Home Blog Page 4862

વાહ ભાઈ વાહ! ૧૨ એપ્રિલ, ૨૦૨૦

દેશમાં લોકડાઉનના કેટલાંક સકારાત્મક પરિણામો આ રહ્યાં

નવી દિલ્હીઃ કોરોના વાઇરસે દેશભરમાં કાળો કેર વર્તાયો છે, જેને પગલે દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. દેશવ્યાપી લોકકડાઉનને કારણે 130 કરોડ લોકો થોડાક દિવસ માટે ઘરમાં (નજરકેદ) કેદ થઈ ગયા છે. જોકે આના લીધે પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન પણ આવ્યાં છે. આ પરિવર્તન ભલે કામચલાઉ આવ્યાં હોય, પણ સરસ અનુભૂતિ લઈને આવ્યાં છે. ઘરની બાલ્કનીમાંથી આકાશ સ્પષ્ટ અને સ્વચ્છ લાગે છે, નદીનું પાણી સ્વચ્છ થયું છે. વાહનોનું પ્રદૂષણ અને ઘોંઘાટ ખતમ થઈ ગયાં છે. ચારેકોર નીરવ શાંતિ લાગી રહી છે.

ગંગા-યમુનાનાં પાણી સાફસૂથરાં

દિલ્હીમાં યમુનાનું પાણી લોકડાઉન દરમ્યાન સાફસૂથરું અને સ્વચ્છ દેખાઈ રહ્યું છે. નદીઓનાં પાણીને સ્વચ્છ કરવા માટે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચીને પણ જે પરિણામ નથી મળ્યાં એવાં સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના કાનપુર તેમ જ વારાણસીથી ગંગા નદી એકદમ સ્વચ્છ લાગી રહી છે. હાલ મોટા ભાગના ઉદ્યોગોના બંધનું આ પરિણામ હોઈ શકે. ભાગ્યે જ જોવા મળે એમ વારાણસીનાં પગથિયાં પર માછલીઓ જોવા મળી છે. અહીં એવું લાગે છે કે લોકોની ભીડ અને હવાનું પ્રદૂષણ ઘટતાં આ શક્ય બન્યું છે.

લોકડાઉનને પગલે અનેક ઉદ્યોગો-ઓફિસો બંધ છે,તેથી યમુના વધુ સ્વચ્છ દેખાઈ રહી છે. પાણીની ગુણવત્તા ઘણી સુધરી છે, જે નજરે ચઢી રહી છે.

હવાની ગુણવત્તામાં સુધારો

દેશભરમાં હવાની ગુણવત્તામાં ખાસ્સો સુધારો થયો છે, કેમ કે દિલ્હીના પ્રદૂષણમાં 71 ટકાનો ઘટાડો નોંધાયો છે એની સાથે દેશભરનાં શહેરોના પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાયો છે. આ સાથે વિશ્વભરના પ્રદૂષણમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે, કેમ કે વાહનો, ઓફિસ અને ફેક્ટરીઓ બંધ છે અને લોકોનો આખો દિવસ ઘરમાં વ્યતીત થઈ રહ્યો છે.

યમુના બચાવો આંદોલનકર્તા કહે છે કે વર્ષ 1990થી માંડીને અત્યાર સુધી આવું પહેલાં ક્યારેય થયું નથી. ઔદ્યોગિક કચરો નદીમાં નહીં ઠલવાતાં નદીનો નજારો બદલાઈ ગયો છે.

 

ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો

નિષ્ણાતોનું માનવું છે કે લોકડાઉનને લીધે ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે. કાનપુરની આસપાસની પાસે ગંગા નદી એકદમ સાફસૂથરી થઈ ગઈ છે.

 

દેશના આર્થિક સંકટ માટે શું કહે છે રઘુરામ રાજન

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વમાં મંદી છવાઈ ગઈ છે. ભારત પણ તેમાંથી બાકાત નથી રહ્યું. આઈએમએફ એ પહેલા જ ચેતવણી આપી ચૂક્યું છે કે, વિશ્વ આ સમયે મંદીમાં છે. આ બધા વચ્ચે ભારતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોરોના વાયરસને કારણે  પેદા થનારા આર્થિક સંકટને પહોંચી વળવામાં ભારતની મદદ કરવા તૈયાર છે.

