Home Blog Page 4968

CM નીતીશકુમારે તેજસ્વી યાદવ સાથે કુલડીમાં ગોળ ભાંગ્યો?

પટનાઃ પાછલા બે દિવસમાં બિહાર વિધાનસભાની અંદર અને બહાર નેતાઓની જે મુલાકાત થઈ એનાથી રાજકીય અટકળોનું બજાર ગરમ છે. બિહાર વિધાનસભાનું સત્ર શરૂ થયું એટલે તરત વિપક્ષના નેતા તેજસ્વી યાદવે નવા નાગરિક કાયદા, એનપીઆર અને એનઆરસીને મુદ્દે  કાર્યસ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો. સ્થગન પ્રસ્તાવ પર જો સત્તા પક્ષ ચર્ચા માટે તૈયાર ના હોય તો સામાન્ય રીતે એ પ્રસ્તાવને રદ કરી દેવાય છે, પણ બિહાર વિધાનસભા અધ્યક્ષ વિજય ચૌધરીએ તેજસ્વીનો આ પ્રસ્તાવ મંજૂર કરી લીધો.

બિહાર વિધાનસભામાં મંગળવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ને 2010નું લાગુ કરવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો આની સાથે એનડીએ શાસિત રાજ્યોમાં આવું કરવાવાળું બિહાર પહેલું રાજ્ય બની ગયું. એનઆરસીની વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થતા પહેલાં મુખ્ય પ્રધાન નીતીશકુમારે આરજેડીના નેતા તેજસ્વી યાદવની સાથે વિધાનસભામાં બનેલા મુખ્ય પ્રધાન રૂમમાં મુલાકાત કરી હતી. જોકે આ અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો, પણ આ મુલાકાત પછી વિધાનસભાના અધ્યક્ષ વિજયકુમારે આ પ્રસ્તાવ પાસ થયો હોવાની જાહેરાત કરી હતી.

વિધાનસભામાં ચર્ચા દરમ્યાન તેજસ્વીને જવાબ આપતાં નીતીશે કહ્યું હતું કે નાગરિકતા કાનૂનના વિરોધનો હાલ કોઈ મતલબ નથી., કેમ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.  આની સાથે તેમણે કહ્યું હતું કે એનપીઆરની પ્રશ્નાવલિમાંના કેટલાક સવાલો પર અભિપ્રાય છે કે મુસ્લિમ વર્ગને ભવિષ્યમાં એનઆરસી લાગુ થવાથી તેમને મુશ્કેલીઓ પડે એવી શક્યતાઓ છે અને બિહારમાં એનઆરસીની કોઈ જરૂર નથી.

આરજેડીના નેતાઓ પણ માનતા હતા કે એનઆરસી અનમે એનપીઆર પર નીતીશકુમારે જે વલણ અપાનાવ્યું છે, એ પછી મુસ્લિમ સમુદાયની વચ્ચે તેમની શાખ જે ઘટી હતી, એ પહેલાંથી વધી હતી. નીતીશકુમારે એ વાતે સુપેરે પરિચિત છે કે ટ્રિપલ તલાક અને 370 પર કેન્દ્ર સરકારના સ્ટેન્ડની વિરુદ્ પગલું ભર્યાં છતાં બિહારની પેટા ચૂંટણીઓમાં મુસ્લિમ મતદાતાઓએ 20 ટકા મત તેમને નહોતા આપ્યા.

 

ભાજપ નારાજ

જોકે બિહારનો ભાજપ એકમમાં આને લઈને નારાજગી છે.એના પર ઉપ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે બિહાર સરકાર નાગરિકતા કાનૂનને લઈને પ્રતિબદ્ધ છે. ના પર સમજૂતીનો કોઈ સવાલ નથી.

દિલ્હી હાઈકોર્ટના જજની બદલી મામલે રવિશંકરની કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલી મામલે ઘેરાયેલી સરકાર દ્વારા હવે સ્પષ્ટતા આપવામાં આવી છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં 12 ફેબ્રુઆરીના રોજ તેમની બદલી ભલામણ કરી હતી. કોઈપણ જજના ટ્રાન્સફર પર તેમની પણ મંજૂરી લેવામાં આવે છે અને આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. આ મુદ્દાનું રાજનીતિકરણ કરીને કોંગ્રેસે એકવાર ફરીથી કોર્ટ પ્રત્યે પોતાની દુર્ભાવના દર્શાવી છે.

રવીશંકર પ્રસાદે કહ્યું કે, જસ્ટિસ લોયાના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કેટલાક લોકો આના પર સવાલ ઉઠાવીને કોર્ટનું અપમાન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે વ્યાપક ચર્ચા થઈ હતી. શું રાહુલ ગાંધી પોતાને સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે?

