દેશના આર્થિક સંકટ માટે શું કહે છે રઘુરામ રાજન

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વમાં મંદી છવાઈ ગઈ છે. ભારત પણ તેમાંથી બાકાત નથી રહ્યું. આઈએમએફ એ પહેલા જ ચેતવણી આપી ચૂક્યું છે કે, વિશ્વ આ સમયે મંદીમાં છે. આ બધા વચ્ચે ભારતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોરોના વાયરસને કારણે  પેદા થનારા આર્થિક સંકટને પહોંચી વળવામાં ભારતની મદદ કરવા તૈયાર છે.

રાજને કહ્યું કે જો દેશ તેમની પાસે મદદ માગશે તો તેમની જવાબ હા છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રાજને કહ્યું કે જો કોઈ કોરોના વાયરસથી થતી મંદીમાં મદદ કરવા માટે વિનંતી કરે છે તો તે તેના માટે તૈયાર છે. તેમણે કહ્યું કે આ રોગચાળાને લીધે વિશ્વ નિશ્ચિતરૂપે મહામંદી તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકામાં શિક્ષણનું કામ કરી રહેલા રાજન કહે છે કે આપણે વધુમાં વધુ કંપનીઓ અને લોકોને ખાતરી આપવી જોઈએ કે વાયરસ નિયંત્રણમાં છે

રાજને વધુમાં કહ્યું કે, અમેરિકા અને ઈટલીની જેમ ભારતમાં સંક્રમણ ફેલાશે તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. એ દેશોમાં હોસ્પિટલો પર દબાણ વધી ગયું છે અને આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

રાજને કહ્યું ભારતની દ્રષ્ટીએ જોવામાં આવે તો સૌ મોટા મુશ્કેલી એક્સચેન્જ રેટને લઈને છે. જોકે અન્ય દેશોની સરખામણીએ આપણો એક્સચેન્જ રેટ મહદઅંશે સ્થિર છે. એનું કારણ છે આરબીઆઈ પાસેથી મળી રહેલી મદદ છે. ડોલરની સરખામણીએ રૂપિયો નબળો પડયો છે છતાં હજુ બ્રાઝિલ જેવી સ્થિતિ નથી આવી.