જયપુરઃ બોલિવુડ અભિનેતા સલમાન ખાને જોડાયેલો 1998નો કાળા હિરણ શિકાર કેસ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે મામલો એટલે ચર્ચામાં છે, કારણ કે રાજ્ય સરકારે કેસના સહ-આરોપીઓ – સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહને નીચલી અદાલત દ્વારા છૂટા કરવામાં આવેલા ચુકાદા સામે રાજસ્થાન હાઈકોર્ટમાં ‘લીવ ટુ અપીલ’ દાખલ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા દાખલ કરેલી આ અપીલ અરજી પર 28 જુલાઈ 2025એ રાજસ્થાન હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ મનોજ ગર્ગની પીઠ સામે સુનાવણી થશે. આ અરજી હાઈકોર્ટના મુખ્ય કેસ લિસ્ટમાં ક્રમાંક 60 પર મૂકવામાં આવી છે.
રાજ્ય સરકારે દલીલ આપી છે કે જેમ સહ-આરોપીઓને નીચલી કોર્ટે છોડી મૂક્યા હતા, તેમ છતાં તેમની વિરુદ્ધ પૂરતા પુરાવાઓ ઉપલબ્ધ હતા. તેમને છોડી મૂકવા યોગ્ય નહોતા, તેથી સરકારે હાઈકોર્ટને વિનંતી કરી છે કે તે આ ચુકાદાની સમીક્ષા કરે અને સહ-આરોપીઓ વિરુદ્ધ ફરીથી અપીલ કરવાની મંજૂરી આપે.
અપીલની મંજૂરી એટલે શું?
જ્યારે નીચલી કોર્ટ કોઈ મામલામાં ચુકાદો આપે છે અને તેની સામે સીધી રીતે ઉપરની અદાલતમાં અપીલ કરી શકાય નહીં, ત્યારે ‘અપીલની મંજૂરી’ માગવામાં આવે છે. જો કોર્ટને લાગે કે મામલો ગંભીર છે કે ફરી વિચારવાની જરૂર છે, તો તે આવી અપીલ માટે મંજૂરી આપે છે.
મામલાની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ શું છે?
કાળા હિરણ શિકાર કેસ 1998નો છે. આ કેસમાં સલમાન ખાન અને તેમના સાથીઓ – સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે, નીલમ અને દુષ્યંત સિંહ સામે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમ્યાન ગેરકાયદે રીતે કાળા હિરણનો શિકાર કર્યાનો આરોપ છે.
આ મામલામાં સલમાન ખાનને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જોકે અન્ય તમામ સહ-આરોપીઓને કોર્ટે બેદાખલ કરી દીધા હતા. હવે રાજ્ય સરકારે દલીલ કરી છે કે તેમના વિરુદ્ધ પણ પૂરતા પુરાવા હતા અને તેથી હાઈકોર્ટમાં ફરીથી આ મામલાની સુનાવણી માટે સરકારે ‘અપીલની મંજૂરી’ માગી છે.
હેપેટાઇટિસ એક એવો રોગ છે જેમાં લીવરમાં સોજો આવે છે અને ક્યારેક તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ સોજો સામાન્ય રીતે વાયરસને કારણે થાય છે, પરંતુ દારૂ, ખરાબ ખાવાની આદતો, કેટલીક દવાઓ અથવા ગંદકી પણ તેની પાછળનું કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં દર વર્ષે 28 જુલાઈએ વિશ્વ હેપેટાઇટિસ દિવસ (World Hepatitis Day) ઉજવવામાં આવે છે, જેથી લોકોને આ ખતરનાક રોગ વિશે જાગૃત કરી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શીખવી શકાય.
આ દિવસ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લમબર્ગની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે હેપેટાઇટિસ બી વાયરસ શોધ્યો હતો અને તેની રસી પણ બનાવી હતી. લોકો ઘણીવાર આ રોગ વિશે ખૂબ જ મૂંઝવણમાં હોય છે અને ઘણા પ્રકારના પ્રશ્નો પણ તેમને ઉદ્ભવતા હોય છે. આજે તમને જણાવીએ કે શું હેપેટાઇટિસ મૃત્યુનું કારણ બની શકે છે અને આ રોગ કેટલો ખતરનાક છે.
