Chitralekha Marathi – February 24, 2020
Chitralekha Gujarati – February 24, 2020
રાશિ ભવિષ્ય 14/02/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે
નારાયણ મૂર્તિના જમાઈ રિશી સુનક નિમાયા બ્રિટનના નવા નાણાં પ્રધાન
બેંગલુરુ/લંડન – બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને એમના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો કર્યા છે અને ભારતીય મૂળના રિશી સુનકને નાણાં પ્રધાન બનાવ્યા છે.
રિશી સુનક જગવિખ્યાત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનાં જમાઈ છે.
રિશી સુનક બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. તેઓ પાકિસ્તાની મૂળના નાણાં પ્રધાન સાજિદ જાવિદના અનુગામી બન્યા છે. જાવિદને બ્રેક્ઝિટ મામલે વડા પ્રધાન જોન્સન સાથે મતભેદ થયા છે અને એમણે પોતે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
સુનક 39 વર્ષના છે અને નારાયણ મૂર્તિના પુત્રી અક્ષતાને પરણ્યા છે. દંપતીને બે પુત્રી છે – ક્રિષ્ના અને અનુષ્કા.
સુનક 2019ના જુલાઈથી નાણાં સચિવ તરીકે સેવા બજાવી રહ્યા છે.
બ્રિટનમાં જોન્સન સરકારનું બજેટ રજૂ થવાને આરે છે ત્યારે સુનકની નાણાં પ્રધાન પદે નિમણૂક કરવામાં આવી છે.

બોરીસ જોન્સને ભારતીય મૂળનાં ત્રણ સંસદસભ્યોને એમની કેબિનેટમાં મહત્ત્વના ખાતા આપ્યા છે. અન્ય બે પ્રધાન છે – પ્રીતિ પટેલ (ગૃહ પ્રધાન) અને આલોક શર્મા (બિઝનેસ પ્રધાન). પ્રીતિ પટેલ 47 વર્ષીય છે અને આલોક શર્મા 51 વર્ષના છે, તે મૂળ આગરાના છે. પ્રીતિ પટેલે જોકે એમનું ગૃહ મંત્રાલય જાળવી રાખ્યું છે.

બ્રિટનમાં ગયા વર્ષના ડિસેંબરમાં થયેલી સંસદીય ચૂંટણીમાં ભારતીય મૂળના 15 સભ્યો સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા.
કોણ છે રિશી સુનક?
- રિશી સુનક બ્રિટનમાં જન્મયા છે અને ગયા વર્ષે રિચમંડ (યોર્ક્સ) બેઠક પરથી બીજી વાર સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા.
- હાલ એ સરકારમાં નાયબ પ્રધાન છે. એ પહેલાં 2018માં એમને આવાસ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
- રિશી સુનકના પિતા ડોક્ટર હતા અને માતા ફાર્મેસીની દુકાન ચલાવતા હતા.
- બ્રિટનમાં બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા પર પહોંચનાર રિશી સુનક પહેલા જ ભારતીય મૂળના સંસદસભ્ય છે.
- રિશી સુનકના માતા-પિતા એમનાં દાદા-દાદીની સાથે ભારતમાંથી બ્રિટનમાં આવીને વસ્યાં હતાં. રિશીનો જન્મ 1980માં હેમ્પશાયરના સાઉથહેમ્પટનમાં થયો હતો.
- રિશી સુનકે એમનું સ્કૂલ શિક્ષણ વિન્ચેસ્ટરમાં કર્યું હતું. ત્યારબાદ એમણે ઓક્સફર્ડમાંથી ફિલોસોફી, પોલિટીક્સ અને ઈકોનોમિક્સમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ ડિગ્રી પણ હાંસલ કરી છે
મહારાષ્ટ્રમાં પાંચ-દિવસના અઠવાડિયાથી સરકારની તિજોરીને મોટી બચત થશે
મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે 29 ફેબ્રુઆરીથી લાગુ થાય એ રીતે તમામ રાજ્ય સરકારી કર્મચારીઓ માટે પાંચ-દિવસના કામકાજવાળા અઠવાડિયાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને અધિકારીઓ એકદમ ખુશ થઈ ગયા છે, પરંતુ કેટલાક જણે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે શું આ પ્રથાથી સરકારી વિભાગોનું કામકાજ સરળ રીતે ચાલશે ખરું?
