Home Blog Page 717

ગુલકંદ – ૦૨ ઓગસ્ટ ૨૦૨૫

૦૨ ઓગસ્ટ ૨૦૨૫

National Film Awards: શાહરુખ અને વિક્રાંત સિવાય આ એક્ટરે જીત્યો પહેલી વાર એવોર્ડ

રાજધાની દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (71st National Film Awards 2025) ની જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કર્યા. આ પુરસ્કારો આપવા માટે જ્યુરીએ 22 ભાષાઓમાં 115થી વધુ ફિલ્મો જોઈ અને તેમના નામાંકન આપ્યા. આપણે જાણીએ કઈ ફિલ્મ્સે જીત્યા એવોર્ડ અને ક્યા એક્ટર્સે મારી બાજી.

Photo: IANS

ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારીને કારણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં વિલંબ થઈ રહ્યો છે. વર્ષ 2024 માં, 2022 માં રિલીઝ થનારી ફિલ્મોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. હવે આ વર્ષે, વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મોને પુરસ્કાર આપવામાં આવશે. શાહરૂખ ખાનને તેમનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. તેમને આ પુરસ્કાર ફિલ્મ ‘જવાન’ માટે મળ્યો છે. અભિનેતા વિક્રાંત મેસીએ પણ આ વખતે બાજી મારી છે. તેમને ફિલ્મ ’12મી ફેલ’ માટે બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

‘કટહલ’ ને બેસ્ટ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કટહલ’ માં સાન્યા મલ્હોત્રા, વિજય રાજ અને અનંત જોશી જેવા સ્ટાર્સ હતા.

નૉન ફિચર ફિલ્મ હિન્દી ભાષા માટે બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ ‘ધ ફર્સ્ટ ફિલ્મ’ ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન પિયુષ ઠાકુરે કર્યું છે. નૉન ફિચર બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ હિન્દી ભાષામાં ગિદ્ધ ધ સ્કેવેન્જરને આપવામાં આવ્યો છે જેનું દિગ્દર્શન મનીષ સૈનીએ કર્યું છે. બેસ્ટ નોન ફીચર ફિલ્મ એવોર્ડ ધ ફ્લાવરિંગ મેન (હિન્દી)ને મળ્યો છે.

વર્ષ 2023 માં રિલીઝ થયેલી આ પ્રાદેશિક ભાષાની ફિલ્મોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહી છે. સંપૂર્ણ યાદી જુઓ

બેસ્ટ ગુજરાતી ફિલ્મ:વશ

બેસ્ટ બંગાળી ફિલ્મ: ડીપ ફ્રીઝ

બેસ્ટ હિન્દી ફિલ્મ: કટહલ

બેસ્ટ કન્નડ ફિલ્મ: કંડીલુ

બેસ્ટ સ્પેશિયલ મેન્શન ફીચર ફિલ્મ: એનિમલ (રી-રેકોર્ડિંગ મિક્સર, એમઆર રાજકૃષ્ણન)

બેસ્ટ તેલુગુ ફીચર ફિલ્મ: ભગવંત કેસરી

બેસ્ટ તમિલ ફીચર ફિલ્મ: પાર્કિંગ

બેસ્ટ મરાઠી ફીચર ફિલ્મ: શ્યામચી આઈ

બેસ્ટ મલયાલમ ફીચર ફિલ્મ: ઉલ્લુઝુકુ

રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો

જ્યારે વિક્રાંત મેસી અને શાહરૂખ ખાનને અનુક્રમે ’12મી ફેઇલ’ અને ‘જવાન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. જ્યારે રાની મુખર્જીને 2023 માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ માટે બેસ્ટ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. શાહરુખ અને વિક્રાંતની જેમ રાનીનો પણ આ પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે.