રાજને કહ્યું કે જો દેશ તેમની પાસે મદદ માગશે તો તેમની જવાબ હા છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રાજને કહ્યું કે જો કોઈ કોરોના વાયરસથી થતી મંદીમાં મદદ કરવા માટે વિનંતી કરે છે તો તે તેના માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ રોગચાળાને લીધે વિશ્વ નિશ્ચિતરૂપે મહામંદી તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકામાં શિક્ષણનું કામ કરી રહેલા રાજન કહે છે કે આપણે વધુમાં વધુ કંપનીઓ અને લોકોને ખાતરી આપવી જોઈએ કે વાયરસ નિયંત્રણમાં છે

રાજને વધુમાં કહ્યું કે, અમેરિકા અને ઈટલીની જેમ ભારતમાં સંક્રમણ ફેલાશે તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. એ દેશોમાં હોસ્પિટલો પર દબાણ વધી ગયું છે અને આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

રાજને કહ્યું ભારતની દ્રષ્ટીએ જોવામાં આવે તો સૌ મોટા મુશ્કેલી એક્સચેન્જ રેટને લઈને છે. જોકે અન્ય દેશોની સરખામણીએ આપણો એક્સચેન્જ રેટ મહદઅંશે સ્થિર છે. એનું કારણ છે આરબીઆઈ પાસેથી મળી રહેલી મદદ છે. ડોલરની સરખામણીએ રૂપિયો નબળો પડયો છે છતાં હજુ બ્રાઝિલ જેવી સ્થિતિ નથી આવી.

પંચાંગ: 12/04/2020

કરિશ્માએ મૌન તોડ્યુઃ કહ્યું, મારી દિકરી બોલીવૂડમાં…

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે પોતાની દિકરીના ફિલ્મમાં ડેબ્યુ વિશે મૌન તોડ્યું છે. કરિશ્મા કપૂરે કહ્યું છે કે, હજી તે ભણી રહી છે અને ફિલ્મ બનાવવાના વિવિધ પાસાઓ વિશે જાણકારી મેળવી રહી છે. જો કે અત્યારે ફિલ્મમાં ડેબ્યૂનો કોઈ પ્રશ્ન નથી.

આ મામલે જ્યારે કરિશ્મા કપૂરને પૂછવામાં આવ્યું કે, તમારી દિકરી સમાઈરા જલ્દી જ તમારા પગલે ચાલવા માટે તૈયાર છે. આ મામલે તેમણએ કહ્યું કે, હે ભગવાન! આ સત્ય નથી. મારી દિકરી તના ફ્રેન્ડ્સ ફિલ્મોના તમામ પહેલુઓ વિશે જાણી રહ્યા છે. ફિલ્મોમાં તેમને રસ છે. પછી તે પડદા પાછળ હોય કે કેમેરાની સામે, હું અત્યારે નથી જાણતી. તે અત્યારે પ્રયોગો કરી રહ્યા છે અને શીખી રહ્યા છે એટલા માટે અત્યારે આ પ્રકારનું કોઈ પ્લાનિંગ છે. સૌથી મોટી વાત એ છે કે સમાઈરા હજી બહુ નાની છે અને હજી તો સ્કૂલમાં ભણે છે.

આ દરમિયાન જ્યારે કરીશ્માને પૂછવામાં આવ્યું કે, શું તે ઈચ્છે છે કે સમાઈરા પણ તેમની જેમ જ અભિનેત્રી બને? ત્યારે આ મામલે કરિશ્માએ કહ્યું કે, એ તેના પર છે કે તેણે શું કરવું? મને લાગે છે કે તેઓ દુનિયામાં શું થઈ રહ્યું છે અને આજની પેઢી મામલે આના મહત્વને સમજી રહ્યા છે. તેઓ વિશ્વ સ્તર પર શું થઈ રહ્યું છે આ મામલે બહુ જાગૃત છે. નિશ્ચિત રુપથી હું તેને સમજાવું છું કે નિયમોનું પાલન કરવું અને આપણા દેશની સ્થિતિને સમજવું કેટલું મહત્વપૂર્ણ છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારાયું

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકેરેએ લોકડાઉનની મુદત મહારાષ્ટ્રમાં વધારીને 30 એપ્રિલ સુધી કરી દીધી છે. તેમણે  કેટલાંક ક્ષેત્રોમાં લોકડાઉનમાં રાહત આપવાના સંકેત પણ આપ્યા હતા. જો કે કેટલાંક ક્ષેત્રોમાં એને સખતાઈપૂર્વક લાગુ કરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રની સાથે કર્ણાટકમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવ્યું છે. 

આ પહેલાં કોરોના વાઇરસને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક થઈ હતી.આ બેઠકમાં મોટા ભાગના મુખ્ય પ્રધાનોએ લોકડાઉન વધારવાની વકીલાત પણ કરી હતી. બીજી બાજુ વડા પ્રધાન મોદીએ પણ લોકડાઉન બે સપ્તાહ વધારવાના સંકેત આપ્યા હતા.