ઠાકરે સરકારના જ પ્રધાન બચ્ચૂ કડૂએ જ વિરોધી સૂર વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે સરકારી કર્મચારીઓ માટે કામકાજનો એક દિવસ ઓછો કરીને અને પાંચ દિવસના કામકાજમાં એક-એક કલાક વધારવાનો નિર્ણય હાસ્યાસ્પદ છે. ઘણા કાર્યાલયોમાં બાયોમેટ્રિક હાજરીની પદ્ધતિ છે. મોટા શહેરોના અમુક કાર્યાલયોને બાદ કરતાં ક્યાંય આ પદ્ધતિ નથી. કર્મચારીઓ કાર્યાલયમાં ક્યારે આવે છે, ક્યારે જાય છે એનો કોઈ પણ પ્રકારે હિસાબ રખાતો નથી.
બચ્ચૂ કડૂના આ આક્ષેપનો શિવસેનાના અન્ય પ્રધાન ગુલાબરાવ પાટીલે જવાબ આપ્યો છે. એમણે કહ્યું કે સરકારે પાંચ-દિવસના કામકાજનું અઠવાડિયું જાહેર કરવાની સાથોસાથ, કર્મચારીઓના રોજેરોજના કામકાજના સમયમાં 45-મિનિટ વધારી દીધી છે. કર્મચારીઓ એ પ્રમાણે કામ કરશે.
ગુલાબરાવ પાટીલે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે સરકારની તિજોરીને મોટી રકમની બચત થશે. પ્રશાસકીય કાર્યાલયોમાં એક દિવસનો ખર્ચ બચશે. એમાં વીજળીનું બિલ, પાણીનું બિલ, વાહનો માટે ઈંધણનો ખર્ચ વગેરે બધું મળીને કરોડો રૂપિયાની બચત થશે.
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પાંચ-દિવસના અઠવાડિયાનો નિયમ રાજસ્થાન, બિહાર, પંજાબ, દિલ્હી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં લાગુ કરી દેવાયો છે.
મુંબઈ શહેરમાં 29 ફેબ્રુઆરીથી બધી રાજ્ય સરકારી કચેરીઓ સવારે 9.45 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6.15 વાગ્યા સુધી કામ કરશે. વચ્ચે 30-મિનિટનો લંચ બ્રેક મળશે. મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ આ નિયમ લાગુ પડશે. હાલ મહિનાના દર બીજા અને ચોથા શનિવારે સરકારી ઓફિસો બંધ રહે છે.
આ નિયમ જોકે ફેક્ટરીઝ એક્ટ અને ઈન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ્સ એક્ટ તેમજ સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, પોલીસ, જેલ, પાણી સપ્લાય યોજનાઓ, ફાયર બ્રિગેડ જેવી આવશ્યક સેવાઓ તેમજ શાળા-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ્સને લાગુ નહીં પડે.
રાજ્યમાં હાલ કર્મચારીઓ વર્ષમાં 288 કામકાજના દિવસોએ હાજર રહે છે. એ સંખ્યા ઘટીને 264 દિવસ થશે. જોકે દરરોજ એમના કામકાજના કલાકોનો સમય હાલના સાત કલાક અને 15 મિનિટથી વધીને આઠ કલાક થશે.
આ ટ્રમ્પભાઇને ગુજરાતીઓ પર એકાએક પ્રેમ કાં ઊભરાયો?
અમદાવાદઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહે ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતના અમદાવાદથી કરવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ લાખ્ખો લોકો સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાહી અંદાજમાં ભવ્ય સ્વાગત કરવાના છે. ટ્રમ્પના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સવાલ એ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે જ તેમને ભારતની યાદ કેમ આવી? ગુજરાતીઓ પર આટલો પ્રેમ અચાનક કેમ ઊભરાયો?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની નવેમ્બરમાં યોજાવાની છે, જેની તૈયારીઓ અમેરિકામાં જોરશોરથી ચાલી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ પણ આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે એના કેમ્પેઇનને લગતો જ છે.