આ ઉપરાંત, મનોજ બાજપેયીની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ને બેસ્ટ સંવાદ પુરસ્કાર મળ્યો છે. ફિલ્મના સંવાદો દીપક કિંગરાની દ્વારા લખવામાં આવ્યા છે. કોરિયોગ્રાફી માટે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માંથી ‘ઢીંઢોરા બાજે રે’ (હિન્દી)ને શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી હતી. જ્યારે ‘ધ કેરલા સ્ટોરી’ ને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

બેસ્ટ સિનેમેટોગ્રાફી: ધ કેરલા સ્ટોરી
બેસ્ટ બાળ કલાકાર: સુકીર્તિ વેણી (ગાંધી કથા ચેટ્ટુ), કબીર ખંડારે (જીપ્સી), ત્રિશા તોસર, શ્રીનિવાસ પોકલે અને ભાર્ગવ જગપત (નાલ 2)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર: પીવીએનએસ રોહિત, તેલુગુ (બેબી)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: ચલેયા (જવાન), શિલ્પા રાવ
બેસ્ટ ડાયલોગ રાઈટર: દીપક કિંગરાણી (સિર્ફ એક બંદા કાફી હૈ)
બેસ્ટ પટકથા: બેબી (તેલુગુ), પાર્કિંગ (તમિલ)

પંચાંગ 2/8/2025

BAPSના ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીનું અમેરિકામાં થયું ભવ્ય સન્માન

ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિષ્ઠિત સંત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પ્રેરક વક્તા છે. એમના આધ્યાત્મિક માર્ગદર્શન, માનવીય મૂલ્યોના પ્રચાર અને સમાજ કલ્યાણ માટેના અવિરત પ્રયાસોએ વિશ્વભરમાં લાખો લોકોના જીવનને પ્રેરણા અને પ્રકાશ આપ્યો છે.

મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ, ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને સેવાના માધ્યમથી સમાજને એક નવી દિશા આપી છે. એમના વ્યાખ્યાનો અને સેવાકાર્યો દ્વારા તેઓ વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે.

જુલાઈ 2025માં, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને તેમના અસાધારણ આધ્યાત્મિક અને સામાજિક યોગદાન માટે અમેરિકાના વિવિધ રાજ્યો અને શહેરોની સરકારો દ્વારા ભવ્ય સન્માન આપવામાં આવ્યું. આ સન્માનો તેમના આધ્યાત્મિક માર્ગદર્શન, સમાજ સેવા અને માનવીય મૂલ્યોના પ્રચાર માટેની તેમની અવિરત પ્રતિબદ્ધતાની સાક્ષી પૂરે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ તરફથી મળેલી કોંગ્રેસનલ માન્યતા, જે તેમને “આત્મિક વિકાસ માટેની અસાધારણ સેવા” બદલ કોંગ્રેસના સભ્ય સુહાસ સુબ્રમણિયમ દ્વારા આપવામાં આવી.

ડેલાવેર રાજ્યના ગવર્નર મૅથ્યુ મેયર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા હેઠળ સ્વામીના “લોકોના અંગત અને વ્યાવસાયિક જીવનને સુધારવા માટેના પ્રાયોગિક માર્ગદર્શન” માટે તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું.

ન્યૂ જર્સી રાજ્યના સેનેટર પેટ્રિક ડાઈગનેન દ્વારા સ્વામીના “શાશ્વત મૂલ્યોના સમર્પિત દૂત” તરીકેના કાર્ય માટે સરાહના વ્યક્ત કરવામાં આવી હતી.

મેસેચ્યુસેટ્સ રાજ્યમાંથી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર રોનાલ્ડ મેરિયાનો અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ રૉડની એલિયટ દ્વારા પણ સ્વામીના “માનવતાના કલ્યાણ અને સૌહાર્દ માટેના યોગદાન” બદલ સન્માન જાહેર કરાયું.

વર્જિનિયા રાજ્યમાંથી સેનેટર કન્નન શ્રીનિવાસન અને સેનેટર ડૅની ડિગ્સ દ્વારા સ્વામીની “સમાજ સેવા અને સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા”ને લઈને સન્માન વ્યક્ત થયું.

મેસેચ્યુસેટ્સના લોઅલ શહેરના મેયર ડેનિયલ રૌર્ક, હેમ્પટન શહેરના મેયર જેમ્સ એ. ગ્રે જુનિયર અને વર્જિનિયાના ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરના મેયર ફિલિપ જોન્સ દ્વારા પણ તેમની વિચારોના વૈશ્વિક પ્રભાવ અને જીવનમાં સુધારો લાવતી પ્રવૃત્તિઓ બદલ જાહેરનામા દ્વારા સન્માન આપવામાં આવ્યું.

