

આ અગાઉ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે 25 એપ્રિલે આ મામલે થયેલી સુનાવણીમાં બંને નેતાઓને નોટિસ ફટકારવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ આજે સુનાવણી દરમિયાન કોર્ટ નોટિસ જાહેર કરી છે. આગામી સુનાવણી આઠ મેએ થશે.

કોર્ટે કહ્યું હતું કે ચાર્જશીટને ધ્યાનમાં લેતાં આરોપીઓનો પક્ષ સાંભળવાનો અધિકાર છીનવી શકાય નહીં. આ મામલાની સુનાવણી આઠ મેએ થશે. આ ચાર્જશીટમાં પ્રસ્તાવિત આરોપીઓનો પક્ષ રજૂ કરવા માટે સુનાવણીનો અધિકાર છે. નિષ્પક્ષ સુનાવણી સુનિશ્ચિત કરવા માટે તે જરૂરી છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં અગાઉ EDએ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને  મની લોન્ડરિંગ કેસમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામ પિત્રોડા, સુમન દુબે સહિત ઘણા નેતાઓનાં નામ પણ સામેલ છે.

શું છે નેશનલ હેરાલ્ડ કેસ?નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. તે સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક હતું, તે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 2008માં નાણાકીય કટોકટી પછી આ અખબાર બંધ થઈ ગયું હતું અને અહીંથી આ વિવાદ શરૂ થયો હતો. 2010માં, યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (YIL) નામની એક કંપનીની રચના કરવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 38-38% હિસ્સો છે. આ કેસમાં, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં આરોપ મૂક્યો હતો કે YILએ AJLની 2000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તેમની વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ કરવાની માગ કરી હતી.

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ દ્વારા નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સ લોન્ચ

મુંબઈઃ મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025 દરમિયાન મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ દ્વારા નિફ્ટી વેવ્ઝ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો હતો. નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સમાં મિડિયા, મનોરંજન અને ગેમિંગ ઉદ્યોગ સાથે જોડાયેલી 43 સૂચિબદ્ધ કંપનીઓનો સમાવેશ થાય છે.

ફિલ્મ, ટેલિવિઝન, ડિજિટલ પ્લેટફોર્મ્સ, સંગીત અને ગેમિંગ જેવી વિસ્તૃત ઇકોસિસ્ટમ સાથે ભારતનું મિડિયા અને મનોરંજન ક્ષેત્ર સતત પરિવર્તનશીલ થઈ રહ્યું છે, જ્યાં સર્જનાત્મક નવીનતા અને ઝડપી ટેક્નોલોજી અપનાવવાની પ્રક્રિયા ઝડપી થઈ રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (ભારત સરકાર) દ્વારા પ્રમોટેડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે ઉદઘાટન થયેલ WAVES (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ)એ મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં ચર્ચા, સહકાર અને નવીનતા માટેનો મહત્ત્વપૂર્ણ મંચ છે. આ કાર્યક્રમ વિશ્વભરના ઉદ્યોગના નેતાઓ, સ્ટેકહોલ્ડરો અને ઉદ્યોગ સાહસિકોની વિચારધારાઓને સાથે લાવે છે જેથી ભારતના મનોરંજન ક્ષેત્રમાં વેપાર અને વિકાસ માટે નવી દિશાઓ ઊભી કરી શકાય.

નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સમાં દરેક શેરનો હિસ્સો ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન પર આધારિત છે અને દરેક શેર માટે મહત્તમ પાંચ ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઈન્ડેક્સની બેઝ તારીખ 1 એપ્રિલ, 2005 છે અને પડતર મૂલ્ય રૂ. 1000 રાખવામાં આવ્યું છે. ઈન્ડેક્સને અર્ધવાર્ષિક આધારે પુનઃ રચના કરવામાં આવશે અને ત્રિમાસિક ધોરણે ફરી સંતુલિત કરવામાં આવશે.

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભારતની આગામી સૌથી મોટી નોંધપાત્ર નિકાસ અમારી કલ્પનાશક્તિ છે — અમારી વાર્તાઓ, સંગીત, નવીનતા અને સર્જનાત્મક સ્પિરિટ છે. WAVES દ્વારા આપણે આપણા સાંસ્કૃતિક વારસાને ડિજિટલ ભવિષ્ય સાથે જોડતો એક પૂલ બનાવી રહ્યા છીએ. નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સનું લોન્ચિંગ અમારી સફળતાને માપવાનું એક સશક્ત સાધન છે, જે નવા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપશે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના MD અને CEO આશિષકુમાર ચૌહાણે નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સ અંગે જણાવ્યું હતું કે આ ઈન્ડેક્સને દાખલ કરતાં અમને ગૌરવ છે. એ ભારતનાં સૌથી ગતિશીલ ક્ષેત્રોમાંના એક ક્ષેત્રના પ્રદર્શન અંગે ઊંડાં નિરીક્ષણો પૂરાં પાડે છે. તે માર્કેટ ટ્રેન્ડ્સને સમજવામાં સહાય કરે છે અને ભારતના સર્જનાત્મક અર્થતંત્રની પૂર્ણ ક્ષમતાને અનલોક કરવામાં સહાયક બનશે.

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે આજે WAVES 2025 દરમિયાન @NSEIndiaનું ડિજિટલ ઘંટ વગાડી “NSE નિફ્ટી વેવ્ઝ ઈન્ડેક્સ”નો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સુજાતા સૌનિકની હાજરીમાં ઈન્ડેક્સના અધિકૃત બ્રોશરનું પણ વિમોચન કર્યું હતું.

Video: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે ગંગા એક્સપ્રેસવે પર વાયુસેનાનું શક્તિ પ્રદર્શન

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે શાહજહાંપુરના ગંગા એક્સપ્રેસવે પર ભારતીય વાયુસેનાએ શુક્રવારે શક્તિ પ્રદર્શન કર્યું. જલાલાબાદમાં બનેલા 3.5 કિમીના રનવે પર રાફેલ, જેગુઆર, સુખોઈ, મિરાજ-2000, મિગ-29, C-130J, AN-32 અને MI-17 V5 હેલિકોપ્ટરે લેન્ડિંગ અને ટેકઓફ કર્યું. બપોરે 12:41 વાગ્યે AN-32 વિમાને લેન્ડિંગ કરી, પાંચ મિનિટ ઉડાન બાદ એક વાગ્યે ટેકઓફ કર્યું. વાયુસેનાના હેલિકોપ્ટરે પણ રનવે પર ઉતરાણ કર્યું.

આ એરશોમાં દોઢ કલાક સુધી લડાકૂ વિમાનોએ હવામાં કરતબ બતાવ્યા. રાત્રે 7થી 10 વાગ્યા દરમિયાન દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એક્સપ્રેસવે પર નાઈટ લેન્ડિંગ થશે, જેના માટે કટરા-જલાલાબાદ રૂટ બંધ રહેશે. આ પરીક્ષણનો હેતુ યુદ્ધ કે આપાતકાલમાં એક્સપ્રેસવેને રનવે તરીકે ઉપયોગવાનો છે. 250 સીસીટીવી કેમેરાથી સુરક્ષિત આ રનવે દેશનો પ્રથમ દિવસ-રાત લેન્ડિંગ ક્ષમતાવાળો રનવે છે.

સવારે વાવાઝોડા અને વરસાદને કારણે એરશો મોડો થયો, પરંતુ હવામાન સુધરતાં લેન્ડિંગ શરૂ થયું. 594 કિમી લાંબો ગંગા એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજ સુધી જાય છે અને નવેમ્બર 2025માં ખુલશે