બીજી ટર્મ ચૂંટાવા માટે ભારતીયોના સમર્થનની જરૂર

ડોનાલ્ડ ટ્રમ્પને પણ ચૂંટણીમાં બીજી મુદત માટે ચૂંટાઈ આવવા માટે અમેરિકામાં વસેલા ભારતીયોના સમર્થનની જરૂર છે. આમ તો પાછલા વર્ષે જ તેમણે હાઉડી મોદી કાર્યક્રમથી તેમના ચૂંટણી કેમ્પેનના શ્રીગણેશ તો કરી જ દીધા હતા. તેમણે હાઉડી મોદી કાર્યક્રમમાં અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો તો લગાવ્યો જ હતો. ટ્રમ્પ તેમનો આ પ્રવાસ દ્વારા ભારતીયોનું સમર્થન પ્રાપ્ત કરવા માગે છે. અમેરિકામાં 40,94,539 ભારતીય મૂળના પ્રભાવશાળી ગુજરાતીઓ તો રહે જ છે અને આશરે 15,58,594 એનઆરઆઇ મતદાતાઓ છે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત-ગુજરાત પ્રવાસ દ્વારા પ્રભાવશાળી ગુજરાતીઓનું સમર્થન પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તેઓ વડા પ્રધાન સાથે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. આ નવા સ્ટેડિયમમાં 50થી 70 લાખ લોકો હશે.
ગુજરાતીઓ ટ્રમ્પને બંને રીતે મદદ કરી શકે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત-ગુજરાત પ્રવાસનો સંદેશ સ્પષ્ટ છે કે અમેરિકામાં વસેલા ગુજરાતીઓ તેમના પરિવાર, મિત્રો અને સગાંસંબંધીઓને નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં તેમને મત આપવાનું હતું. અમેરિકામાં કુલ 15,58,594 ભારતીય મૂળના મતદાતાઓ છે, જેમાંથી 20 ટકા ગુજરાતીઓ છે. વળી, ત્યાંના ગુજરાતીઓ પણ આર્થિક રીતે સધ્ધર છે.
‘કેમ છો’ ટ્રમ્પની નજર પણ આ ગુજરાતીઓ પર છે. વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી અમેરિકાની હોય છે. વળી, ગુજરાતી મતદાતાઓ તેમને મત સાથે ટ્રમ્પની મદદ પણ કરી શકે છે. અમેરિકામાં મોટેલ ઇન્ડસ્ટ્રીમાં 40 ટકા હિસ્સા પર ગુજરાતીઓનો કબજો છે.
અમેરિકાનાં રાજ્યોમાં કેટલા ભારતીય મતદાતાઓ
અમેરિકામાં ભારતીય મૂળના મતદાતાઓની સંખ્યા સતત વધી પણ રહી છે, જેને નજરઅંદાજ ના કરી શકાય. સૌથી વધુ ભારતીયો (7.3 લાખ) કેલિફોર્નિયામાં રહે છે. ત્યાર બાદ 3.7 લાખ ભારતીય ન્યુ યોર્કમાં, 3.7 લાખ ભારતીય ન્યુ જર્સીમાં, 3.5 લાખ ભારતીય ટેક્સાસમાં રહે છે. અમેરિકામાં 50માંથી 18 રાજ્યોમાં ભારતીય મૂળના લોકો રહે છે. આ સંખ્યા કોઈ પણ અન્ય દેશની તુલનાએ ઘણી વધુ છે. અમેરિકામાં 50માંથી 16 રાજ્યોની કુલ વસતિના એક ટકા ભારતીય સમુદાયના લોકો રહે છે, જેની અવગણના કરવી ડોનાલ્ડ ટ્રમ્પને પાલવે તેમ નથી. આમ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમ્યાન ભારતીય મતદાતાઓ- ખાસ કરીને ગુજરાતી મતદાતાઓને રીઝવવા તેઓ આવી રહ્યા છે.
વિશ્વ રેડિયો દિવસ પર યોજાયો ખાસ કાર્યક્રમ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં વર્લ્ડ રેડિયો ડે નિમિતે યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા રેડિયો એન્ડ ડાઈવર્સીટીના વિષય પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં જાણીતી સામાજિક અને સેવાકીય સંસ્થા સેવાના કોમ્યુનિટી રેડિયો રૂડીના રેડિયોમાં કામ કરતા બહેનોનું વક્તવ્ય યોજાયું હતું, જેમાં રૂડીના રેડિયોમાં કામ કરતાં સુનીતિ શર્મા, વર્ષા બહેન, હિરલ પ્રજાપતિ અને સુનિતા ઠાકોરે વિદ્યાર્થી જોડે પોતાના રૂડીના રેડિયો સાથે જોડાયેલા અનુભવ શેર કર્યા હતા.
