દુબઈઃ ક્રિકેટના મેદાન પર ભારત–પાકિસ્તાનની સ્પર્ધા હવે દિન–પ્રતિદિન ફિક્કી પડી રહી છે. છેલ્લી સાત મેચોમાં ભારતીય ટીમે જીત મેળવી છે અને રવિવારે એશિયા કપના સુપર-4 મુકાબલા પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને કડવી સચ્ચાઈનો ઘૂંટ પીવડાવ્યો હતો.
સૂર્યકુમારને એક પાકિસ્તાની પત્રકારે સીધો સવાલ કર્યો હતો કે શું તમને લાગે છે કે પાકિસ્તાને આજે સારું પ્રદર્શન કર્યું? ભારતીય કેપ્ટને કહ્યું: હતું “ર, આ સવાલ પર હું થોડું બોલવા માગું છું. મને લાગે છે કે તમને હવે આ રાઇવલરી વિશે સવાલ પૂછવાનું બંધ કરવું જોઈએ. કેમ કે રાઇવલરી… સ્ટેન્ડર્ડ રાઇવલરી એક જ વાત છે સર. કોઈ ટીમ સારું ક્રિકેટ રમે કે ન રમે.
SURYAKUMAR YADAV DROPS A BANGER AT THE PRESS CONFERENCE. 🎤
“You guys should stop asking about the rivalry. If there’s a scoreline of 7-7 or 8-7, then it’s called a rivalry. But if the scoreline is 10-1 or 10-0, it’s not a rivalry anymore”. 🤣#Surya | #AsiaCup | #INDvPAKpic.twitter.com/xUnjzQEfWR
સૂર્યકુમારે કહ્યું હતું કે મારા મતે જો બે ટીમો 15–20 મેચ રમી રહી હોય અને તેમાં સ્કોર 7–7 હોય કે કોઈ 8–7થી આગળ હોય તો તેને સારી ક્રિકેટ રમવું કહે છે અને તેને જ રાઇવલરી કહે છે. 13–0, 10–1, મને ખબર નથી શું સ્ટેટ છે, પણ હવે આ રાઇવલરી રહી નથી.
એશિયા કપ 2025ના સુપર-4 મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો જોવા મળ્યો. રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન અભિષેક શર્મા અને શુભમન ગિલે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ માત્ર ધમાકેદાર બેટિંગથી જ નહીં, પણ મેચ બાદ કરેલા ચાર શબ્દના ટ્વીટથી પણ પાકિસ્તાની ટીમ પર કરારો પ્રહાર કર્યો, જે હવે સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ શાનદાર જીતમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બનેલા અભિષેક શર્માએ પોતાની તોફાની બેટિંગથી અનેક રેકોર્ડ્સ તોડી નાખ્યા. તેણે T20I મેચમાં ભારતની ઇનિંગની પ્રથમ બોલ પર છગ્ગો ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો. તે ઉપરાંત, તે સૌથી ઝડપથી 50 છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો અભિષેકે માત્ર 24 બોલમાં અર્ધશતક પૂરી કરી હતી અને આ રીતે તેણે પાકિસ્તાન સામે T20Iમાં ભારત માટે સૌથી ઝડપી અર્ધશતક બનાવવાનો યુવરાજ સિંહનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બે દિવસીય મોરક્કોના પ્રવાસ પર છે. આ મુલાકાતને ભારત અને મોરક્કોના વચ્ચે રક્ષણાત્મક સહયોગ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે. તેમણે અહીં ભારતીય સમુદાયની સાથે પણ વાતચીત કરી હતી. રાજનાથ સિંહે કહ્યુ હતું કે POK. આવશે, અમારે POK પર હુમલો કરીને કબજો કરવા કરવાની જરૂર પડશે જ નહિ.
તેમણે કહ્યું હતું કે POKમાં માગ ઊઠવા લાગી છે. મેં પાંચ વર્ષ પહેલાં કાશ્મીરમાં એક કાર્યક્રમમાં ભારતીય સેનાને સંબોધતાં કહ્યું હતું કે POK પર હુમલો કરીને હડપવાની જરૂર નથી. તે તો આપણું જ છે. હવે POK પોતે કહેશે કે ‘હું પણ ભારત છું’ — તે દિવસ આવશે.તેમણે પહsલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ આતંકીઓ અહીં આવ્યા અને અમારા નાગરિકોનો ધર્મ પૂછીને તેમને માર્યા હતા. અમે કોઈનો ધર્મ જોઇને નક્કી કર્યું નહોતું, અમે તેમના કર્મને જોઇને માર્યા છે. અમે કોઈ નાગરિક કે સંસ્થા પર હુમલો કર્યો ન હતો. જો અમે ઇચ્છતા તો કોઈ પણ સૈન્ય અથવા નાગરિક પ્રતિષ્ઠાન પર હુમલો કરી શકતા, પરંતુ અમે એવું ન કર્યું.
