કોરોના વાયરસને લઈને અમિર ખાનનું આ ટ્વિટ વાયરલ

નવી દિલ્હીઃદેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છેલ ત્યારે કોરોના વાયરસ વિરુદ્ધ લડી રહેલા ડોક્ટર્સ, નર્સો અને તંત્રને લઈને બોલીવુડ એક્ટર અમિર ખાને એક ટ્વિટ કર્યું છે. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

આમિર ખાને ટ્વિટ કરતા લખ્યું કે, ડોક્ટર્સ, નર્સો, હોસ્પિટલો અને સ્ટાફ મેમ્બર્સ, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રનું તંત્ર, બીએમસી અને જરુરી સેવાઓમાં લાગેલા સ્ટાફ મેમ્બર્સ, આખું મુંબઈ અને મહારાષ્ટ્રમાં કામ કરી રહેલા લોકોના કામની આ સંકટના સમયમાં હું બિરદાવું છું. આમિર ખાનના આ ટ્વિટ પર લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

દેશમાં કોરોના વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોવિડ-19થી અત્યારસુધી 206 લોકોના મોત થયા છે અને 6761 જેટલા લોકો આનાથી સંક્રમિત છે. રોજ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વાવરા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ 896 જેટલા કેસો સામે આવ્યા છે જે અત્યારસુધીના સૌથી વધારે છે. તો 206 લોકોના મોત થયા છે.