આ સન્માનો દર્શાવે છે કે, પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીના જીવનમૂલ્યો અને ભાષણોએ માત્ર ભારતીય સમુદાય નહીં પણ વિશ્વભરમાં લોકોના જીવનમાં સકારાત્મક પ્રેરણા પૂરાં પાડી છે. તેમની કાર્યપદ્ધતિ અને નિષ્ઠા સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને વધારવા માટે એક જીવંત ઉદાહરણ બની રહી છે.

 

ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીના આધ્યાત્મિક નેતૃત્વ અને સમાજ સેવાની વૈશ્વિક અસરનો પુરાવો છે. તેમના પ્રેરક વ્યાખ્યાનો અને સેવાકાર્યોએ અમેરિકાના વિવિધ સમુદાયોમાં શાંતિ, સદભાવ અને સકારાત્મક પરિવર્તનનો સંદેશ ફેલાવ્યો છે.

ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો, “TTF”નું આયોજન

અમદાવાદ: પર્યટન ઉદ્યોગના વિકાસને સમર્પિત સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ ફેર, “TTF” ગુરુવારે શરૂ થયો છે. આ શો 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2025 સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર, કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. TTFનું ઉદ્ઘાટન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મર અબ્દુલ્લા અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી મુલુભાઈ બેરાની ઉપસ્થિતિમાં થયું હતું. TTFમાં ભારત અને વિદેશના 900થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો છે. દિવાળી અને શિયાળાની રજાઓ પહેલાં યોજાનારા આ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન 12,500થી વધુ ઉદ્યોગ વ્યાવસાયિકોની હાજરીની અપેક્ષા છે.

“TTF અમદાવાદ 2025” તે ટ્રાવેલ ટ્રેડ પ્રોફેશનલ્સ અને પ્રદર્શકો માટે શો ફ્લોર પર થયેલી ડીલ સાથે જોડાવા, નેટવર્ક સ્થાપિત કરવા અને તેમના વ્યવસાયને વધારવા માટે એક આદર્શ પ્લેટફોર્મ રજૂ કરે છે. આ ઇવેન્ટ ફક્ત B2B માટે છે અને TTF શ્રેણીના સૌથી મોટા શો તરીકે, યાત્રા અને તહેવારોની મોસમની એક મહત્વપૂર્ણ શરૂઆત દર્શાવે છે. આ વર્ષે, 25+ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રદર્શન કરી રહ્યા છે. ખાનગી ક્ષેત્ર દ્વારા 30થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, શ્રીલંકા ટુરિઝમની સત્તાવાર ભાગીદારી સાથે-સાથે મોટી સંખ્યામાં ભાગીદારો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.અમદાવાદમાં TTF શો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન બોર્ડની વિવિધ શ્રેણીને એકસાથે લાવી રહ્યું છે. જેમાં શ્રીલંકા પ્રવાસન, ગુજરાત પ્રવાસન, ઉત્તર પ્રદેશ પ્રવાસન, ઉત્તરાખંડ પ્રવાસન, જમ્મુ અને કાશ્મીર પ્રવાસન, ગોવા પ્રવાસન, ઓડિશા પ્રવાસન, રાજસ્થાન પ્રવાસન, પંજાબ પ્રવાસન, કેરળ પ્રવાસન, કર્ણાટક પ્રવાસન, આસામ પ્રવાસન, તમિલનાડુ પ્રવાસન, છત્તીસગઢ પ્રવાસન, મેઘાલય પ્રવાસન, ત્રિપુરા પ્રવાસન વિભાગ અને અન્ય અનેક સામેલ છે.આની સાથે જ, આ ભવ્ય શોમાં હોલિડે મિકેનિક, પ્રવેગ લિમિટેડ, ધ ટ્રાવેલ નેક્સસ, વિન્ડહામ હોટેલ ગ્રુપ, બુકિંગ વિન્ડો, ટ્રાવેલ હાઇ, બાયન ગ્રુપ ઓફ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, બુકિંગ જંકશન, ટ્રાવેલ પ્લગ, ગ્લોબલ ટુરિઝમ ક્લબ, ટ્રુલી ઇન્ડિયા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ક્રૂઝ કેરોટ, શ્રી સિદ્ધિ ડીએમસી ટ્રાવેલ હબ, સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, રોયલ ઓર્કિડ હોટેલ્સ, ટ્રીટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, કોન્સેપ્ટ હોસ્પિટાલિટી, ઓટિલા ઇન્ટરનેશનલ, રેડિસન હોટેલ ગ્રુપ, હોલિડે સ્કેચર ડીએમસી ફોર બાલી અને અન્ય જેવા અગ્રણી ખાનગી પ્રદર્શકો તેમની શ્રેષ્ઠ ઓફરો પ્રદર્શિત કરી રહ્યા છે.ફેરફેસ્ટ મીડિયાના ચેરમેન અને સીઈઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ વર્ષે TTFની આવૃત્તિ સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન માટે ભારતના મહત્વ અને વિશ્વભરમાં ભૂ-રાજકીય સ્તરે અસ્થિરતા દરમિયાન એશિયા પર વધતા ફોકસનું પ્રમાણ છે. અમે શ્રીલંકા અને ઘણા બધા ભાગીદારોનું સ્વાગત કરીએ છીએ, જે અમદાવાદને TTF શ્રેણીની સૌથી મોટી ઇવેન્ટ બનાવે છે. અમે વાર્ષિક ધોરણે 20% વધુ મુલાકાતીઓ અને તમામ માટે ઉલ્લેખનીય વ્યવસાયિક પરિણામોની અપેક્ષા રાખીએ છીએ.”

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના તાજેતરના રાષ્ટ્રીય પ્રવાસન અહેવાલ મુજબ, ગુજરાતે ભારતના પ્રત્યક્ષ પ્રવાસન GDPમાં આશરે 5.85% અને પરોક્ષ પ્રવાસન GDPમાં 9.55% યોગદાન આપ્યું છે. ભારતના પ્રવાસન અર્થતંત્રમાં ગુજરાતનો કુલ પ્રવાસન ઉત્પાદન હિસ્સો 15.39% છે. ગુજરાતના મૂળના પ્રવાસીઓ સ્થાનિક પ્રવાસોમાં આશરે 8% ફાળો આપે છે. તેઓ બહાર જતા પ્રવાસનમાં પણ ઉલ્લેખનીય હિસ્સો ધરાવે છે, જે કોઈપણ સમયે ભારતીય પ્રવાસીઓનો 30-40% જેટલો હોય છે.

ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને એઆઇ ટેક્નોલોજીમાં ભારતનું ભવિષ્ય ઉજળું: ડો. ભાટકર

વડોદરા: ભારતના સુપર કોમ્પ્યુટર ‘પરમ’ના જનક તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડો. વિજય ભાટકર શહેરની મુલાકાતે આવ્યા હતા. તેમણે માતૃ સંસ્તા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી. ભારતને કોમ્પ્યુટર હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના અભિયાનની સફળતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે, હવે એ દિવસો બહુ જ નજીક છે કે, ભારતમાંથી વિદેશોમાં પણ કોમ્પ્યુટર હાર્ડવેરની નિકાસ થવા લાગશે.મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાની ઇજનેરી વિદ્યાશાખામાં અભ્યાસ કરનારા ડો. ભાટકરે યુનિવર્સિટીમાં ટેકો તરીકે ઓળખાતા કેમ્પસમાં બેસી અભ્યાસકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમને ભારત દ્વારા નિર્મિત સુપર કોમ્પ્યુટરના ફાધર માનવામાં આવે છે. તેઓ હાલમાં નાલંદા યુનિવર્સિટીના કુલપતિ છે.વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સરકારના પ્રયત્નોના કારણે કોમ્પ્યુટર ચિપ્સના પ્લાન્ટ સ્થાપવા લાગ્યા છે. આ બાબત સૂચવે છે કે, હવે માત્ર સોફ્ટવેર નિર્માણના ક્ષેત્રમાં જ નહી પરંતુ, કોમ્પ્યુટર હાર્ડવેરના ક્ષેત્રમાં નિકાસની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. એક સમયે ભેલ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક લિમિટેડ જેવી થોડી કંપનીઓ જ કામ કરતી હતી. હવે ખાનગી કંપની દ્વારા દ્વારા કોમ્પ્યુટર ચિપ્સના પ્લાન્ટ નંખાઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે, આર્ટીફિશ્યલ ઇન્ટેલિન્સ ઉપરાંત ન્યુ એજ કોમ્પ્યુટર, સોફ્ટવેરના નિર્માણમાં ભારતે હજુ લાંબુ ખેડાણ કરવાનું છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો પણ ભારત કે ભારતીયો દ્વારા નિર્મિત સોફ્ટવેર ઉપર આધાર રાખે છે. કોમ્પ્યુટર સોફ્ટવેરના નિર્માણમાં ભારતીયોનું ખૂબ જ યોગદાન છે. દક્ષિણ ભારત ઉપરાંત ગુજરાતના ઇજનેરો આ દિશામાં મહત્વનું કામ કરી રહ્યા છે.ઇન્ડીજીનિયસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારત અને ભારતીયોનું યોગદાન વધશે, એવું સૂચિત કરતા તેમણે કહ્યું કે, ભારતીય સોફ્ટવેર ઇજનેરો નવું સંશોધન કરતા રહ્યા છે. અમે જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અભ્યાસ કરતા હતા, ત્યારે માત્ર એનાલોગ કોમ્પ્ટુટર હતા. દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં પણ થોડા ડિઝિટલ કોમ્પ્યુટર હતા. હવે જે સંશોધનો થઇ રહ્યા છે, તે સૌની સામે છે. સોફ્ટવેર ટેક્નોલોજીના કારણે ડિઝીટલ રિવોલ્યુશન આવ્યું છે. એઆઇ ટેક્નોલોજીમાં ભારતીયોનું ભવિષ્ય ઉજળું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેક્સટાઇલમાં આયોજિત એક કાર્યક્રમમાં ડો. વિજય ભાટકરે ઇજનેરી છાત્રો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