#WATCH | At the interaction with the Indian community in Morocco, Defence Minister @rajnathsingh says, “PoK will be ours on its own. Demands have started being made in PoK, you must have heard sloganeering. I was addressing the Indian Army at a program in Kashmir Valley 5 years… pic.twitter.com/4TUWKgBKBk
તેમણે ઓપરેશન સિંદૂરનો બીજો ભાગ બાકી છે કે ત્રીજો — તે અમે નહીં કહી શકીએ. એ પાકિસ્તાનના વર્તન પર નિર્ભર છે. જો તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાશે તો તેમને જવાબ મળશે. CDS અને ત્રણેય સેનાપ્રમુખો અને રક્ષા સચિવ સાથેની બેઠકમાં મેં પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો કે જો સરકાર કોઈ ઓપરેશન કરવાનું નક્કી કરે તો શું તેઓ તેના માટે તૈયાર છે. તમને એ જાણીને આનંદ થશે કે તેમણે એક સેકન્ડ પણ વિલંબ કર્યા વગર જવાબ આપ્યો હતો કે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. એ પછી અમે વડા પ્રધાન મોદીનો સંપર્ક કર્યો, તેમણે અમને આગળ વધવા માટે કહ્યું અને સંપૂર્ણ છૂટ આપી હતી.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
પ્રશ્ન: સદગુરુ, જો જીવનમાં આંકડાઓ ન હોય, તો શું તે સારું જીવન હોય શકે? તમને જાણ ન રહે કે તમારી ઉંમર શું છે, સમય શું થયો છે અથવા તમે કેટલું ઊંઘ્યા. જો મને અંકો વિષેનું જ્ઞાન ન હોય તો શું હું પ્રકૃતિ અને જીવન સાથે વધુ તાલમેલમાં રહીશ?
સદગુરુ: નમસ્કાર! હું જાણું છું કે તમે શબ્દોનાં જાદુગર છો, તમને અંકો ગમતા નથી. જો તમે એકવાર કહો, “ હું અને તમે” તો તે બે બનશે. ભલે તમે “હું” એમ કહો તો પણ ત્યાં ‘એક’ છે. એક વખત જો ‘એક’ હોય તો પછી દસ, સો, હજાર કે દસ લાખ માત્ર એક કુદરતી પરિણામ છે. અંકો માત્ર તેના માટે નથી કે તમારી વય કેટલી છે, શું સમય થયો અથવા તમે ક્યારે ઊંઘ્યા અને ક્યારે ઉઠ્યા- “હું” અને “તમે” પોતાની રીતે બે અંકો છે.
જે ક્ષણે તમે “હું” કહો છો, તમે એક અંકનું અગાઉથી જ નિર્માણ કરી ચુક્યા છો. અંકોની પરે જવાનો એક રસ્તો છે જેને “શૂન્ય” કહેવાય છે. જો તમે યોગમાં છો તો તમે “શી-વા” જેવા છો જેનો અર્થ છે “એ જે છે નહીં” અથવા તમે “શૂન્ય” છો, કારણકે તેનો અર્થ થાય છે કે તમે હયાત નથી.
તે તમારી વ્યક્તિત્વની સીમાઓને કેવી રીતે દુર કરવી તે વિષેનું વિજ્ઞાન છે જેનો અર્થ છે કે પ્રથમ મૂળભૂત ‘એક’ અંક જે “હું-પણું” છે, તે નાબુદ થાય છે. એકવાર તમે ‘એક’ ને હટાવી દો તો પછી દસ લાખ, એક અબજ કે કોઈ પણ મોટી સંખ્યાનો કોઈ અર્થ નથી- બધુજ શૂન્ય છે. મિલનનો અર્થ છે કે કોઈ “તમે અને હું” નથી, કોઈ “ઘણાં બધા” પણ નથી. ત્યાં માત્ર ‘એક’ છે, પરંતુ ખરેખર ત્યાં ‘એક’ પણ નથી- ત્યાં કશું નથી. આનો ઉલ્લેખ ઘણી જુદી-જુદી રીતે કરવામાં આવે છે. તેને ‘શૂન્ય’ કહેવાય છે અને ‘શી-વા” કહેવાય છે. માત્ર “એ જે છે” તેની સંખ્યા હોય છે. “એ જે છે નહીં” તેની સંખ્યા ન હોઈ શકે.