હેપેટાઇટિસ શું છે અને તે કેટલું ખતરનાક છે?
હેપેટાઇટિસ એટલે લીવરમાં બળતરા. આ બળતરા વાયરસને કારણે થાય છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે લીવર ફેલ્યોર, લીવર કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. હેપેટાઇટિસના 5 મુખ્ય પ્રકાર છે જેમાં A, B, C, D અને Eનો સમાવેશ થાય છે. પરંતુ આમાંથી, હેપેટાઇટિસ B અને C સૌથી ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે લાંબા સમય સુધી શરીરમાં રહે છે અને ધીમે ધીમે લીવરને નુકસાન પહોંચાડી શકે છે. હેપેટાઇટિસ કોઈપણને થઈ શકે છે, પરંતુ તે કેટલાક કારણોસર ઝડપથી ફેલાય છે, જેમ કે ગંદા અને અસ્વચ્છ ખોરાક, ચેપગ્રસ્ત લોહી અથવા સોયનો ઉપયોગ, ચેપગ્રસ્ત માતાથી બાળકમાં અથવા ગંદકી.
હેપેટાઇટિસના લક્ષણો શરૂઆતમાં ખૂબ જ સામાન્ય હોઈ શકે છે, પરંતુ જ્યારે તે ગંભીર બને છે, ત્યારે લક્ષણો આ રીતે દેખાય છે, જેમ કે થાક અને નબળાઈ, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો અથવા સોજો, ઉલટી અથવા ઝાડા, ઘેરા રંગનો પેશાબ, કમળો અને તાવ. ક્યારેક આ રોગ કોઈપણ લક્ષણો વિના પણ થઈ શકે છે અને ધીમે ધીમે લીવરને નુકસાન પહોંચાડતો રહે છે. તેથી, સમય સમય પર ચેકઅપ કરાવવું મહત્વપૂર્ણ છે.
હેપેટાઇટિસ કેવી રીતે મૃત્યુનું કારણ બની શકે છે?
જો હેપેટાઇટિસ લાંબા સમય સુધી શરીરમાં રહે અને તેની સારવાર ન કરવામાં આવે તો તે લીવરને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડી શકે છે, લીવર સિરોસિસ અથવા લીવર કેન્સરનું કારણ બની શકે છે, જે વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે. નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી ચાલતા હેપેટાઇટિસ સી અને બીના ક્રોનિક કેસોમાં મૃત્યુનું જોખમ સૌથી વધુ હોય છે.
WHO અનુસાર, દર વર્ષે 13 લાખ લોકો હેપેટાઇટિસથી મૃત્યુ પામે છે. તે જ સમયે, વિશ્વમાં 25 કરોડ લોકો હેપેટાઇટિસ બીથી અને 5 કરોડ લોકો હેપેટાઇટિસ સીથી પીડાય છે. એકલા ભારતમાં, લગભગ 4 કરોડ લોકો હેપેટાઇટિસ બીથી અને 1 કરોડ લોકો હેપેટાઇટિસ સીથી પ્રભાવિત છે.
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે સોમવારે લોકસભામાં પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર 16 કલાક લાંબી ચર્ચા થવાની છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચર્ચાની શરૂઆત કરશે. ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ વિરોધ પક્ષના સવાલોના જવાબ આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ચર્ચામાં ભાગ લે તેવી શક્યતા છે. વિરોધ પક્ષ તરફથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ તથા અન્ય સાંસદો સરકાર સમક્ષ પ્રશ્નો ઉઠાવશે. ચોમાસુ સત્રના પહેલા દિવસે જ વિરોધ પક્ષના સાંસદો પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર સરકારથી જવાબ માગતા રહ્યા છે.
સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજુએ 25 જુલાઈએ જણાવ્યું હતું કે ચોમાસુ સત્રમાં પહેલું સપ્તાહમાં હંગામો જ રહ્યો હતો. એથી તમામ પક્ષોએ સામૂહિક રીતે નિર્ણય કર્યો છે કે સોમવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર વિશેષ સત્ર યોજાશે. ત્યાર બાદ મંગળવારે રાજ્યસભામાં પણ આ મુદ્દા પર 16 કલાકની ચર્ચા થશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે પહલગામ હુમલાના આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. તેમને મારવામાં પણ આવ્યા નથી. ઉપરાજ્યપાલે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુપ્તચર તંત્ર ધ્વસ્ત થયું છે. ટ્રમ્પ 24 વખત કહી ચૂક્યા છે કે તેમણે યુદ્ધ રોકી દીધું છે. સરકારે આ તમામ મુદ્દાઓ પર જવાબ આપવો જોઈએ. ઉપરાજ્યપાલે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે ખંડિત થયું છે. સેના પ્રમુખ, CDS અનિલ ચૌહાણ અને અન્ય અધિકારીઓએ પણ કેટલાક ખુલાસા કર્યા છે.
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે દેશમાં એવો સંદેશ નહીં જવો જોઈએ કે સરકાર પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા ઇચ્છતી નથી. અમે દરેક રીતે ચર્ચા કરીશું અને દેશના સમક્ષ તમામ મુદ્દાઓ રજૂ કરીશું.
નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.
સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે, લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો, બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.
નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.
અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.
પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.
તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.
વહેલાલ: અમદાવાદ શહેરથી દહેગામ તરફ જતાં માર્ગ પર આવેલા વહેલાલ ગામ પાસે આવેલા શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવના પારાના શિવલિંગ પર સવા લાખ બીલીપત્ર અર્પણ કરાયા. રવિવારે વહેલી સવારથી જ સંધ્યા સુધી ઓમકારના મંત્ર જાપ સાથે ભક્તોએ શિવલિંગની પૂજા કરી બીલીપત્ર અર્પણ કર્યા. શ્રાવણ મહિનામાં ભક્તો મહાદેવના મંદિરે જઈ દૂધ જળ બિલ્વપત્રથી શિવલિંગની પૂજા કરી ભોળાનાથની ભક્તિમાં લીન થઈ જાય છે. વિશ્વ આખાયમાં મોટાભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જ જોવા મળતું હોય છે. વહેલાલ ગામનું પારદેશ્વર મહાદેવ મંદિર એક માત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ પારો અર્થાત મેરક્યુરીમાંથી બનેલું છે. વર્ષોની તપશ્ચર્યા જડીબુટ્ટીઓના મિશ્રણ અને અપાર શ્રધ્ધાના સમન્વયથી આ પારાનું શિવલિંગ બન્યું છે.આ પારદ શિવલિંગ, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આ મંદિર સ્થાપવામાં આવ્યું હતું.નરોડા-દહેગામ વચ્ચે આવેલા વહેલાલ ગામની સીમમાં આવેલું આ પ્રણવ પારદેશ્વર મહાદેવનું મંદિર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં એક અનોખું મંદિર છે. અદભૂત અને અલૌકિક એવા આ પારદેશ્વર મહાદેવનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. અહીંના સંસ્થાપક શ્રી શ્રી માં અનંતાનંદજી અહીંયા શિવપૂજા સહિત દિવ્ય જયોત આયુર્વેદક રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે.જ્યાં જીવલેણ રોગ જેવા કે કેન્સરની પણ સફળ સારવાર થાય છે. આ શિવલિંગ બનાવવામાં ઉપયોગ થયેલ દુર્લભ જડીબુટ્ટીઓ અને પારાના લીધે આ શિવલિંગ પર અભિષેક કરાયેલું પાણી આયુર્વેદિક દવા બનાવવામાં અને વનસ્પતિઓના ઉછેર માટે કરવામાં આવે છે.એક માન્યતા અનુસાર પૃથ્વી, પાતાળ અને આકાશ ત્રણે લોકોના શિવલિંગનું પૂજા કર્યાનું ફળ માત્ર આ પારદ શિવલિંગના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. પારદ શિવલિંગનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. સમગ્ર ભારત દેશમાં અનેક ખૂબી છે..ઘણાં શોધ સંશોધન ધર્મ આધ્યાત્મ વિજ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે. પારો બાંધવાની ક્રિયા વિજ્ઞાન પાસે નથી અને આપણા યોગીઓ પોતાના તપોબળ અને આયુર્વેદિક ઔષધિઓ સાથે અપાર શ્રધ્ધા અને વિશ્વાસના બળે આ કાર્ય સિધ્ધ કરીને બતાવ્યું છે.શ્રાવણ મહિનો પૂર્ણ થયા પછી પણ આખા વર્ષ દરમિયાન આ શિવલિંગના દર્શન કરવા લોકો દેશ વિદેશથી આવે છે.આ ધાર્મિક સ્થળના મુખ્ય એવા અનંતાનંદ માં ને આ આધ્યાત્મ અને આયુર્વેદનો વારસો ગિરનારી બાબા તરફથી મળ્યો હતો. ગિરનારી બાબા જડીબુટ્ટી વિજ્ઞાનના ખૂબ જ પારંગત હતા. અનંતાનંદ માં ને જ પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી હતી. અમદાવાદ નજીક આવેલા વહેલાલના આ પવિત્ર તીર્થ સમાન પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવો એક લ્હાવો છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમના એક નિવેદનથી વિવાદ ઊભો થયો છે. પહેલગામ આતંકી હુમલા અંગે તેમણે કહ્યું છે કે હજુ સુધી ક્યાં પુરાવા છે કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા. આ નિવેદન પછી ભાજપે કોંગ્રેસ સામે મોરચો ખોલી દીધો છે.
NIAએ આટલા દિવસોમાં શું કર્યું છે? શું તેમણે આતંકવાદીઓની ઓળખ કરી છે? શું તેમને ખબર પડી ગઈ છે કે તેઓ ક્યાંથી આવ્યા હતા? તે લોકો ‘હોમગ્રોન ટેરરિસ્ટ’ પણ હોઈ શકે છે. તમે આવી પૂર્વગ્રહભરેલી ધારણા પર કેમ ચાલો કે આતંકી પાકિસ્તાનથી જ આવ્યા છે? આ બાબતમાં હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવો નથી મળ્યો, એમ તેમણે કહ્યું હતુંપી. ચિદમ્બરમનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર મેરેથોન ચર્ચા શરૂ થવાની છે. એ પહેલાં જ આ વિવાદ ભાજપ માટે મોટો મુદ્દો બની ગયો છે.
P. Chidambaram, former UPA-era Home Minister and the original proponent of the infamous “Saffron Terror” theory, covers himself with glory yet again:
“Have they (NIA) identified the terrorists or where they came from? For all we know, they could be homegrown terrorists. Why do… pic.twitter.com/c32I1KzqOg
ભાજપના નેતા અમિત માલવિયાએ તીવ્ર પ્રહારો કરતાં કહ્યું હતું કે યુપીએ શાસનમાં ગૃહમંત્રી રહ્યા અને ભગવા આતંકવાદની થિયરી ઊભી કરનારા પી. ચિદમ્બરમ ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે. કોંગ્રેસે ફરી પાકિસ્તાનને ક્લીનચિટ આપી દીધી છે, આ વખતે પહેલગામ આતંકી હુમલા બાદ એવું થયું છે. દરેક વખત શા માટે એવું બને છે કે જ્યારે આપણી સેનાએ પાકિસ્તાની આતંકવાદને પડકાર્યો હોય ત્યારે કોંગ્રેસ ઇસ્લામાબાદના વકીલની જેમ ઊભી થાય છે?
આ અગાઉ પણ કેટલાક નેતાઓનાં વિવાદાસ્પદ નિવેદનોએ ભારે બબાલ ઊભી થઈ છે. ત્યારે હવે જ્યારે વિપક્ષ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, ત્યારે ભાજપ ચિદમ્બરમના નિવેદનને આધારે તીખા પ્રશ્નો પૂછશે.
માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતીય ટીમે આશ્ચર્યજનક વાપસી કરી અને ઇંગ્લેન્ડને ડ્રો કરવા મજબૂર કર્યું. ટેસ્ટ મેચના છેલ્લા દિવસે, ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર સદીઓના આધારે ઇંગ્લેન્ડની લીડનો અંત લાવ્યો અને આખો દિવસ બેટિંગ કરીને હાર ટાળી. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથા દિવસે, ઇંગ્લેન્ડે ટીમ ઈન્ડિયા પર 311 રનની લીડ મેળવી અને પછી પહેલી ઓવરમાં જ બે વિકેટ લીધી. અહીંથી, ટીમ ઈન્ડિયાનો પરાજય નિશ્ચિત લાગતો હતો, પરંતુ મેચના છેલ્લા 5 સત્રોમાં, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની સદીઓ અને કેએલ રાહુલની યાદગાર ઇનિંગ્સે ટીમ ઈન્ડિયાને હારથી બચાવી લીધી.
The 4th Test ends in a draw in Manchester! 🤝
Tremendous display of resistance and composure from #TeamIndia in Manchester! 👏👏
ટેસ્ટ શ્રેણીમાં પહેલાથી જ 1-2 થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયા શ્રેણી ગુમાવવાના ભયનો સામનો કરી રહી હતી. ચોથા દિવસે, કેપ્ટન ગિલ અને રાહુલે મળીને 174 રનની શાનદાર ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયા માટે ડ્રોની આશાઓ વધારી. પરંતુ છેલ્લા દિવસે 137 રનની લીડ હજુ ખતમ થવાની બાકી હતી અને દિવસના પહેલા સત્રમાં જ બેન સ્ટોક્સે રાહુલ (90) ને પેવેલિયનમાં પાછો મોકલી દીધો, જે ફક્ત 10 રનથી પોતાની સદી ચૂકી ગયો. કેપ્ટન ગિલ હાથ અને માથામાં ઈજાગ્રસ્ત હોવા છતાં આગળ રહ્યો.
ભારતીય કેપ્ટન ગિલે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા આ શ્રેણીમાં પોતાની ચોથી સદી પણ પૂર્ણ કરી. જોકે, પ્રથમ સત્રના અંત પહેલા જ જોફ્રા આર્ચરે ગિલ (102) ને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી દીધી. આ તે ક્ષણ આવી ગઈ, જે ઈંગ્લેન્ડ માટે ઘાતક સાબિત થઈ. ક્રીઝ પર આવેલા નવા બેટ્સમેન રવિન્દ્ર જાડેજા પહેલા જ બોલ પર સ્લિપમાં કેચ આપી બેઠો પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ લેનારા ફિલ્ડર જો રૂટે આ તક ગુમાવી દીધી.
ટીમ ઈન્ડિયા તે સમયે ઈંગ્લેન્ડથી 89 રન પાછળ હતી પરંતુ આ ઈંગ્લેન્ડ માટે છેલ્લી તક સાબિત થઈ. આ પછી, જાડેજા અને સુંદરે આગામી બે સત્રો માટે બેટિંગ કરી અને ઈંગ્લેન્ડ પાસેથી વિજય છીનવી લીધો. આ ઇનિંગમાં સુંદરને ઇજાગ્રસ્ત ઋષભ પંતના સ્થાને પ્રમોટ કરવામાં આવ્યો હતો અને આ યુવા ઓલરાઉન્ડરે પોતાને સાબિત કર્યું હતું. સુંદર અને જાડેજાએ આ બે સત્રોમાં કુલ 334 બોલમાં બેટિંગ કરી અને 203 રનની અણનમ ભાગીદારી કરીને ટીમ ઇન્ડિયાને 425 રન સુધી પહોંચાડી દીધી. બંનેએ છેલ્લા સત્રમાં પોતાની સદી પૂરી કરી અને ટીમ ઇન્ડિયાને 114 રનની લીડ અપાવી, ત્યારબાદ બંને ટીમો ડ્રો માટે સંમત થઈ. જાડેજા (અણનમ 107) એ પોતાની પાંચમી અને સુંદર (અણનમ 101) એ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી.