નેપાળમાં જનરલ-ઝેડના વિદ્યાર્થીઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ કારણે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે બળવો કરી રહેલા વિરોધ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ નેપાળની સંસદ સુધી પહોંચ્યા. આ હિંસક વિરોધને કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુ બહાર થઈ ગઈ છે. નેપાળ કેબિનેટની બેઠક સાંજે 6 વાગ્યે બોલાવવામાં આવી છે.
આ હિંસક વિરોધને કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુ બહાર થઈ ગઈ છે.
નેપાળ કેબિનેટની બેઠક સાંજે 6 વાગ્યે
નેપાળના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી વિદ્યાર્થીઓ ગુસ્સે છે. આ હિંસક વિરોધને ધ્યાનમાં રાખીને, નેપાળ કેબિનેટની બેઠક સાંજે 6 વાગ્યે બોલાવવામાં આવી છે. નેપાળમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પણ ચાલી રહી છે.
નવી દિલ્હીઃ દેશને 15મા ઉપરાષ્ટ્રપતિ મળવાના છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ નવ સપ્ટેમ્બરે નવા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી થવાની છે. ભાજપની આગેવાનીવાળા NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિરોધ (INDIA) ગઠબંધને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ બી. સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. આ વચ્ચે સુદર્શન રેડ્ડીને મોટો ઝટકો લાગ્યો છે.
નવીન પટનાયકની પાર્ટી- બિજુ જનતા દળે (BJDએ) ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય BJD સુપ્રીમો નવીન પટનાયકની અધ્યક્ષતામાં પાર્ટીના સાત રાજ્યસભાના સભ્યોની બેઠક પછી લેવામાં આવ્યો છે. BJD સાંસદ સસ્મિત પાત્રાએ મિડિયાથી વાતચીતમાં કહ્યું હતું કે બિજુ જનતા દળે કાલે થનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. બિજુ જનતા દળ NDA અને INDIA બન્ને ગઠબંધનથી સમાન અંતર રાખશે. અમારું ધ્યાન ફક્ત ઓડિશા અને ઓડિશાના 4.5 કરોડ લોકોના વિકાસ અને કલ્યાણ પર કેન્દ્રિત છે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પર BJDનું વલણ અગાઉ બદલાતું રહ્યું છે. પાર્ટીએ 2012માં મતદાનથી પરહેજ કર્યો હતો, 2017માં વિરોધી ઉમેદવારને સમર્થન આપ્યું અને 2022માં NDAના ઉમેદવારને સમર્થન આપ્યું. કેન્દ્રીય આદિવાસી બાબતોના પ્રધાન જુએલ ઓરામે કહ્યું કે BJDનો મતદાનથી દૂર રહેવાનો નિર્ણય સ્વાગતયોગ્ય છે. તેમણે કહ્યું હતું કે આ NDA ઉમેદવારને આડકતરી મદદ સમાન છે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો સમય શું રહેશે?
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન મંગળવાર સવારે 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે પૂરું થશે. નિર્વાચક મંડળમાં રાજ્યસભા અને લોકસભાના બધા સભ્યો સામેલ રહેશે. મતગણતરી એ જ દિવસ સાંજે 6 વાગ્યે શરૂ થશે. નિર્વાચક મંડળમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો (હાલમાં પાંચ બેઠકો ખાલી છે), રાજ્યસભાના 12 નિમણૂક કરાયેલા સભ્યો અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યો (હાલમાં એક બેઠક ખાલી છે) સામેલ છે.
પંજાબ આ દિવસોમાં પૂરથી ખરાબ રીતે પ્રભાવિત છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પંજાબના પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા આગળ આવી રહ્યા છે. અભિનેતા સોનુ સૂદે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. તેમણે આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને લોકોને મદદ કરવાની વાત કરી છે.
સોનુ સૂદે પૂરનો તાગ મેળવ્યો
સોનુ સૂદે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં, તેને હોડી પર બેઠેલા જોઈ શકાય છે. તે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. તે સામાન્ય લોકોને મળી રહ્યા છે અને તેમની સાથે વાત કરી રહ્યા છે. તેમણે તસવીરો સાથેના કેપ્શનમાં લખ્યું, ‘હંમેશા પંજાબ સાથે. અમે જમીન પર હતા. અમે નુકસાનનું દુઃખ, હૃદયભંગનું દુઃખ જોયું. અમે એવી તાકાત પણ જોઈ જે ક્ષીણ થઈ ન હતી. ગામડાં પાણીમાં ડૂબી ગયા છે, જીવન બરબાદ થઈ ગયું છે, પરંતુ આશા હજુ પણ બાકી છે. અમે પંજાબને જે કંઈ જોઈએ છે તેમાં મદદ કરવા તૈયાર છીએ. ફરીથી બનાવવા માટે તૈયાર છીએ. સાથે મળીને ઘાવ મટાડવા માટે તૈયાર છીએ. અમે હંમેશા પંજાબ સાથે છીએ.’ ઘણા યુઝર્સે આ પહેલ માટે સોનુ સૂદની પ્રશંસા કરી છે.
કિડનીની બીમારીથી પીડાતા એક બાળકને મળ્યો
રવિવારે, સોનુ સૂદ પંજાબમાં એક નાના બાળકને મળ્યો જે કિડનીની બીમારીથી પીડાતો હોવાનું કહેવાય છે. તેણે કહ્યું કે તે તેને સાજા થવા માટે શક્ય તેટલું બધું કરશે. તેણે X પર હોસ્પિટલના ફોટા શેર કર્યા, જેમાં તે બાળક અને તેના પરિવારને મળતો જોવા મળે છે.
સોનુ સૂદે લખ્યું,’આજે પંજાબમાં નાના અવિજોતને મળ્યો. તેની આગળ એક મોટી લડાઈ છે. અમે તેને સ્વસ્થ થવામાં મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરીશું. આ નાનો એન્જલ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. તે એકલો નથી.’
5 સપ્ટેમ્બરના રોજ સોનુ સૂદે કહ્યું કે તેમણે છોકરાના પરિવાર સાથે વાત કરી છે અને તેમને ખાતરી આપી છે કે પૂરને કારણે ‘તેની સારવારમાં કોઈ અવરોધ નહીં આવે’.
ANI સાથે વાત કરતા સોનુ સૂદે કહ્યું, “હું બાગપુર, સુલતાનપુર લોધી, ફિરોઝપુર, ફાઝિલ્કા, અજનાલા જઈ રહ્યો છું અને હું આસપાસ જઈને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશ. પંજાબમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે, ઘણા ઘરો નાશ પામ્યા છે, લોકોની આજીવિકા બરબાદ થઈ ગઈ છે, તેથી હું શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરીશ. હું સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી તેમની જરૂરિયાતોની યાદી લઈશ.”
બિહાર ચૂંટણી પહેલા, સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર મોટો આદેશ આપ્યો છે. કોર્ટે આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે માન્યતા આપવાનો આદેશ આપ્યો છે. આનાથી બિહારના લાખો મતદારોને ફાયદો થશે, જેઓ મતદાર ID અને આધાર કાર્ડને ઓળખ ન હોવાને કારણે મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા માટે પોતાના જૂના દસ્તાવેજો બતાવી શક્યા ન હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 12મા દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ સ્વીકારવા અંગે તેના અધિકારીઓને સૂચનાઓ જારી કરવા જણાવ્યું છે.
આધાર નાગરિકતાનો પુરાવો રહેશે નહીં
બિહાર SIR પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે SIR પ્રક્રિયામાં મતદારોને સામેલ કરવા માટે ઓળખના હેતુથી આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે ગણવામાં આવે. અધિકારીઓને આધાર કાર્ડની પ્રામાણિકતા અને વાસ્તવિકતાની પુષ્ટિ કરવાનો અધિકાર રહેશે. તેને નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહીં.
અમદાવાદ: સમાજમાં નેત્રદાન અંગે જાગૃતિ આવે એ માટે “સક્ષમ” દ્વારા નેત્રદાન પખવાડાની ઉજવણી કરવામાં આવી. સક્ષમ કર્ણાવતી મહાનગરે મોબિલિટી જાગૃતતા લાવવા દ્રષ્ટિહીન તેમજ સામાન્ય વ્યક્તિઓ વચ્ચેના અંતરને પારખવા એક ‘બ્લાઈન્ડ ફોલ રેલી’નુ આયોજન કર્યુ હતું.નેત્રહીન અને નેત્ર સાથે જીવતા લોકોની આ રેલી સાથે જોડાયેલા અલ્પેશ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “આ રેલી નેત્રદાન માટે જાગૃતિ લાવવા કરવામાં આવી હતી. એની વિશેષતા એ છે કે જે જોઈ શકે છે એને આંખે પાટા બાંધીને જ્યારે એ સ્થિતિનો અહેસાસ થાય ત્યારે દ્રષ્ટિ તેજનું મહત્વ સમજાય. આ રેલીમાં થલતેજ મહિલા ITIની 25 જેટલી વિદ્યાર્થિનીઓને આમંત્રિત કરવામાં આવી હતી. એમની આંખો પર પાટા બાંધેલ અને એમને અંધ કન્યા પ્રકાશ ગૃહની 25 દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ સંસ્થાનાં કેમ્પસમાં જ દોરીને ચલાવ્યા હતા. મહિલા ITIની દિકરીઓએ ચક્ષુથી દિવ્યાંગ હોવાથી કેટલી મુશ્કેલીઓ પડે છે. એનો અહેસાસ કર્યો હતો. શા માટે નેત્રદાન જરૂરી છે.. એની સમજ સંસ્થાનાં બ્લાઈન્ડ ટીચર દિવ્યાબહેને આપી હતી.”આ કાર્યક્રમનું સંકલન “સક્ષમ” સંસ્થાના સચિવ કૃષ્ણકાંત પટેલ, નિલેશ પંચાલે,અંધ કન્યા પ્રકાશ ગૃહનાં આચાર્ય દિપાલીબેનનાં માર્ગદર્શન મુજબ કર્યુ હતું. “સક્ષમ”નાં ઉપાધ્યક્ષ મફતભાઈ પટેલે દિકરીનું સન્માન કર્યુ હતું.સક્ષમ સંસ્થા સાથે અંધ કન્યા પ્રકાશ ગૃહ અને મહિલા ITIનાં સભ્યો પણ આ રેલીમાં જોડાયા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાઉઝ એવન્યુ ખાતેના સ્પેશિયલ જજની કોર્ટમાં નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બે મહત્વપૂર્ણ દસ્તાવેજો રજૂ કર્યા. સ્પેશિયલ જજ વિશાલ ગોગને કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત તમામ પ્રસ્તાવિત આરોપીઓ સાથે આ દસ્તાવેજો શેર કરવાનો નિર્દેશ આપ્યો.
કેસની આગામી સુનાવણી 16 સપ્ટેમ્બરે થશે. ED વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ વર્ષ 2014માં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ અને 30 જૂન, 2021ના રોજનો દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યો. બંને દસ્તાવેજો રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ: ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ શ્રધ્ધાળુઓએ જુદી-જુદી રીતે વિનાયકને વિદાય આપી. ગણેશોત્સવ માટે પધરામણી કરાવેલા ગણપતિનું જળાશયોમાં અને ઘરઆંગણે પાત્રમાં વિસર્જન કર્યુ. શહેરનો એક પરિવાર છેલ્લા 45 વર્ષથી ગણેશ યજ્ઞ કરી ગણેશોત્સવ, અનંત ચતુર્દશીની ઉજવણી કરે છે.શહેરના રાણીપ વિસ્તારમાં સતત 45 વર્ષથી ગણેશ યજ્ઞ કરતા કલ્પેશ પ્રદ્યુમ્ન વ્યાસ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારા પિતા પ્રદ્યુમ્નભાઈ વખતની આ પરંપરા અમે જાળવી રાખી છે. ગણેશોત્સવમાં અનંત ચતુર્દશીના દિવસે 1000 લાડુ સાથે ગણેશ યજ્ઞ કરવામાં આવે છે. એક હજાર મોદક સાથે માલપુઆ પણ અર્પણ કરવામાં આવે છે.”
સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રસંગે ખાસ ગજ દંપતીને આમંત્રણ આપી વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવે છે. આ સાથે અનંત ચતુર્દશીના રોજ ગણેશ યજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવે છે.
બેંગલુરુઃ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મદ્દુર શહેરમાં ભગવાન ગણેશની પ્રતિમાના વિસર્જન દરમિયાન સામ્પ્રદાયિક અથડામણો થતાં ટેન્શન થયું હતું. બીજા સમાજના ઉપદ્રવીઓ દ્વારા કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યા પછી પરિસ્થિતિ તંગ બની હતી, જેને કારણે વ્યાપક અશાંતિ ફેલાઈ હતી. આ અથડામણ રામ રહિમનગર વિસ્તારમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમ્યાન થઈ હતી. બંને સમાજના યુવકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યાર બાદ પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
પોલીસ અધિક્ષક મલ્લિકાર્જુન બાલાદંડી ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અમે મદ્દુરમાં વધારાનાં દળોને તહેનાત કર્યા છે અને કલમ 144 લાગુ કરી છે, જેથી તણાવ ન વધે.કડક સુરક્ષા વચ્ચે વિસર્જન કરાવવામાં આવ્યું હતું. મદ્દુરના સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસને મૂકવામાં આવી છે.
પોલીસના જણાવ્યાનુસાર મસ્જિદથી લગભગ 500 મીટર દૂર શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પછી તેમાં સામેલ લોકોએ પ્રતિકાર કર્યો હતો. પોલીસે બંને જૂથોને છૂટાં કરવા હળવો લાઠીચાર્જ .કર્યો હતો. કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે સોમવારે જણાવ્યું કે 7 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણો બાદ મદ્દુર શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. શહેરમાં તણાવ વધતાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી અને વધારાના દળોને મૂકવામાં આવ્યાં છે.
માંડ્યાના એસપી મલ્લિકાર્જુન બાલાદંડીએ જણાવ્યું કે બે FIR નોંધવામાં આવી છે – એક સુઓ મોટો આધાર પર અને બીજી એક ઘાયલ વ્યક્તિની ફરિયાદ પર. તેમણે જણાવ્યું હતું કે 21 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને આગળ વધુ ધરપકડ થશે. શિવમોગ્ગા જિલ્લાના સાગરથી પણ ગણપતિની મૂર્તિ અપવિત્ર કરવાની ઘટનાઓ સામે આવી છે. શિકારપુરાના ધારાસભ્ય વિજયેન્દ્રએ આક્ષેપ કર્યો હતો કે અલ્પસંખ્યકોને નામે આ પ્રકારની ગંદી હરકતોથી ખાસ કરીને હિંદુ મહિલાઓમાં ભય ફેલાયો છે.
નેપાળમાં ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગયા છે. નેપાળ સરકારના નિર્ણય પછી, X, Facebook, Instagram અને YouTube સહિતની ઘણી એપ્સ અને વેબસાઇટ્સ કામ કરી રહી નથી. દેશમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતા રવિવારે દેશના પત્રકારોએ સરકાર વિરુદ્ધ રેલી કાઢી હતી. યુવાનેએ સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે દેશવ્યાપી આંદોલનનું આયોજન કર્યું હતું.
નેપાળ સરકારે ગુરુવારે એક બેઠક બાદ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. સરકારે કહ્યું હતું કે નોંધણી વગર ચાલતા તમામ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે આ અંગે મંત્રાલયના અધિકારીઓ સાથે પહેલેથી જ બેઠક યોજી હતી. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બધા બિન-નોંધાયેલા પ્લેટફોર્મ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે ફરજિયાત નોંધણી માટે 28 ઓગસ્ટના રોજ સાત દિવસની સમયમર્યાદા આપી હતી, જે બુધવાર (3 સપ્ટેમ્બર) ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. આ પછી, મોટાભાગની વેબસાઇટ્સ અને એપ્લિકેશનો ગુરુવારથી જ લોકો માટે બંધ થઈ ગઈ હતી. પણ સરકારે અચાનક આ નિર્ણય કેમ લીધો? તે અંગે જાણીએ…
પાંચ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી
નેપાળમાં ડિસેમ્બર 2020 માં, વકીલો બીપી ગૌતમ અને અનિતા બજગૈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વિદેશી કંપનીઓની જાહેરાતો અવરોધ વિના બતાવવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ કડીમાં નેપાળ કેબલ ટેલિવિઝન ફેડરેશનના જનરલ સેક્રેટરી મનોજ ગુરુંગે પણ રિટ અરજી દાખલ કરી હતી. આ કેસમાં, કોર્ટે ત્યારબાદ સરકારને આ સંદર્ભમાં નિયમો બનાવવા કહ્યું હતું.
હવે એવું શું થયું કે નેપાળ સરકાર તાત્કાલિક કાર્યવાહીમાં આવી
હવે પાંચ વર્ષ પછી 3 સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ટેક પ્રસાદ ધુંગાના અને શાંતિ સિંહ થાપાની બેન્ચે આ રિટ અરજીઓ પર સુનાવણી કરી અને અરજદારોના પક્ષમાં આદેશ જારી કર્યો. આ સુપ્રીમ કોર્ટનો એક આદેશ છે, જેના દ્વારા સરકારી અધિકારી, નીચલી અદાલત અથવા જાહેર સત્તાવાળાને એવી જાહેર ફરજો બજાવવા માટે દબાણ કરી શકાય છે જે તેણે ખોટી રીતે નિભાવવાનો ઇનકાર કર્યો હોય અથવા અવગણવામાં આવી હોય. આ દ્વારા કોર્ટ કોઈના કાનૂની અધિકાર અથવા જાહેર ફરજનું પાલન સુનિશ્ચિત કરે છે.
સુપ્રીમ કોર્ટના આ આદેશને કારણે, સરકારી વિભાગો તાત્કાલિક કાર્યવાહીમાં આવ્યા અને ગુરુવાર, 4 સપ્ટેમ્બરના રોજ, મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકો માટે અપ્રાપ્ય બનાવી દેવામાં આવ્યા.
સોશિયલ મીડિયા દ્વારા કેટલાક નિયમોનું પાલન નહોતું કરવામા આવતું
નેપાળ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ 2023 માં સોશિયલ નેટવર્ક મેનેજમેન્ટ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતાં. આ નિયમો અનુસાર, નેપાળમાં કાર્યરત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમના સ્થાનિક સંપર્ક કેન્દ્ર સ્થાપવા, સરકારમાં તેમના પ્લેટફોર્મની નોંધણી કરાવવાની હતી. લોકોની સમસ્યાઓના નિવારણ માટે, ફરિયાદ નિવારણ નિમણૂક કરવાની હતી અને સ્વ-નિયમન પ્રણાલી સ્થાપિત કરવાની હતી.
નેપાળ સરકારે આ અંગે સોશિયલ નેટવર્ક બિલ લાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં સંસદમાં પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાયસન્સ સાથે કામ કરવાની મંજૂરી આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત, સરકારને રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ, સ્વાયત્તતા અને રાષ્ટ્રીય હિતના મુદ્દા પર કોઈપણ પ્લેટફોર્મની અરજીને નકારી કાઢવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત બિલમાં એક નિયમ એવો પણ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નેપાળના સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંવાદિતા સંબંધિત સામગ્રીને બ્લોક કરશે અને વપરાશકર્તાઓને તેમની વાસ્તવિક ઓળખ સાથે ચકાસવામાં આવશે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો, પ્લેટફોર્મ પર 1 કરોડ નેપાળી રૂપિયાનો દંડ અને વપરાશકર્તાઓ પર 5 લાખ નેપાળી રૂપિયાનો દંડ થવાની જોગવાઈ છે.
એવું કહેવામાં આવ્યું છે કે મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), આલ્ફાબેટ, એક્સ, રેડિટ અને લિંક્ડઇન જેવા પ્લેટફોર્મે આ સંદર્ભમાં પ્રક્રિયા શરૂ કરવા માટે મંત્રાલયનો સંપર્ક પણ કર્યો ન હતો. હાલમાં નેપાળમાં ફક્ત નોંધાયેલા પ્લેટફોર્મ – વાઇબર, ટિકટોક, વીટોક અને નિમ્બઝ સક્રિય છે. ટેલિગ્રામ અને ગ્લોબલ ડાયરી પણ ઍક્સેસ કરી શકાય છે.
એસોસિએટેડ પ્રેસ સાથેની વાતચીતમાં, મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે જણાવ્યું હતું કે બે ડઝનથી વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સત્તાવાર રીતે નોંધણી કરાવવા અને નિયમોનું પાલન કરવા માટે ઘણી વખત નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ તેઓએ તેમ કર્યું નથી, જેના કારણે પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કાઠમંડુઃ નેપાળમાં હજારોની સંખ્યામાં યુવાનોએ કાઠમંડુ સહિત અનેક શહેરોમાં આજે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન સોશિયલ મિડિયા પરના પ્રતિબંધ, ભ્રષ્ટાચાર અને આર્થિક મંદી સામે છે. વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર વિરુદ્ધ આ Gen-Z રેવોલ્યુશન શરૂ થયું છે. એ દરમિયાન પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ વિરોધને ધ્યાનમાં રાખીને કાઠમંડુના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા છે, જ્યારે ગોળી વાગવાથી એક પ્રદર્શનકારીનું મોત થયું છે.
વડા પ્રધાન કેપી ઓલીની સરકારે ચોથી સપ્ટેમ્બરે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને X સહિત 26 સોશિયલ મિડિયા એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. નેપાળ સરકારે અનેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર રોક લગાવ્યા બાદ સોમવારે રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં ગુસ્સે ભરાયેલા યુવાનો પોલીસ બેરિકેડ તોડી અને ગેટ કૂદી સંસદ ભવનમાં ઘૂસી ગયા. આ પ્રદર્શનકારીઓએ શરૂઆતમાં શાંતિ જાળવવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને વિખેરવા માટે ટિયર ગેસ અને પાણીનો મારાનો ઉપયોગ કર્યો ત્યાર બાદ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. આ પ્રદર્શનમાં Gen-Z સ્કૂલ યુનિફોર્મમાં પણ જોડાયા. તેમણે સોશિયલ મિડિયા પરથી પ્રતિબંધ દૂર કરવાની, ભ્રષ્ટાચાર બંધ કરવાની, નોકરી અને ઈન્ટરનેટ એક્સેસની માગ કરી હતી.
#BREAKING: Massive protests in Nepal as the GenZ protestors storm Nepal’s Parliament against social media ban and against Govt’s corruption. Major clashes between young protestors and police. pic.twitter.com/9Kx4tD0sY5
મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિસ અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓને રજિસ્ટ્રેશન માટે 28 ઓગસ્ટથી સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે બુધવાર રાત સુધી સમયમર્યાદા પૂરી થતાં કોઈ પણ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જેમાં મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), અલ્ફાબેટ (યુટ્યુબ), X (પૂર્વે ટ્વિટર), રેડિટ અને લિન્કડઇન સામેલ છે, એમાંથી કોઈએ રજિસ્ટ્રેશન સંબંધિત અરજી કરી નહોતી.
નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ દેશમાં બિનરજિસ્ટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના તેમની સરકારના નિર્ણયને સમર્થન આપતાં રવિવારે કહ્યું હતું કે રાષ્ટ્રને નબળું કરવાની કોશિશ ક્યારેય સહન કરવામાં નહીં આવે.