અંકો એ ભૌતિક અસ્તિત્વનું કુદરતી પરિણામ છે કારણકે ભૌતિક અસ્તિત્વની આવશ્યક સીમાઓ હોય છે. “તમે અને હું” હયાત છીએ કારણકે જે તમે પોતાને માનો છો અને તેની એક સીમા છે – શારીરિક અને મનોવૈજ્ઞાનિક બંને અને એક સીમા છે જેને તમે માનો છો કે ‘હું’ છું. એમ, બે અંક થાય છે. તે પછી સરવાળો અને ગુણાકાર છે.
માત્ર, જયારે કોઈ ભૌતિક અસ્તિત્વને ઓળંગે છે ત્યારે ત્યાં અંકો વિનાનું અસ્તિત્વ હોય છે. જયારે ખરું સંગમ થાય છે, ત્યારે તે બધી વસ્તુઓને એક નથી બનાવતું પરંતુ તેને નહીવત બનાવે છે. જયારે આપણે કહીએ કે કોઈ વસ્તુ અમર્યાદિત કે અસીમ છે, ત્યારે આપણે એમ પણ કહીએ છીએ કે તે અસંખ્ય છે. કોઈપણ સીમા ન હોવાનો અર્થ એ છે કે ત્યાં ‘એક’ કે ‘બે’ નથી. એક અસંખ્ય (શૂન્ય) અસ્તિત્વ ત્યારે જ શક્ય બને છે જયારે યોગ અથવા સંગમની સંપૂર્ણ સ્થિતિ હોય. આ મારા જીવનનો પ્રયાસ છે- લોકોને તે અસંખ્ય (શૂન્ય)ની સ્થિતિમાં લઈ જવાનો અને તેનો અનુભવ કરાવવાનો.
શબ્દોના જાદુની જેમ અંકોનો જાદુ પણ ગણિતના રૂપમાં સુંદર છે. શબ્દો અને અંકો એ બે અલગ વસ્તુઓ નથી. કારણકે એક શબ્દ હોવાથી, બીજા ઘણાં શબ્દો બની શકે અને તેવી જ રીતે, એક અંક હોવાથી અન્ય ઘણા અંકો શક્ય છે. આ બધું અસ્તિત્વનાં ભૌતિક અભિવ્યક્તિનું પરિણામ છે. જો કોઈ ભૌતિકતાની પરે જાય છે, તો પછી આપણે તેને માટે, ‘આધ્યાત્મિક’ જે સૌથી ‘ભ્રષ્ટ’ શબ્દ છે, તેનો ઉપયોગ કરીએ છીએ. આધ્યાત્મિક એટલે સંખ્યા વિનાનું (શૂન્ય) અસ્તિત્વ.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.)
પાકિસ્તાનના કુલ સ્કોરનો પીછો કરતા, અભિષેક શર્મા અને શુભમન ગિલે શક્તિશાળી પાવરપ્લે પ્રદર્શન દર્શાવ્યું. બંને બેટ્સમેનોએ પાવરપ્લેમાં 69 રન ઉમેર્યા. ગિલ અને શર્માએ માત્ર 4.4 ઓવરમાં 50 રનની ભાગીદારી કરીને પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા. અભિષેકે ધીમી શરૂઆત કરી પણ માત્ર 24 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી. ગિલે ક્લાસરૂમ અને શર્માની પાવર-હિટિંગ દર્શાવી અને સાથે મળીને, તેમણે 52 બોલમાં ટીમને 100 રનથી વધુ રન બનાવ્યા. ભારતની પહેલી વિકેટ 10મી ઓવરમાં શુભમન ગિલના રૂપમાં પડી. તે ફહીમ અશરફના શાનદાર ઇન-સ્વિંગ બોલ દ્વારા બોલ્ડ થયો. ગિલ 47 રન બનાવી શક્યો.
ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ કેપ્ટન સૂર્યકુમાર યાદવ ગુમાવ્યો, જે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. અભિષેક શર્મા સદી ફટકારે તેવી અપેક્ષા હતી, પરંતુ તે 74 રન પર અબરાર અહમદ દ્વારા આઉટ થયો. જોકે, તિલક વર્મા અને સંજુ સેમસન પછી મજબૂત ભાગીદારી બનાવી અને ભારતને સરળતાથી જીત અપાવી.
પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 171 રન બનાવ્યા, પરંતુ એક સમયે સ્કોર 200 સુધી પહોંચી શક્યો હોત. પાકિસ્તાને પ્રથમ 10 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને 91 રન બનાવ્યા. ત્યારબાદ, ટીમ ઈન્ડિયાએ આગામી સાત ઓવર સુધી પાકિસ્તાની બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા. સાહિબજાદા ફરહાને 58 રન બનાવ્યા, પરંતુ વચ્ચેની ઓવરોમાં, મોહમ્મદ નવાઝે 19 બોલમાં ફક્ત 21 રન બનાવ્યા. હુસૈન તલાતે 11 બોલમાં 10 રન બનાવ્યા, જેના કારણે પાકિસ્તાનનો નેટ રન રેટ ઘટી ગયો.
છેલ્લી બે ઓવરમાં, ફહીમ અશરફે 8 બોલમાં અણનમ 20 રન બનાવીને પાકિસ્તાનનો સ્કોર 171 સુધી પહોંચાડ્યો. ભારત તરફથી શિવમ દુબેએ બે વિકેટ લીધી. કુલદીપ યાદવ અને પંડ્યાએ એક-એક વિકેટ લીધી. જોકે, બુમરાહે ચાર ઓવરમાં 45 રન આપ્યા. અંતે, ટીમ ઈન્ડિયાએ મેચ સરળતાથી જીતી લીધી, જે સૌથી મહત્વપૂર્ણ બાબત છે.
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 ની બીજી સુપર ફોર મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી ભારતની પ્લેઈંગ ઈલેવનમાં પાછા ફર્યા. ટીમ ઈન્ડિયાના ઉપ-કપ્તાન શુભમન ગિલ ઓમાન સામેની અંતિમ લીગ મેચમાં માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાન સામે સુપર ફોરમાં તેમના સારા પ્રદર્શનની અપેક્ષા છે.
🚨 Toss & Playing XI Update 🚨#TeamIndia elected to bowl in their first game of #Super4.
ટીમ ઈન્ડિયાએ T20 એશિયા કપના સુપર ફોર તબક્કામાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે. ત્રણેય મેચ 2022 T20 એશિયા કપ દરમિયાન રમાઈ હતી. ભારતીય ટીમ આમાંથી ફક્ત એક જ મેચ જીતી શકી હતી અને બે હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025 ના સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાનનો સામનો કરશે. ટૂર્નામેન્ટના પહેલા મુકાબલામાં, સૂર્યાની સેનાએ પડોશી દેશ પર કાબુ મેળવ્યો, મેચ 7 વિકેટથી જીતી. ટીમ ઈન્ડિયા સતત ત્રણ મેચ જીતીને વિજયી શ્રેણી પર છે. આ દરમિયાન, સલમાન આગાના નેતૃત્વ હેઠળ પાકિસ્તાને યુએઈને હરાવીને સુપર 4 માં પ્રવેશ કર્યો.
પ્લેઈંગ 11 માં ફેરફાર
અભિષેક શર્મા બેટિંગમાં ઉત્તમ ફોર્મમાં છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ રન બનાવનારાઓમાં સામેલ છે. સંજુ સેમસને ઓમાન સામેની છેલ્લી મેચમાં જોરદાર અડધી સદી ફટકારી હતી. જોકે, શુભમન ગિલ અત્યાર સુધી બેટિંગથી કોઈ અસર કરવામાં નિષ્ફળ રહ્યો છે.
કુલદીપ યાદવ બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે, જ્યારે વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે તેને સારો ટેકો આપ્યો છે. છેલ્લી મેચમાં વરુણને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ આ મેચમાં તેની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી થવાની ધારણા છે. જો વરુણ ટીમમાં આવે તો હર્ષિત રાણાને બહાર બેસવું પડશે. દરમિયાન, અર્શદીપની જગ્યાએ જસપ્રીત બુમરાહ વાપસી કરી શકે છે.
રન માટે ઝંખતા પાકિસ્તાની બેટ્સમેન
પાકિસ્તાન માટે સારા સમાચાર એ છે કે ફખર ઝમાન સારા ફોર્મમાં દેખાયો છે. જોકે, ટીમ ચોક્કસપણે આ મેચમાં સેમ અયુબ પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખશે. સલમાન આગાનું બેટ પણ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાંત રહ્યું છે. શાહીન શાહ આફ્રિદીએ છેલ્લી મેચમાં બેટ અને બોલ બંનેથી મજબૂત પ્રદર્શન કર્યું હતું.