વડા પ્રધાન સાથેની આ વિડિયો કોન્ફરન્સિંગની બેઠકમાં મુખ્ય પ્રધાનોમાં પંજાબના કેપ્ટન અમરિન્દર સિંહ, પશ્ચિમ બંગાળનાં મમત બેનરજી, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, તેલંગાણાના ચંદ્રશેખર રાવ, બિહારના નીતીશકુમાર સહિત અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનો સામેલ હતા.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો

દેશમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધી આ વાઇરસના સંક્રમણના 1,600 કેસો નોંધાયા છે, જેમાં મુંબઈ એકલામાં 1000ની ઉપર કેસો નોંધાયા છે. અત્યાર સુધી 110 લોકોનાં મોત થયાં છે. જોકે આ રોગમાંથી 188 લોકો ઠીક પણ થઈ ચૂક્યા છે.

કોરોના વાયરસને લઈને અમિર ખાનનું આ ટ્વિટ વાયરલ

નવી દિલ્હીઃદેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છેલ ત્યારે કોરોના વાયરસ વિરુદ્ધ લડી રહેલા ડોક્ટર્સ, નર્સો અને તંત્રને લઈને બોલીવુડ એક્ટર અમિર ખાને એક ટ્વિટ કર્યું છે. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

આમિર ખાને ટ્વિટ કરતા લખ્યું કે, ડોક્ટર્સ, નર્સો, હોસ્પિટલો અને સ્ટાફ મેમ્બર્સ, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રનું તંત્ર, બીએમસી અને જરુરી સેવાઓમાં લાગેલા સ્ટાફ મેમ્બર્સ, આખું મુંબઈ અને મહારાષ્ટ્રમાં કામ કરી રહેલા લોકોના કામની આ સંકટના સમયમાં હું બિરદાવું છું. આમિર ખાનના આ ટ્વિટ પર લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

દેશમાં કોરોના વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોવિડ-19થી અત્યારસુધી 206 લોકોના મોત થયા છે અને 6761 જેટલા લોકો આનાથી સંક્રમિત છે. રોજ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વાવરા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ 896 જેટલા કેસો સામે આવ્યા છે જે અત્યારસુધીના સૌથી વધારે છે. તો 206 લોકોના મોત થયા છે.

ઈટલીની સરકારે 3 મે સુધી લોકડાઉનમાં કર્યો વધારો

રોમઃ ઈટલીના વડાપ્રધાને દેશમાં સંક્રમણથી બગડતી પરિસ્થિતિને જોતા લોકડાઉનને 3 માર્ચ સુધી વધારી દીધું છે. ઈટલીમાં પહેલા લોકડાઉન 3 એપ્રીલ સુધી લાગૂ કરવામાં આવ્યું હતું. પછી આ લોકડાઉનને 13 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યું હતું. હવે વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેએ આને 3 મે સુધી લંબાવી દીધું છે.

ઈટલીમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 147577 સુધી થઈ ગઈ છે. ગત કેટલાક દિવસોમાં ઈટલીમાં સંક્રમણના 3,951 જેટલા કેસો સામે આવ્યા છે. દેશમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે ઈટલીમાં જ છે. ઈટલીમાં અત્યારસુધી 18,849 જેટલા લોકોના મોત થયા છે.

કોન્ટેએ એક પત્રકાર પરિષદમાં ઈટલીના વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેએ કહ્યું કે અમે ત્રણ મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન તમામ લોકો પોતાના ઘરોમાં ક્વોરન્ટાઈન રહેશે. આ એક કઠણ અને જરુરી નિર્ણય છે કે જેના માટે હું પૂર્ણ રીતે રાજનૈતિક જવાબદારી લઉં છું. વડાપ્રધાન અનુસાર આ નિર્ણય મંત્રીઓ, વિશેષજ્ઞો, સ્થાનિય અધિકારીઓ અને ટ્રેડ યૂનિયનો સાથે કેટલીય બેઠકો બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન ગ્યૂસેપ કોંતેએ કહ્યું કે, અમે સતત સ્થિતિને વધારે સારી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે 3 મે પહેલા સ્થિતિ સુધરે છે તો તેઓ જરુરી નિર્ણય લેશે. વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકડાઉન દરમિયાન તમામ જરુરી સેવાઓ ચાલુ રહેશે.

કોવિડ-19 સામે લડવા નાણાકીય મદદ કરી રહયું છે IMF

વોશિંગ્ટનઃ આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF) અને વિશ્વ બેન્કે વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસને રોકવાના પ્રયાસોને મજબૂત કરવા માટે વિકાસશીલ દેશો અને ઓછી આવકવાળા દેશોને ઇમર્જન્સી ફંડ આપી રહ્યા છે. બંને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ઇમર્જન્સી ફંડ પ્રાપ્ત કરનારા દેશોની ક્ષેત્રવાર એક યાદી જાહેર કરી હતી.