શાંતિ એશિયાટિક સ્કૂલમાં ‘SAS ફેસ્ટ 2025’ યોજાયો

અમદાવાદ: બોપલ ખાતે આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલમાં “એસ.એ.એસ. (SAS) ફેસ્ટ 2025” ઉત્સાહ અને આનંદ સાથે યોજાયો. આ ફેસ્ટમાં અમદાવાદની દસ સી.બી.એસ.ઇ. સ્કૂલ્સના 250 વિધ્યાર્થીઓએ યોગા, આર્ટ, ડાન્સ, મ્યુઝિક જેવી વિવિધ કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લીધો.આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યાર બાદ શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.દરેક સહભાગી વિદ્યાર્થીઓએ અસાધારણ કૌશલ્ય, સર્જનાત્મકતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું. જેનાથી વાતાવરણ પ્રતિભા અને સ્વસ્થ સ્પર્ધાથી ભરેલું બન્યું.બધી જ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મહારાજા અગ્રસેન સ્કૂલને ઓવરઓલ ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી.સમાપન સમારોહ દરમિયાન યજમાન શાળા શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડની પ્રસ્તુતિ કરવામાં આવી. જેણે કાર્યક્રમની ઉજવણીના મૂડમાં વધારો કર્યો.

શિક્ષકો, કાઉન્સિલના સભ્યો, સ્વયંસેવકો અને તમામ ભાગ લેતી શાળાઓના સામૂહિક પ્રયાસોને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો.

25 વર્ષ બાદ આમિર પહોંચ્યા ગુજરાતના આ ગામે, જ્યાં થયું હતું લગાન ફિલ્મનું શૂટિંગ

2001માં રિલીઝ થયેલી આમિર ખાનની ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ ‘લગાન’નું શૂટિંગ ગુજરાતના ભુજના કુનારિયા ગામમાં થયું હતું. મિસ્ટર પરફેક્શનિસ્ટ લગભગ 25 વર્ષ પછી આ ગામમાં પાછા ફર્યા છે. તેનું કારણ પણ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં, આમિર ખાન આ વર્ષે જૂનમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘સિતારે જમીન પર’ના સ્ક્રીનિંગ માટે અહીં પહોંચ્યા હતા. તેમણે ગામલોકો સાથે બેસીને ‘સિતારે જમીન પર’ ફિલ્મ જોઈ હતી.

ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે તે તેની ફિલ્મના ખાસ સ્ક્રીનિંગ માટે કુનરિયા ગામ પહોંચ્યા, જ્યાં ગામલોકોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. આમિર ખાને ગામલોકો સાથે બેસીને ફિલ્મ ‘સિતારે જમીન પર’ જોઈ. આ દરમિયાન દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘લગાન’નું શૂટિંગ આ ગામમાં જ પૂર્ણ થયું હતું. ફિલ્મમાં તેને ચંપાનેર તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તાજેતરમાં રિલીઝ થયેલી તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સિતારે જમીન પર’ માટે કુનરિયા ગામ જવું એ આમિર ખાન માટે જૂની યાદો તાજી થવા બરાબર છે.

તમને જણાવી દઈએ કે જેનેલિયા દેશમુખ પણ ફિલ્મ ‘સિતારે જમીન પર’માં આમિર ખાન સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મ ‘સિતારે જમીન પર’ દ્વારા આમિર ખાને દસ નવી ઉભરતી પ્રતિભાઓને ફિલ્મમાં તક આપી. તેણે આરુષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભણસાલી, આશિષ પેંડસે, ઋષિ શહાની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર સાથે ફિલ્મ બનાવી હતી.

આ ફિલ્મનું દિગ્દર્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું હતું. આમિર ખાને ફિલ્મ ‘સિતારે જમીન પર’ OTT પર રિલીઝ કરી નથી, પરંતુ તે સીધી યુટ્યુબ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ 01 ઓગસ્ટના રોજ આમિરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ‘આમિર ખાન ટોકીઝ’ પર રિલીઝ થઈ હતી. અહીં ફિલ્મ પે-પર-વ્યૂ મોડેલ અનુસાર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ 100 રૂપિયા ચૂકવીને જોઈ શકાય છે.

જુલાઈમાં GST વસૂલાત 7.5 ટકા વધી રૂ. 1.96 લાખ કરોડ

નવી દિલ્હીઃ દેશમાં જુલાઈમાં કુલ GST વસૂલાત વધીને રૂ. 1.96 લાખ કરોડ થઈ  છે,એમ સરકારી આંકડા પરથી આ માહિતી મળી છે. તાજેતરના આંકડા અનુસાર ગયા વર્ષની જુલાઈના GST વસૂલીની સરખામણીએ આ વખતે 7.5 ટકાનો વધારો થયો છે. GST વસૂલાત સતત સાતમા મહિને રૂ. 1.8 લાખ કરોડથી વધુ રહી છે.

એપ્રિલ-જૂન 2025ના ત્રિમાસિક સમયગાળામાં વસૂલાત રૂ. 2.1 લાખ કરોડ રહી હતી. એપ્રિલ, 2025માં કુલ GST વસૂલી રૂ.  2.37 લાખ કરોડના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી હતી, પરંતુ એ મેમાં ઘટીને રૂ. 2.01 લાખ કરોડ રહી. ત્યાર બાદ જૂનમાં રૂ. 1.84 લાખ કરોડ રહી હતી. GST એ દેશમાં અસાધ્ય અને જુદા-જુદા પ્રકારના ઈન્ડાયરેક્ટ ટેક્સિસને દૂર કરીને તેના સ્થાને એકએકમ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ સ્થાપિત કરી. આ 1 જુલાઈ 2017થી અમલમાં આવી હતી.

વિત્ત મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, જુલાઈ 2025 માટે કુલ ગ્રોસ GST આવક રૂ. 1.96 લાખ કરોડ રહી હતી, જેમાં CGST – રૂ. 35,470 કરોડ, SGST – રૂ. 44,059 કરોડ, IGST – રૂ. 1,03,536 કરોડ અને સેસ (Cess) – રૂ. 12,670 કરોડનો સમાવેશ થાય છે.

જુલાઈ દરમ્યાન વૈશ્વિક અસ્થિરતા છતાં ભારતની ઉત્પાદન પ્રવૃત્તિમાં મજબૂતાઈ નોંધાઈ હતી. મેન્યુફેક્ચરિંગ PMI (Purchasing Managers’ Index) વધીને 59.1ના સ્તરે પહોંચી ગઈ, જે છેલ્લા 16 મહિનાના ઊંચા સ્તર છે.

વિત્ત વર્ષ 2024-25માં કુલ GST વસૂલી ₹22.08 લાખ કરોડના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 9.4 ટકા વધુ છે. આ વર્ષમાં GSTની સરેરાશ માસિક વસૂલી રૂ. 1.84 લાખ કરોડ નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2023-24માં આ સરેરાશ રૂ. 1.68 લાખ કરોડ રહી હતી.