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જસ્ટિસ એસ.મુરલીધરની બદલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે ન્યાય કરનારા લોકોને દેશમાં છોડવામાં નહી આવે, કોંગ્રેસ પ્રવક્તા રણદીપે કહ્યું કે, આખો દેશ અચંબિત છે, પરંતુ મોદી-શાહ સરકારની દુર્ભાવના, વિચારધારા, અને નિરંકુશતા કોઈનાથી છુપાયેલી નથી. જેને લઈને તેઓ એ લોકોને બચાવવાના તમામ પ્રયત્નો કરશે કે જેમણે ભડકાઉ ભાષણ આપીને નફરતના બીજ વાવ્યા છે અને હિંસા ફેલાવી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ જસ્ટિસ મુરલીધરની બદલી પર સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો કે, સરકારે ન્યાયને અવરોધવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હિંસા મામલાની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ એસ.મુરલીધરે ભાજપના નેતાઓના નિવેદનો પર કાર્યવાહી ન કરવા પર પોલીસને ફટકાર લગાવી હતી.

દિલ્હી:પોલીસને ઠપકો આપનાર હાઈકોર્ટના જજની રાતોરાત ટ્રાન્સફર

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા(CAA)ની વિરુદ્ધના દેખાવોમાં હિંસા અને નેતાઓને ભડકાઉ નિવેદનોને લઈને દિલ્હી પોલીસને ઠપકો આપનાર દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની ટ્રાન્સફર પંજાબ અને હરિયાણા હોઈકોર્ટમાં કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે બુધવારે રાતે આ અંગેની નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા જસ્ટિસ મુરલીધરને 3 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમ્યાન પોલીસ કમિશ્નરને ભડકાઉ ભાષણોના તમામ વીડિયો બતાવવા અને એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો હતો.

જસ્ટિસ મુરલીધરને ઉતર-પૂર્વ દિલ્હીમાં હિંસા અને ભડકાઉ ભાષણ આપનાર નેતાઓ પર કાર્યવાહી માટે દાખલ અરજી પર પોલીસને ઠપકો આપ્યો હતો. પોલીસને પૂછ્યું- શું હિંસા ભડકાવનારાઓ પર તાત્કાલિક એફઆઈઆર નોંધવાની જરૂર નથી ? હિંસા રોકાવા માટે તાત્કાલિક પગલા ભરવાની જરૂર છે. અમે દિલ્હીમાં 1984 જેવી સ્થિતિ બનવા દઈશું નહીં.

આ પહેલા જસ્ટિસ મુરલીધરને હિંસામાં ઘાયલ લોકોની સુરક્ષા અને સારી સારવાર માટે મંગળવારે અડધી રાત પોતાના ઘરે સુનાવણી કરી હતી. આ દરમિયાન પોલીસે આદેશ આપ્યો હતો કે તે મુસ્તફાબાદની એક હોસ્પિટલથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો આપે અને દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરાવે.

ગુજરાત બજેટ 2020-21: રાજ્યનું જાહેર દેવું 2.40 લાખને પાર પહોંચ્યું

ગાંધીનગર: રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ થયું હતું. નાણામંત્રી નીતિન પટેલે સદનમાં આઠમી વાર બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટનું કુલ કદ 2,17,287 કરોડ રૂપિયા છે. 605 કરોડ રૂપિયાની પુરાંત વાળું બજેટ રજૂ કરતા નીતિન પટેલ જણાવ્યું હતું કે રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના ધ્યેય સાથે અમે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, જળ વ્યવસ્થાપન, ગ્રામ અને શહેરી વિકાસ, સામાજિક વિકાસ જેવા ક્ષેત્રો પર ખાસ ભાર મૂક્યો છે. આ સાથે સાથે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના મહત્તમ ઉપયોગ અને પર્યાવરણની જાળવણીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રાજ્યનું જાહેર દેવું 2.40 લાખને પાર પહોંચી ગયું છે. વર્ષ 2017-18 માં દેવામાં 13,253 કરોડનો વધારો થયો હતો, તો વર્ષ 2018-19 માં દેવામાં 28,061 કરોડનો વધારો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18 માં 17,146 કરોડ રુપિયા જેટલું વ્યાજ ચૂકવવામાં આવ્યું હતુ. તો વર્ષ 2018-19 માં સરકાર દ્વારા 18,124 કરોડ રુપિયા જેટલું વ્યાજ ચૂકવવામાં આવ્યું છે.

નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું, મારી સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા વીજ જોડાણ , સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે . હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો અમે નિર્ધાર કર્યો છે . જેના ભાગરુપે હું નવી દિનકર યોજના જાહેર કરું છું . આ યોજનામાં આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા રૂ.3500 કરોડનું આયોજન છે . જે માટે રૂ.500 કરોડની જોગવાઈ કરાઈ છે.

જૂના જર્જરિત વીજ વાયરોને બદલવા , નડતર રૂપ વીજ માળખાના સ્થળાંતર માટે , લાંબા ખેતીવાડી ફિડરોના વિભાજન માટે , કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાના અમલીકરણ તથા સીમ શાળાઓમાં થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવા રૂ.305 કરોડની જોગવાઈ. જરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ઇલેકિટ્રસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશનને શેરમૂડી ફાળા માટે રૂ.275 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. .

કોરોના વાઈરસઃ જાપાનમાં ફસાયેલા 119 ભારતીયો આખરે દિલ્હી પહોંચ્યાં

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે જાપાનના સમુદ્રકિનારે અટકાવી દેવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ જહાજમાં ફસાઈ ગયેલા 119 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢીને સ્વદેશ લાવવામાં આવ્યા છે.

આ 119 ભારતીય નાગરિકોમાં 113 ક્રૂ સભ્યો છે અને છ પ્રવાસીઓ છે. દિલ્હી આવી પહોંચ્યા બાદ આ લોકોનાં ચહેરા પર રાહત અને આનંદ જોઈ શકાતો હતો.

ડાયમંડ પ્રિન્સેસ જહાજને જાપાનના યોકોહામા શહેરના સમુદ્રકિનારે અટકાવીને અલગ કરી દેવામાં આવ્યું હતું.

ભારતીય નાગરિકોને એ જહાજમાંથી એરલિફ્ટ કરીને એર ઈન્ડિયાના વિશેષ વિમાન દ્વારા આજે સવારે નવી દિલ્હી લાવવામાં આવ્યા હતા.

ડાયમંડ પ્રિન્સેસ જહાજ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા બાદ ઘણા દિવસોથી જાપાનના સમુદ્રકિનારે અટકાવી દેવાતાં એમાં સવાર થયેલા હજારો પ્રવાસીઓ ફસાઈ ગયા હતા.

ક્રૂઝ જહાજમાં 3,711 જણ સવાર થયા હતા. એમાં 138 ભારતીય હતા. એ ભારતીયોમાં 132 જણ ચાલક દળના સભ્યો હતા જ્યારે છ જણ પ્રવાસી હતા.

આ તમામ લોકો જહાજ દ્વારા જાપાનથી રવાના થયા હતા, પણ ત્યારબાદ કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાની શંકા જતાં જહાજને અટકાવી દેવામાં આવ્યું હતું અને અલગ પાડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું તો 16 પ્રવાસીઓમાં કોરોના વાઈરસના લક્ષણો હોવાનું માલૂમ પડ્યું હતું.

ભારતે આજે એર ઈન્ડિયાના વિમાન દ્વારા ડાયમંડ પ્રિન્સેસ જહાજમાંથી ભારતીય નાગરિકોને ઉગારવાની સાથે પાંચ વિદેશી નાગરિકોને પણ ઉગાર્યા છે. એમાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે.

ડાયમંડ પ્રિન્સેસ જહાજમાંથી એક પ્રવાસી 25 જાન્યુઆરીએ હોંગ કોંગ ઉતર્યો હતો. બાદમાં એને કોરોના વાઈરસ લાગુ પડ્યાનું માલૂમ પડતાં 3 ફેબ્રુઆરીએ જહાજને જાપાનના યોકોહામા શહેરના સમુદ્રકિનારે જ અટકાવી દેવામાં આવ્યું હતું અને અલગ રાખી તબીબી પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા.

ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરવા દેવાની વ્યવસ્થા કરી આપવા બદલ વિદેશ પ્રધાન એસ. જયશંકરે જાપાનના સત્તાવાળાઓનો તેમજ એર ઈન્ડિયાનો આભાર માન્યો છે.