 ભારતને એક અબજ ડોલરની મદદ

આફ્રિકામાં ઇથિયોપિયોને વર્લ્ડ બેન્ક પાસેથી 82.6 મિલિયન ડોલર, ચાડને IMF પાસેથી 115 મિલિયન ડોલર, જિબ્રુતીને પાંચ કરોડ ડોલર, ઘાનાને 35 મિલિયન ડોલર તથા કેન્યાને 50 મિલિયન ડોલર, ભારતને એક અબજ ડોલર, પાકિસ્તાનને 200 મિલિયન ડોલર તથા શ્રીલંકાને 128.6 મિલિયન ડોલરની મદદ મળી છે.

લેટિન અમેરિકા તથા કેરેબિયન દેશોમાં આર્જેન્ટિનાને વિશ્વ બેન્ક પાસેથી 35 મિલિયન ડોલર, ઇક્વાડોરને 20 મિલિયન ડોલર, હોન્ડુરસને 143 મિલિયન ડોલર તથા પેરાગ્વેને 20 મિલિયન ડોલરની મદદ મળી છે. યુરોપ અને સેન્ટ્રલ એશિયાને દેશોમાં અલ્બાનિયાને IMFએ 190.05 મિલિયન ડોલર, કોસોવાને 56.5 મિલિયન ડોલર અને ઉત્તર મેસિડોનિયોને 191.83 મિલિયન ડોલરની મદદ મળી છે. આ ઉપરાંત એશિયાના દેશોમાં અફઘાનિસ્તાનને વિશ્વ બેન્ક પાસેથી 100.4 મિલિયન ડોલર, કમ્બોડિયાને 20

 

માસ્ક માટે કાચો માલ બનાવે છે આ કંપની

પાણીપતઃ શહેરોમાં આદેશ જાહેર થવા લાગ્યા છે કે, માસ્ક વગર બહાર ન નિકળવું. વાયરસથી બચવા માટે સર્જિકલ માસ્ક જરુરી છે. પરંતુ શું આપ જાણો છો કે આ માસ્કને બનાવવા માટે કાચો માલ ક્યાંથી બનાવવામાં આવે છે? યસ, એ બનાવે છે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડનું નેપ્થા ક્રેકર યૂનિટ.

લોકડાઉનના કારણે નેફ્થા ક્રેકર પ્લાન્ટને પણ બંધ કરવાનો હતો. પરંતુ એકાએક યુનિટને ખ્યાલ આવ્યો કે દેશને માસ્કની ખૂબ જરુર છે. માસ્કની કાળા બજારી ધી શકે છે ત્યારે વિશેષ ટીમો લગાવીને ન માત્ર પ્લાન્ટને થોડા દિવસ માટે બંધ થતા રોક્યો, પરંતુ બે હજાર ટન કાચા માલનું વધારે ઉત્પાદન પણ કરવામાં આવ્યું. 7000 ટન બનાવીને આને કંપનીઓને સપ્લાય કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહી, પરંતુ લોકડાઉન દરમિયાન આ માલને પહોંચાડવા માટે જરુરી મંજૂરી પણ કંપનીના અધિકારી જ આપી રહ્યા છે.

ક્રૂડ ઓઈલ નેફ્થા, આનાથી એથલીન અને પ્રોપલીન, પ્રોપલીન થી પોલીપ્રોપલીન અને પોલીપ્રોપલીનથી નોન વૂવન બને છે. આપેપ જોયું હશે કે માર્કેટમાં આ પ્રકારની બેગ મળે છે, જેનાથી હવા આર-પાર થઈ જાય છે. તમે જે સર્જિકલ માસ્ક પહેરો છો તેનાથી પણ હવા આર-પાર જઈ શકે છે. આ માસ્ક ત્રણથી ચાર લેયરમાં બનેલા હોય છે, જેનાથી વાયરસ આગળ વધી શકતો નથી. જે કાચો માલ રિફાઈનરીએ બનાવ્યું છે તેનાથી પીપી હોમો 1350 વાઈજી ગ્રેડ કહેવામાં આવે છે.

રિફાઈનરી દ્વારા પોલી પ્રોપલીનનો દાણો ઉપ્લબ્ધ કરાવવામાં આવે છે. આનાથી નોન વૂવન પોલી પ્રોપલીન રોલ બને છે, જેને કપડાની જેમ ઉપયોગ કરી શકાય છે. આ 8 થી 60 જીએસએમ સુધી બને છે. જીએસએમ એટલે કે, તેની થિકનેસનું આંકલન. આ રોલોની મદદથી ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓ ફેસ માસ્ક બનાવી શકે છે.