રૂડીના રેડિયોમાં શરૂઆતથી જોડાયેલા વર્ષા બહેને રૂડિનો રેડિયો કયા પ્રકારના કાર્યક્રમ બનાવે છે, કોના માટે બનાવે છે શા માટે બનાવે છે અને રેડિયોના કાર્યક્રમો કયા વિષય પર બનાવે છે તે બાબતે માહિતી આપી હતી. વર્ષાબેને વધુમાં જણાવ્યું હતું કે, એક રેડિયો થકી પણ સામાજિક બદલાવ લાવી શકાય છે. 2005માં શરૂ થયેલા રૂડીના રેડિયો પાસે 2000થી વધુ તો કાયમી શ્રોતાગણ છે. વિવિધ સામાજિક સમસ્યા વિશે જાણકારી આપીને તે સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવવુ તેવા કાર્યક્રમો પણ તેઓ બનાવે છે તેમના આ કાર્યક્રમોના ફિડબેકમાં તેમની પાસે આજે 5000થી વધુ પત્રોનો સંગ્રહ તેમની પાસે છે.
સંગઠિત થઈને કામ કરવું અને લોકોના વિકાસ માટે કામ કરવું તેમના લોહીમાં વસી ગયું છે. જ્યારે અંગે વધુમાં સુનીતિ શર્માએ જણાવ્યું હતું કે, યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા વિષય રેડિયો એન્ડ ડાઈવર્સીટીમાં રૂડીનો રેડિયો દરેક શ્રોતાગણોને વિવિધ કાર્યક્રમો પૂરા પાડે છે, તે નાના ભૂલકાથી લઈને ગામના વડિલોના પ્રશ્નોનું નિરાકરણ અને મનોરંજન પૂરુ પાડે છે. તેઓ ખેડૂતો, મહિલા, બાળકો, વડિલો, પુરુષો માટેના કાર્યક્રમ બનાવે છે તેથી કહી શકાય કે રૂડીની રેડિયો એક ડાઈવર્સીફાય રેડિયો છે.
એમેઝોનના વડા જેફ બેજોસે ખરીદ્યું 1171.5 કરોડથી પણ મોંઘુ ઘર
સેનફ્રાન્સિસ્કોઃ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના પ્રમુખ જેફ બેજોસે લોસએન્જલસમાં 16.5 કરોડ ડોલર (1171.5 કરોડથી વધારે) રુપિયાનું આલીશાન ઘર ખરીદ્યું છે. લોસ એન્જલસમાં મોંઘી પ્રોપર્ટીનો આ નવો રેકોર્ડ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બેજોસે આ આલીશાન ઘર (વોર્નર એસ્ટેટ) ને એક વ્યાપારી પાસેથી ખરીદ્યું છે. લોસ એન્જલસમાં કોઈ વ્યક્તિનો આ અત્યાર સુધીનો સૌથી મોંઘો સોદો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વોર્નર એસ્ટેટ નામનો આ બંગ્લો બેવર્લી હિલ્સમાં 9 એકરમાં ફેલાયેલો છે. આમાં ગેસ્ટ હાઉસ, ટેનિસ કોર્ટ અને ગોલ્ફ કોર્સ સહિત અન્ય પણ ઘણી વસ્તુઓ આવેલી છે. વોર્નર પ્રધર્સના પૂર્વ અધ્યક્ષ જેફ વોર્નરે આ ઘરને 1930 માં બનાવડાવ્યું હતું.
ઈ-કોમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની એમેઝોનના વડા જેફ બેજોસની પ્રોપર્ટી 110 અરબ ડોલરથી વધારે આંકવામાં આવી છે. તેમને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવે છે.
નિર્ભયાના દોષિતનું નવું તરકટઃ કહ્યું, માનસિક સ્થિતિ ખરાબ
નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિત ફાંસીની સજાથી બચવા માટે નીતનવા ગતકડાં અપનાવી રહ્યાં છે. દોષિત વિનય શર્માએ રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાની સાથે જ માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ આપીને ફાંસીની સજામાંથી માફી મળે તેવી માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવા વિરુદ્ધ દોષિત વિનય શર્માની અરજી પર ચુકાદો શુક્રવાર માટે અનામત રાખ્યો છે.