નીરવ મોદીની ચીજવસ્તુઓ સહિત અનેક મિલકતની હરાજી થશે

મુંબઈઃ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની લક્ઝરી કારો, મોંઘી ઘડિયાળો, દુર્લભ પેઇન્ટિંગ સહિત કુલ 112 ચીજવસ્તુઓની ગુરુવારે હરાજી કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ દ્વારા  સેફ્રોનઆર્ટ (saffronart) લાઇવ ઓક્શન મારફતે આ મિલકતોની હરાજી કરાશે. ત્યાર બાદ 72 માલસામાનનું વેચાણ ઓનલાઇન થશે. પંજાબ નેશનલ બેન્કને રૂ. 14,000 કરોડથી વધુનો ચૂનો લગાડનાર નીરવ મોદી બ્રિટનની જેલમાં બંધ છે. હરાજી કરનાર સેફ્રોનઆર્ટ (saffronart)ને આ હરાજીમાંથી રૂ. 55 કરોડ પ્રાપ્ત થવાની આશા છે.

ઓનલાઇન હરાજી

સેફ્રોનઆર્ટ (saffronart)એ પાછલા સપ્તાહે માર્ચમાં નીરવની કુલ સંપત્તિઓની હરાજી કરી હતી. એણે કહ્યું હતું કે ગુરુવારે 112 ચીજવસ્તુઓનું લાઇવ ઓક્શન કરવામાં આવશે. ત્યાર પછી આગામી સપ્તાહે એ ઓનલાઇન ઓક્શન થશે.

કેટલાંય મશહૂર પેઇન્ટિંગ્સનાં પણ વેચાણ

આ હરાજીમાં અમૃતા શેરગિલની 1935ની પ્ખ્યાત પેઇન્ટિંગ  ‘Boys Lemons’ને એક મોટા આકર્ષણ રૂપે જોવામાં આવી રહ્યું છે. આ પેઇન્ટિંગસને રૂ. 12-18 કરોડ હાંસલ થવાની આશા છે. આ જ પ્રકારના જાણીતા પેઇન્ટર એમએપ હુસૈનની પેઇન્ટિંગ પણ લગભગ આટલી જ રકમ મળવાની આશા છે. સેફ્રોનઆર્ટ (saffronart)એ કહ્યું હતું કે આ હરાજીમાં વી. એસ. ગાયતોંડે, મંજિત બાવા અને રાજા રવિ વર્માની કલાકૃતિઓની પણ હરાજી કરવામાં આવશે.

કીમતી ઘડિયાળોની પણ હરાજી

Jaeger-LeCoultre Men’s ‘Reverso Gyrotourbillon 2ની મર્યાદિત એડિશનની દુર્લભ ઘડિયાળની પણ હરાજી રૂ. 70 લાખમાં થવાની સંભાવના છે. આ હરાજી દરમ્યાન Patek Phillipe Nautilus Gold and diamond વોચના વેચાણથી રૂ. 70 લાખ હાંસલ થવાની અપેક્ષા છે.

રોલ્સ રોય્સ ઘોસ્ટના રૂ. 95 લાખ મળવાની શક્યતા

લક્ઝરી કારોની વાત કરીએ તો લાંબા અંતર માટેની માકુલ રોલ્સ રોય્સ ઘોસ્ટ પર રૂ. 95 લાખની બોલી બોલાય એવી શક્યતા છે. આ હરાજીમાં કેટલીક બ્રાન્ડેડ હેન્ડ બેગ્સનું વેચાણ કરાશે ત્રીજી અને ચોથી માર્ચે ઓનલાઇન ઓક્શનમાં એક પોર્શે પનામેરા એસ કાર સહિત 72 ચીજવસ્તુઓની હરાજી થશે.

 

ભાવેણાઓ ‘હિમાલય’ની તસવીરોનું પ્રદર્શન નિહાળવા થઈ જાઓ તૈયાર  

ભાવનગર: 1 માર્ચે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા પર્વતારોહક જિજ્ઞેશ ઠાકરનું તસવીર પ્રદર્શન ‘હિમાલય’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફોટો જર્નાલિઝમ અને માઉન્ટેઇનરિંગ એટલે કે તસવીરી પત્રકારત્વ અને પર્વતારોહણનો અનોખો સમન્વય જોવા મળશે.
ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનાં પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ, માઉન્ટ આબુ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે અને જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ઈગ્નોમાં ફેકલ્ટી તરીકે કાર્યરત જિજ્ઞેશ ઠાકરે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, લડાખ સહિતના વિસ્તારોમાં 15 વર્ષમાં કરેલા શિખર આરોહણ દરમિયાન ત્યાંનું લોકજીવન, વાતાવરણ, કૃષિ, શિક્ષણ જેવા વિષયો પરના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે.
સવારે 11 કલાકે વરિષ્ઠ તસવીરકાર અમુલભાઈ પરમારના હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાયા બાદ સાંજના 7 કલાક સુધી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે જાહેર જનતા આ પ્રદર્શનને નિહાળી શકશે.

રાશિ ભવિષ્ય 27/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


 

તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

પંચાંગ તા. 27/02/2020