નિર્ભયા કેસમાં દોષિત વિનયના વકીલે ફાંસીને ટાળવા માટે પેંતરો અપનાવતા કહ્યું કે વિનય શર્માની માનસિક સ્થિતિ સારી નથી, માનસિક રીતે પ્રતાડિત થતો હોવાના કારણે વિનય મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે. આથી તેને ફાંસી આપી શકાય નહીં. વકીલ એપી સિંહે કહ્યું કે મારા ક્લાયન્ટને જેલ પ્રશાસન દ્વારા અનેકવાર માનસિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. તેને દવા આપવામાં આવી. કોઈને માનસિક હોસ્પિટલ ત્યારે મોકલાય જ્યારે તેની માનસિક સ્થિતિ સારી ન હોય. એપી સિંહે કહ્યું કે વિનય શર્માની માનસિક સ્થિતિ યોગ્ય નથી, માનસિક રીતે પ્રતાડિત થતો હોવાના કારણે વિનય મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે આથી તેને ફાંસી આપી શકાય નહીં. એપી સિંહે કહ્યું કે આ બધુ વિનય શર્માના જીવવાના અધિકાર કલમ 21નો ભંગ છે.
રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા વકીલ એપી સિંહે કહ્યું કે હું અન્યાયને રોકવા માંગુ છું. અધિકૃત ફાઈલ પર ગૃહમંત્રી અને એલજીના હસ્તાક્ષર નથી. આથી હું ફાઈલનું પરીક્ષણ કરવા માંગુ છું. મે આ માટે આરટીઆઈ દાખલ કરી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેંચને તમામ દસ્તાવેજ બતાવ્યાં અને દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવાયા છે.
વિનય શર્માના વકીલે કહ્યું કે આ દસ્તાવેજ વોટ્સએપથી મંગાવવામાં આવ્યાં છે. જસ્ટિસ ભાનુમતીએ કહ્યું કે આ દસ્તાવેજ તમારા લાભ માટે નથી, તે કોર્ટની સંતુષ્ટિ માટે છે. એપી સિંહે કહ્યું કે મારા ક્લાયન્ટ વિનયને ફાંસી પર લટકાવવામાં આવે એ કોઈ પ્રાઈવેટ જોબ નથી તે ઉપ રાજ્યપાલની બંધારણીય ફરજનો મામલો છે.
વિનય શર્માના વકીલ એપી સિંહે કહ્યું કે પહેલીવાર દેશમાં એવું બનશે કે 4 એવા લોકોને ફાંસી આપવામાં આવશે જે હેબિચ્યુઅલ અપરાધી નથી. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે દસ્તાવેજ વોટ્સએપથી મંગાવવામાં આવ્યાં, અસલી દસ્તાવેજ કેમ દેખાડવામાં આવતા નથી. મારા ક્લાયન્ટને માનસિક રીતે પરેશાન કરાય છે.
વિનય શર્માના વકીલે કહ્યું કે રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ દયા અરજીની લાઈન લાગી છે. પરંતુ માત્ર આ મામલે પિક એન્ડ ચૂઝની નીતિ અપનાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે નિર્ભયા મામલે પ્રેસ કોન્ફરન્સ સુદ્ધા કરી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દોષિત વિનય દયા અરજી સાથે MHAને વિનયની કૌટુંબિક સ્થિતિ અને તેના ભાઈ બહેનની જાણકારી તથા તમામ દસ્તાવેજો રાષ્ટ્રપતિ પાસે મોકલ્યા હતાં.
સોલિસિટર જનરલે કહ્યું કે વિનયની દયા અરજી ફગાવતા MHAએ કહ્યું હતું કે ખુબ જઘન્ય અપરાધ છે અને તે રેર ઓફ ધ રેરેસ્ટ મામલો છે. સોલિસિટર જનરલે કહ્યું કે જેલના તમામ કેદીઓનું રૂટીન માનસિક ચેકઅપ કરાય છે. વિનયની દયા અરજી ફગાવવાના ચુકાદાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.











